Viyahapannatti 767
Viyāhapannatti: ṭīkānusārī vivecana 767
- Language
- Gujarati
767
વિવેચન :–૫૧૪
પ્રમાણકાલ-જેના વડે મપાય છે-સો વર્ષ આદિ, તે પ્રમાણ. તેવો જે કાળ, તે પ્રમાણકાળ. અથવા પ્રમાણ -વર્ષાદિ કે તત્પ્રધાન, તેના અર્થનું પરિછેદન, એવો કાળ તે પ્રમાણકાળ - અદ્ધાકાલ વિશેષ દિવસાદિ સ્વરૂપ. કહ્યું છે કે–પ્રમાણકાળ બે ભેદે છે - દિવસ પ્રમાણ અને રાત્રિ પ્રમાણ, દિવસ અને રાત્રિ બંને ચાર પોરિસીરૂપ છે.
યથાયુનિર્વૃત્તિકાળ - જે પ્રકારે આયુષ્યની નિર્વૃત્તિ-બંધન, તથા જે કાળ-અવસ્થિતિ, તે યથાનિર્વૃત્તિ-કાળ-નારકાદિ આયુલક્ષણ. આ અદ્ધાકાળ જ આયુકર્મના અનુભવ વિશિષ્ટ બધાં સંસારી જીવોને હોય છે. કહ્યું છે કે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવોને જે યથાયુ બંધ છે, તે બીજા ભવમાં યથાયુકાળ તે પાળે છે.
‘મરણકાળ’ મરણથી શિષ્ટ કાળ તે મરણકાળ - અદ્ધાકાળ જ. અથવા મરણ એ જ કાળ, મરણના કાળ પર્યાયત્વથી મરણ કાળ.
‘અદ્ધાકાળ’ સમય આદિ વિશેષ, તદ્રૂપ કાળ તે અદ્ધાકાળ-ચંદ્ર-સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢીદ્વીપસમુદ્ર-વર્તી સમયાદિ. કહ્યું છે કે – સમય, આવલિ, મુહૂર્ત્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત્ત. - અહીં દિવસ અને રાત્રિ પૌરુષી કહી, તે પૌરુષીની પ્રરૂપણા કરે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit