Viyahapannatti 758
Viyāhapannatti: ṭīkānusārī vivecana 758
- Language
- Gujarati
758
‘ભગવતી’ સૂત્ર-૫૦૯ :– [૧૧/૯/૫૦૯]
ભગવન્! એમ આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! સિદ્ધ થનાર જીવ કયા સંઘયણમાં સિદ્ધ થાય છે? ગૌતમ! વજ્રઋષભનારાચ સંઘયણમાં સિદ્ધ થાય છે. એમ ઉવવાઈમાં કહ્યા મુજબ સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, પરિવહન, એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિકંડિકા કહેવી, યાવત્ અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit