Pramāṇa · Search · About · API

Viyahapannatti 764

Viyāhapannatti: ṭīkānusārī vivecana 764

Language
Gujarati

764

વિવેચન :–૫૧૧ થી ૫૧૩
સવ્વદીવ - અહીં યાવત્‌ કરણથી આમ જાણવું - સમુદ્રના અભ્યંતરમાં વૃત્ત, તેલના પુડલાના સંસ્થાને સંસ્થિત, રથ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, પુષ્કર કર્ણિકા સંસ્થાને સંસ્થિત, પ્રતિપૂર્ણ ચંદ્રના સંસ્થાને સંસ્થિત એવો વૃત્ત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ્‌, ૧૩|| અંગુલથી કિંચિત્‌ વિશેષાધિક. - - તાએ ઉક્કિટ્ઠાએ માં યાવત્‌ શબ્દથી આમ જાણવું-ત્વરિત, ચપળ, ચંડા, સિંહ, ઉદ્ધૃતા, જયિની, છેકા, દિવ્ય-તેમાં ત્વરિત એટલે આકુલ, ચપળ એટલે કાયાની ચપળતાથી, ચંડા-રૌદ્ર, ઉત્કૃષ્ટ ગતિના યોગથી. સિંહા એટલે સ્થિરતાથી દૃઢ, ઉદ્ધૃતા-અતિશય ગર્વવાળી, જયિની-વિપક્ષને જીતનારી, છેકા-નિપુણ, દિવ્ય-દેવલોકમાં થતી.
પૂર્વાભિમુખ તે મેરુની અપેક્ષાએ છે. આ સત્તમે૦ કુળરૂપ વંશ, સાતમી પેઢીથી ક્ષીણ થયેલ છે તે અર્થાત્‌ સાત વંશ સુધી વિચ્છેદ. ગયાઉ સે અગએ૦ ઈત્યાદિ - (શંકા) પૂર્વાદિમાં પ્રત્યેક અર્ધરાજ પ્રમાણપણાથી લોકના ઉર્ધ્વ-અધો, તેથી કિંચિત્‌ ન્યૂનાધિક સાત રાજ પ્રમાણપણાથી અતુલ્ય ગતિ વડે જતાં દેવોને કેમ છ એ દિશામાં ગત-અગત ક્ષેત્ર અસંખ્યાત ભાગમાત્ર અગત ક્ષેત્ર ગત ક્ષેત્રનું અસંખ્યાતગણું કહ્યું?
અહીં કહે છે – લોકને ઘનચતુર્‌ ખૂણાવાળો કરીને કલ્પતા આમાં દોષ નથી. [શંકા] જો ઉક્ત સ્વરૂપ વડે પણ જઈને જતો દેવ લોકાંતને ઘણાં કાળે પણ ન પામે, તો અચ્યુતકલ્પથી જિનજન્માદિમાં દેવો જલ્દી કઈ રીતે આવે છે? કેમકે ક્ષેત્રનું બહુપણું, કાળનું અલ્પત્વ છે.
સત્ય છે. પરંતુ આ ગતિમંદ છે, જિનજન્માદિ અવતરણ ગતિ શીઘ્રતમ છે. - - અસદ્‌ભૂતાર્થ કલ્પનાથી.
પૂર્વે લોકાલોક વક્તવ્યતા કહી. હવે લોકના એક પ્રદેશગત વક્તવ્ય વિશેષ દર્શાવવા કહે છે – ‘અત્થિ ણં ભંતે’ ઈત્યાદિ.. જાવ કલિય અહીં યાવત્‌ શબ્દથી આ પ્રમાણે જાણવું - ‘સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સલલિત સંલાપ નિપુણ યુક્તોપચાર કલિત.’
જેના બત્રીશ ભેદો છે, તે તથા તે નાટ્યના, તેમાં ‘ઈહા-મૃગ-ઋષભ-તુરગ-નર-મકર-વિહગ-વ્યાલક-કિન્નરાદિ ભક્તિ ચિત્ર’ નામક એક નાટ્યવિધિ, આનો આચરિત અભિનય સંભવે છે, એ રીતે બીજા પણ ૩૧-પ્રકારો ‘રાયપ્પસેણીય’ આગમથી જાણવા.
લોકના એકપ્રદેશ અધિકારથી આ પ્રમાણે કહે છે – જેમ આ તેર પ્રદેશોમાં તેર પ્રદેશો દશદિગ્‌ સ્પર્શતા, તેર દ્રવ્યો જેમાં સ્થિત છે, તેના પ્રતિ આકાશપ્રદેશ તેર તેર પ્રદેશ થાય છે. એ પ્રમાણે લોકાકાશ પ્રદેશમાં અનંતજીવના અવગાહથી એક એક આકાશ પ્રદેશમાં અનંતા જીવ પ્રદેશો છે. તેમાં જઘન્ય પદમાં એકત્ર આકાશ પ્રદેશમાં સૌથી થોડાં જીવપ્રદેશો છે. તેનાથી સર્વજીવો અસંખ્યાતગણા છે. ઉત્કૃષ્ટ પદમાં તેનાથી વિશેષાધિક છે.
આ સૂત્રાર્થ આ વૃદ્ધોક્ત ગાથા વડે વિચારવો –
(૧) લોકના એક પ્રદેશમાં જઘન્યપદે જે પ્રદેશો, ઉત્કૃષ્ટપદમાં જે પ્રદેશો છે, તેમાં સર્વ જીવોમાં કોણ વધારે છે? - આ પ્રશ્ન છે, તેનો ઉત્તર આ છે.
(૨) જઘન્યપદમાં સૌથી થોડાં જીવ પ્રદેશો, જીવો અસંખ્યગુણા, ઉત્કૃષ્ટ પદે પ્રદેશો તેનાથી વિશેષાધિક કહેવા.
(૩) હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કહે છે – જઘન્યપદે લોકાંત, જેની સ્પર્શના ત્રણ દિશામાં છે, ઉત્કૃષ્ટપદે છ દિશામાં સમસ્ત ગોલકમાં હોય છે, અન્યત્ર નહીં.
(૪) તેમાં - જઘન્યપદે લોકને અંતે હોય છે, જ્યાં ગોલકને સ્પર્શે તે નિગોદ દેશ વડે ત્રણ દિશામાં હોય છે, બાકીની દિશા અલોકમાં અનાવૃત્ત હોય છે. અર્થાત્‌ તે ખંડગોલ હોય છે. જ્યાં ગોલકમાં છ દિશામાં નિગોદ દેશ વડે સ્પર્શના થાય છે, તે ઉત્કૃષ્ટ પદે થાય છે, તે પરિપૂર્ણ ગોલકમાં થાય, બીજે નહીં. અર્થાત્‌ ખંડગોલકમાં નહીં, લોકમધ્યે તે હોય.
હવે પરિવચનમાં શંકા કરતા કહે છે – ઉત્કૃષ્ટે અસંખ્યગુણ જઘન્યથી કઈ રીતે હોય? ત્રણ દિશાની સ્પર્શનાથી છ દિશાની સ્પર્શના બમણી ન થાય?
(૫) જીવપ્રદેશ અપેક્ષાએ ઉત્કૃષ્ટપદ અસંખ્યાતગુણ છે. જઘન્યપદથી કેમ ન થાય? ત્રિદિક્‌ સ્પર્શનાથી ષડ્‌દિક્‌ સ્પર્શના નક્કી બમણી છે. તેથી ઉત્કૃષ્ટ પદ દ્વિગુણ જ થાય, તે અસંખ્યાતગુણ ઈષ્ટ છે. જઘન્યપદ આશ્રિત જીવ પ્રદેશાપેક્ષાએ અસંખ્યાતગુણ સર્વ જીવો કરતાં વિશેષીધક જીવપ્રદેશની યુક્તતાથી છે? - અહીં ઉત્તરમાં કહે છે કે –
(૬) જીવપ્રદેશો જઘન્યપદે થોડા છે. કઈ રીતે? કહે છે – નિગોદ માત્ર ક્ષેત્રમાં જેની અવગાહના છે, તે તથા એક અવગાહનાવાળા. તેના વડે જે સ્પર્શન-અવગાહનને જઘન્યપદના તે નિગોદ માત્ર અવગાહન સ્પર્શન, તેથી ખંડગોલક નિષ્પાદક નિગોદ વડે તેનું અસંસ્પર્શનથી આમ કહ્યું. ભૂમિની નજીકના અપવરક કોણના છેલ્લા પ્રદેશ સદૃશ જ જઘન્યપદ નામે પ્રદેશ છે. તેના આલોક સંબંધથી એક અવગાહના જ નિગોદને સ્પર્શે છે. ખંડગોલ નિષ્પાદકો સ્પર્શતા નથી. તેમાં વળી જઘન્યપદ કલ્પનાથી શત-જીવને સ્પર્શે છે. તે પ્રત્યેકને કલ્પના વડે જ લાખ પ્રદેશને તેમાં અવગાઢ છે. એ પ્રમાણે જઘન્યપદમાં કોટી જીવપ્રદેશોનો અવગાઢ છે, એ પ્રમાણે તેના જીવપ્રદેશો થોડાં છે, એમ કહ્યું.
હવે ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ પરિમાણ કહે છે –
સ્પર્શનામાં-ઉત્કૃષ્ટપદના પૂર્ણગોલક નિષ્પાદ નિગોદ વડે સંસ્પર્શનાના જે અસંખ્યાત ગુણત્વ જઘન્યપદ અપેક્ષાથી છે, તે તથા તે હેતુથી ઉત્કૃષ્ટ પદમાં અસંખ્યાતગુણા જીવપ્રદેશો જઘન્ય પદ અપેક્ષાથી હોય છે. ઉત્કૃષ્ટપદ જ સંપૂર્ણ ગોલક નિષ્પાદક નિગોદ વડે એક અવગાહના વડે અસંખ્યેયથી તથા ઉત્કૃષ્ટપદ અવિમોચનથી એક પ્રદેશ હાનિ વડે પ્રત્યેકના અસંખ્યેય વડે સ્પૃષ્ટ છે. તે વળી કલ્પના વડે કોટી સહસ્રથી જીવોનો સ્પર્શે છે, તેમાં પ્રત્યેક જીવપ્રદેશ લાખની અવગાહના વડે જીવપ્રદેશોના દશ કોડાકોડી અવગાઢ થાય છે, એ રીતે ઉત્કૃષ્ટ પદમાં તેને અસંખ્યગુણ વિચારવા.
હવે ગોલક પ્રરૂપણાને માટે કહે છે –
(૭) ઉત્કૃષ્ટપદ - વિવક્ષિત પ્રદેશને ન છોડીને નિગોદ અવગાહનાના એકના સર્વે દિશામાં નિગોદ અંતરો સ્થાપના વડે ગોલ નિષ્પાદિત થાય છે. કઈ રીતે? પ્રદેશની વૃદ્ધિ-હાનિ વડે, વિવક્ષિત અવગાહનાના કેટલાંક પ્રદેશોને આક્રમિત કરતા, કેટલાંકને મૂકીને-એ પ્રમાણે એક ગોલકની નિષ્પત્તિ થાય છે.
(૮) બીજા ગોલકની કલ્પના માટે કહે છે – તે ઉક્ત લક્ષણ ગોલકને આશ્રીને બીજા ગોલક નિષ્પન્ન થાય છે. કઈ રીતે? ઉત્કૃષ્ટ પદ, પૂર્વોક્ત ગોલક સંબંધી છોડીને જે અન્ય ગોલક હોય છે, તેમાં ઉત્કૃષ્ટ પદ કલ્પનાથી નિગોદ છે. તથા જે છે, તે કહે છે
(૯) ઉક્તક્રમથી નિગોદ માત્ર ક્ષેત્રમાં ગોલકની નિષ્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદ અવગાહના અતિરિક્ત નિગોદ દેશોનો બીજા ગોલકમાં અંદર પ્રવેશથી થાય. એ પ્રમાણે લોકમાં અસંખ્યાત ગોલક નિષ્પન્ન થાય છે. કેમકે નિગોદ અવગાહનાનું અસંખ્યપણું છે, પ્રતિનિગોદ અવગાહનથી ગોલકની નિષ્પત્તિ થાય છે.
હવે આ પ્રતિગોલક ઉત્કૃષ્ટપદ કહ્યા, તેને જ અહીં લેવા કે બીજાને?
(૧૦) વ્યવહારનયથી - સામાન્યથી, અનંતર કહેલ ઉત્કૃષ્ટ પદ કહ્યું, તેનાથી આ લેવું - શા માટે? તે કહે છે. ઉત્કૃષ્ટ પદોથી કેવલ અસંખ્યાત ગોલકો નથી, પરિપૂર્ણ ગોલક પણ પ્રરૂપિત ગોલકો અસંખ્યાત જ થાય છે, તેથી નિયત ઉત્કૃષ્ટ પદ કોઈ હોતું નથી. જે નૈશ્ચયિક ઉત્કૃષ્ટ પદ હોય છે, સર્વોત્કર્ષ યોગથી જે આ ગ્રહણ કરવું - તે કહે છે –
(૧૧) બાદર નિગોદના - કંદાદિના વિગ્રહગતિક આદિ તે બાદર નિગોદ વિગ્રહ ગતિકાદિ. આદિ શબ્દ અહીં વિગ્રહગતિના અવરોધાર્થે છે. જેમાં ઉત્કૃષ્ટ પદમાં સમધિક બીજા - સૂક્ષ્મ નિગોદ ગોલકથી બીજા ગોલક ઉત્કર્ષથી સબહુ નૈશ્ચયિક પદ થાય છે. બાદર નિગોદ જ પૃથ્વી આદિમાં અને પૃથ્વી આદિ સ્વસ્થાનમાં સ્વરૂપથી હોય છે, સૂક્ષ્મનિગોદ માફક સર્વત્ર નહીં, તેથી જેમાં ક્વચિત્‌ તે હોય, તે તાત્વિક રીતે ઉત્કૃષ્ટ પદ છે. આ જ વસ્તુ દર્શાવવાને કહે છે –
(૧૨) બાદર નિગોદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને બહુતુલ્ય-નિગોદ સંખ્યા, પ્રાયે સમાન છે. પ્રાયઃનું ગ્રહણ એકાદિના ન્યૂન-અધિકત્વના વ્યભિચારને પરિહારાર્થે છે. આ કયા છે? તે કહે છે – સંપૂર્ણ ગોલક, ખંડ ગોલક નહીં, તેથી કોઈ નિયત ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત થતું નથી. જેથી આમ છે, તેથી બાદરનિગોદાદિનું ઉત્કૃષ્ટ પદે ગ્રહણ કરાય છે.
હવે ગોલકાદિનું પ્રમાણ કહે છે – નિગોદના અસંખ્ય ગોલકના અસંખ્યાત ગોળા હોય છે. એક-એક નિગોદમાં અનંતજીવો જાણવા.
(૧૩) હવે જીવપ્રદેશ પરિમાણ પ્રરૂપણા પૂર્વક નિગોદાદિની અવગાહનાને જણાવવા કહે છે –
(૧૪) લોક અને જીવના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. તેઓ પરસ્પર તુલ્ય જ છે. તેઓના સંકોચ વિશેષથી અંગુલના અસંખ્યાત ભાગ નિગોદના તે જીવોના ગોલકનો અવગાહ છે. એ નિગોદાદિ સમઅવગાહના છે. તેના જ સમર્થનમાં કહે છે –
(૧૫) જે ક્ષેત્રમાં જીવો અવગાહે છે, તેમાં જ નિગોદ છે, જીવના અવસ્થાનથી નિગોદની વ્યાપ્તિ છે. શેષનિગોદ અવગાહનાનો બીજા ગોલકમાં પ્રવેશથી નિગોદ માત્રપણાથી ગોલકની અવગાહના છે. જે ક્ષેત્રમાં - આકાશમાં છે, તે જીવનિગોદ ગોળા છે. - X - હવે જીવાદિની અવગાહના સમપણાના સામર્થ્યથી જે એકત્ર પ્રદેશમાં જીવપ્રદેશમાન હોય છે, તેને કહેવાને પ્રસ્તાવનાર્થે પ્રશ્ન કરતા કહે છે – ઉત્કૃષ્ટ પ્રદેશમાં એક જીવપ્રદેશ રાશિના એક નિગોદના ગોળાના કેટલો સમોગાઢ હોય?
(૧૬) તેમાં જીવને આશ્રીને ઉત્તર આપે છે - જીવના લોકમાત્રના સૂક્ષ્મ અવગાહના અવગાઢના એકૈક પ્રદેશમાં અસંખ્ય પ્રદેશો હોય.
(૧૭) તે વળી કલ્પનાથી કોટીશત સંખ્યાના જીવપ્રદેશ રાશિના પ્રદેશ ૧૦,૦૦૦ સ્વરૂપ જીવ અવગાહના વડે ભાગથી ભાગતા લાખ પ્રમાણ થાય. હવે નિગોદને આશ્રીને કહે છે – ‘લોકના’ - કલ્પનાથી પ્રદેશ કોટી શતમાન વડે ભાગ કરતા નિગોદ અવગાહના કલ્પના વડે દશ હજાર માન વડે જે પ્રાપ્ત થાય તે લક્ષ પરિમાણ ઉત્કૃષ્ટ પદે અવગાઢ એક એક જીવોથી છે. અનંત જીવાત્મક નિગોદ સંબંધી એકૈક જીવ હોય.
(૧૮) આના વડે નિગોદના ઉત્કૃષ્ટ પદે જે અવગાઢ તે દર્શાવ્યો, હવે ગોલકને આશ્રીને જે અવગાઢ તે દર્શાવે છે –
(૧૯) જેમ નિગોદ જીવથી અસંખ્યેયગુણા તેના પ્રદેશો, ઉત્કૃષ્ટ પદમાં અતિગત છે, એ પ્રમાણે દ્રવ્યાર્થતાથી જાણવું, પ્રદેશાર્થતા વડે નહીં. સર્વે એક ગોલકગત જીવદ્રવ્ય વડે ઉત્કૃષ્ટ પદ અતિગત પ્રદેશ અસંખ્યાતગુણા થાય છે. અહીં જો કે અનંત જીવો છતાં નિગોદ કલ્પનાથી લાખ જીવ છે, ગોલકના પણ અસંખ્યાત નિગોદો હોવા છતાં કલ્પનાથી લાખ નિગોદ છે. તેમાં લાખને લાખથી ગણવાથી કોટી સહસ્ર સંખ્યાની કલ્પનાથી ગોલકમાં જીવપ્રદેશો હોય છે. ગોલક જીવથી એકત્ર પ્રદેશમાં અસંખ્ય ગણા જીવ પ્રદેશો હોય છે, તેમ કહ્યું, તેમાં ગુણાકાર રાશિથી પરિમાણ નિર્ણયાર્થે કહે છે –
(૨૦) પછી ફરી અનંતરોક્ત ઉત્કૃષ્ટ પદ અતિગત જીવપ્રદેશ રાશિ સંબંધિ, કેટલા પરિમાણથી અસંખ્યાત રાશિ વડે ગુણેલ છે, જેથી અસંખ્યાત ગણના વડે આવેલ હોય? કહે છે – દ્રવ્યાર્થતાથી, પ્રદેશતાથી નહીં, જેટલા સકલગોલક છે, તેટલા જાણવા. તે ઉત્કૃષ્ટ પદથી એક જીવ પ્રદેશ રાશિ માનવી, કેમકે સર્વ ગોલકોનું તેમાં તુલ્યપણું છે. ક્યા કારણથી અવગાહન તુલ્યતા નિગોદના ગોળાની છે ઈત્યાદિ–
(૨૧) કયા કારણથી - જીવ નિગોદ ગોળાની, અવગાહના તુલ્યત્વ, આનું અસંખ્યેય ભાગ માત્ર અવગાહનત્વથી છે - એ પ્રશ્ન છે. –
ગોલકો, સર્વલોક સંબંધી ઉત્કૃષ્ટ પદમાં જે એક જ જીવના પ્રદેશો છે, તે તથા તેના વડે ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ વડે તુલ્ય થાય છે. આના જ ભાવનાર્થને કહે છે –
(૨૨) ગોલક અવગાહના પ્રદેશોથી કલ્પના વડે ૧૦,૦૦૦ સંખ્યા વડે ભાગતા. લોકે - લોકપ્રદેશ રાશિમાં, કલ્પનાથી એક કોટિ શત પ્રમાણ પ્રાપ્ત થાય છે. ‘જે’ - સર્વ ગોલક સંખ્યા સ્થાન કલ્પના વડે લાખ, એ અર્થ છે. તે એક જીવસંબંધીના પૂર્વોક્ત પ્રકારથી કલ્પના વડે લાખ પ્રમાણ વડે ઉત્કૃષ્ટ પદના પ્રદેશ રાશિ સાથે તુલ્ય થાય છે. જેથી ગોલક ઉત્કૃષ્ટ પદથી એક જીવપ્રદેશ સાથે તુલ્ય થાય છે, તે સાધારણ જ છે. એ પ્રમાણે ગોલકોના ઉત્કૃષ્ટ પદગત એક જીવ પ્રદેશોનું તુલ્યત્વ સમર્થન કર્યુ. ફરી તેને જ પ્રકારાંતરથી સમર્થન આપે છે.
(૨૩) અથવા લોકના જ પ્રદેશમાં એક-એકમાં મૂકવા-વિવક્ષિત સમત્વ ગોલક એકૈકં - ત્યારપછી ઉક્ત ક્રમ સ્થાપનામાં ઉત્કૃષ્ટ પદમાં જે એક જીવપ્રદેશા છે, તે તથા તેમાં - તે પરિમાણમાં આકાશ પ્રદેશમાં ગોળા સમાય છે, તેમ જાણવું. અર્થાત્‌ ઉત્કૃષ્ટ પદે જેટલામાં એક જીવના પ્રદેશો છે, તેટલામાં ગોલકો પણ છે, તેમ જાણવું. તે કલ્પનાથી વળી લક્ષ પ્રાણ ઉભયમાં પણ છે. - - હવે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશા વિશેષાધિક છે, એમ કહેવાને તે સર્વે જીવોનું સમપણું બતાવે છે –
(૨૪) ગોલક અને જીવ પ્રદેશથી - અવગાહના પ્રદેશને આશ્રીને સમ છે. કલ્પનાથી બે પ્રદેશ દશ હજાર પ્રદેશને અવગાહે છે. સર્વે જીવો પણ સૂક્ષ્મ થાય છે, મધ્યમ અવગાહનાને આશ્રીને સમ અવગાહક છે, કલ્પનાથી જઘન્ય અવગાહના ૫૦૦૦ પ્રદેશ અને ઉત્કૃષ્ટે ૧૫,૦૦૦ પ્રદેશ છે, બંનેનો સરવાળો કરી અડધા કરવાથી મધ્યમા થાય છે. - X -
(૨૫) અહીં જો સદ્ભાવ સ્થાપનાથી કોટીશત સંખ્યપ્રદેશના જીવના આકાશ પ્રદેશ ૧૦,૦૦૦ને અવગાઢ જીવના પ્રતિપ્રદેશથી લાખ પ્રદેશ થાય, તે પૂર્વોક્ત પ્રકારથી નિગોદવર્તી જીવલક્ષણથી ગણતાં કોટી સહસ્ર થાય, પ્રતિ નિગોદમાં જીવલક્ષની કલ્પનાથી સર્વ જીવોના કોટીકોટી દશક થાય છે. હવે સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદ ગત જીવપ્રદેશો વિશેષાધિક છે, તે દર્શાવે છે.
(૨૬) જેનાથી કેટલાંક ખંડગોલક લોકાંતવર્તી વર્તે છે. - X - પૂર્ણ ગોલકોથી બીજા જીવરાશિ કલ્પનાથી કોટીકોટી દશક રૂપ ન્યૂન થાય છે - જેમકે પૂર્ણગોલકતામાં જ તેના યથોક્ત ભાવથી આમ છે, તેનાથી જે જીવરાશિ ખંડગોલકો પૂર્ણીભૂત છે, તે સર્વ જીવરાશિથી અસદ્‌ભૂતતાથી લઈ લેવામાં આવે, તે જો કલ્પનાથી કોટી પ્રમાણ હોય, તેમાં સર્વ જીવરાશિ લઈ લેતા સ્તોકતર થાય છે. ઉત્કૃષ્ટપદે તો યથોક્ત પ્રમાણ જ છે, એ રીતે તત્ત્વથી વિશેષાધિક થાય છે. વળી સમત્વ, ખંડગોલકોનું પૂર્મતાની વિવક્ષાથી કહ્યું, તથા બાદરવિગ્રહિકથી - બાદરનિગોદાદિ જીવ પ્રદેશથી ઉત્કૃષ્ટ પદે જે - જેનાથી સર્વ જીવ રાશિથી અધિક છે, તેથી સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદમાં જીવ પ્રદેશો વિશેષાધિક થાય છે. અહીં આ ભાવના છે–
બાદરવિગ્રહગતિક અનંત જીવોના સૂક્ષ્મ જીવ અસંખ્યાત ભાગવર્ત્તિની કલ્પનાથી કોટી પ્રાયઃ સંખ્યાની પૂર્વોક્ત જીવરાશિ પ્રમાણમાં પ્રક્ષેપથી સમત્વ પ્રાપ્ત થાય તો પણ, તે બાદરાદિ જીવ રાશિના કોટી પ્રાયઃ સંખ્યાના મધ્યથી ઉત્કૃષ્ટે અસંખ્યાત ભાગની કલ્પનાથી સો સંખ્યા વિવક્ષિત સૂક્ષ્મ ગોલક અવગાહનાથી અવગાહતા એક એક પ્રદેશમાં પ્રત્યેક જીવપ્રદેશ લક્ષના અવગાઢત્વથી લાખને સો વડે ગુણતા કોટી પ્રમાણત્વથી તેના ઉત્કૃષ્ટપદમાં પ્રક્ષેપથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટ પદ જીવપ્રદેશ પ્રમાણ કોટી અધિક થાય છે. જો આમ છે - તો સર્વે જીવોથી સ્પૃષ્ટને ગ્રહણ કરતા ઉત્કૃષ્ટ પદે પ્રદેશો નિયમા વિશેષાધિક થાય.
(૨૭) આ જ વાત બીજા પ્રકારે કહે છે – અથવા જેનાથી બહુસમ સૂક્ષ્મ લોકમાં અવગાહના છે, તે એક એક જીવને બુદ્ધિથી લેતા –
(૨૮) જેથી બહુસમ - પ્રાયઃ સમાન જીવ સંખ્યા કલ્પનાથી એક-એક અવગાહનામાં કોટી સહસ્ર જીવનું અવસ્થાન છે, ખંડગોલકથી વ્યભિચાર પરિહારાર્થે આ બહુગ્રહણ છે. સૂક્ષ્મ - સૂક્ષ્મ નિગોદ ગોલક, કલ્પનાથી લાખ કલ્પો. લોક - ચોદ રાજ પ્રમાણ લોકમાં, અવગાહનાથી સમાન છે. કલ્પનાથી દશ-દશ હજાર પ્રદેશમાં અવગાઢ હોવાથી કહ્યું. તેથી એક પ્રદેશ અવગાઢ જીવ પ્રદેશોના સર્વ જીવોના સમત્વ પરિજ્ઞાનને માટે એક એક જીવ બુદ્ધિ વડે કેવલિ સમુદ્ઘાત ગતિથી લોકમાં વિસ્તારવા.
આનો ભાવાર્થ આ છે - જેટલા ગોલકના એકત્ર પ્રદેશમાં જીવ પ્રદેશો હોય, કલ્પનાથી કોટી-કોટી દશક પ્રમાણ તેટલા જ વિસ્તારિત જીવોમાં લોકના એકત્ર પ્રદેશમાં તે હોય, બધાં જીવો તેની સમાન જ છે. તેથી કહ્યું છે
(૨૯) એ પ્રમાણે માત્ર ગોલક અને જીવો સમાન નથી. ઈત્યાદિ પૂર્વોક્ત ન્યાયથી જીવો એક પ્રદેશગત જીવપ્રદેશ વડે પણ સમાન છે. ઉત્તરાર્દ્ધની ભાવના પૂર્વવત્‌ જાણવી. હવે પૂર્વોક્ત રાશિના નિદર્શનને જણાવવા પ્રસ્તાવના કરતા કહે છે – તે રાશિને નિદર્શન માટે સુખેથી ગ્રહણ અને ગ્રાહવણાર્થે રાશિ પ્રમાણ સ્થાપનાથી આ પ્રત્યક્ષ કહું છું.
(૩૦) લાખ ગોલકના પ્રત્યેક ગોલકમાં લાખ નિગોદ છે, એક એક નિગોદમાં લાખ જીવો છે.
(૩૧) તે લોકમાં એક જીવના પ્રદેશો કોડીશત છે, ગોલક નિગોદ જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ અવગાહ છે.
(૩૨) એક એક જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ લોકમાં અવગાહ છે, એક એક પ્રદેશમાં લાખ પ્રદેશ અવગાઢ છે.
(૩૩) લાખ જીવો જઘન્ય પદમાં, કોડી જીવપ્રદેશ છે, ઉત્કૃષ્ટ પદમાં પ્રદેશાગ્ર અવગાઢ કહું છું.
(૩૪) કોડી સહસ્ર જીવોના દશ કોડીકોડી પ્રદેશો છે, ઉત્કૃષ્ટથી સર્વે જીવોનો આ અવગાઢ છે.
(૩૫) ઉત્કૃષ્ટ પદે બાદર જીવની કોડી પ્રદેશ સૂક્ષ્મમાં પ્રક્ષેપવા, આટલા ખંડગોલક કરવા જોઈએ.
(૩૬) ઉત્કૃષ્ટ પદે સૂક્ષ્મ જીવ પ્રદેશ રાશિની ઉપર કોડી પ્રમાણ બાદર જીવોનો પ્રક્ષેપ કરવો, શત કલ્પત્વથી વિવક્ષિત સૂક્ષ્મગોલક અવગાઢ બાદર જીવોનો છે, તેમાં પ્રત્યેક લાખ પ્રદેશ ઉત્કૃષ્ટ પદે અવસ્થિત્વથી છે. તે મળીને કરોડનો સદ્ભાવ થશે. તથા સર્વ જીવરાશિનો મધ્યથી શોધતા દૂર કરતા, આટલો - કોટી સંખ્યાનો કરવો જોઈએ. ખંડગોલક પૂર્ણતા કરવાને નિયુક્ત જીવોના તેઓના સદ્‌ભાવિકત્વથી આમ કહ્યું છે.
આમાં યથાસંભવ રાશિના અર્થવચન કરવા. સદ્ભાવથી તેને અસંખ્ય કે અનંત જાણવા.
આ માટે અપનય યથા સ્થાન પ્રાયઃ પૂર્વે દર્શાવેલ જ છે. અનંત - નિગોદ જીવો જો કે લાખ પ્રમાણ કહ્યા, તો પણ અનંતા, એ પ્રમાણે સર્વ જીવો છે. તથા નિગોદાદિ જે લાખ પ્રમાણ કહ્યા, તે પણ અસંખ્યાતા જાણવા.

Linked texts (1)