Pramāṇa · Search · About · API

Viyahapannatti 766

Viyāhapannatti: ṭīkānusārī vivecana 766

Language
Gujarati

766

‘ભગવતી’ સૂત્ર-૫૧૪ :– [૧૧/૧૧/૫૧૪]
તે કાળે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું-વર્ણન. દૂતિપલાશક ચૈત્ય હતું - વર્ણન. યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો.
તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તે ઋદ્ધિમાન્‌ યાવત્‌ અપરિભૂત હતો, શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા યાવત્‌ વિચરતો હતો. સ્વામી પધાર્યા. યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે.
ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થઈને સ્નાન કર્યુ, યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટપુષ્પની માળાયુક્ત છત્રને ધારણ કરીને પગે ચાલીને, મહાપુરુષ વર્ગથી પરિવૃત્ત થયેલો વાણિજ્ય ગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પંચવિધ અભિગમથી સન્મુખ જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ ઈત્યાદિ જેમ ઋષભદત્તમાં કહ્યું તેમ યાવત્‌ ત્રિવિધ એવી પર્યુપાસનાથી પર્યુપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર સુદર્શન શ્રેષ્ઠીને અને તે મહા-મોટી પર્ષદાને ધર્મ કહે છે યાવત્‌ તે આરાધક થયો. ત્યારે સુદર્શન શ્રેષ્ઠી ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત, તુષ્ટિત થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્‌ નમીને આમ કહે છે –
ભગવન્‌! કાળ કેટલા ભેદે છે? હે સુદર્શન! કાળ ચાર ભેદે છે – પ્રમાણકાળ, યથાનિવૃત્તિકાળ, મરણ કાળ, અદ્ધાકાળ.
તે પ્રમાણકાળ શું છે? બે ભેદે છે - દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ. ચાર પ્રહરનો દિવસ હોય, ચાર પ્રહરની રાત્રિ હોય છે.

Linked texts (1)