Pramāṇa · Search · About · API

Viyahapannatti 781

Viyāhapannatti: ṭīkānusārī vivecana 781

Language
Gujarati

781

‘ભગવતી’ સૂત્ર-૫૨૫ થી ૫૨૮ :– [૧૧/૧૨/૫૨૫ થી ૫૨૮]
[૫૨૫] તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી હતી - વર્ણન. શંખવન ચૈત્ય હતું - વર્ણન. તે આલભિકા નગરીમાં ઋષિભદ્ર પુત્ર પ્રમુખ ઘણાં શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આઢ્ય યાવત્‌ અપરિભૂત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવત્‌ વિચરતા હતા.
ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આર્યો! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલાં કાળની કહી છે?
ત્યારે તે ઋષિભદ્ર શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું – હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત્‌ દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ, દેવલોક નથી.
ત્યારે તે શ્રાવકો ઋષિભદ્રપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી યાવત્‌ આ પ્રરૂપણાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ અર્થની અશ્રદ્ધા કરતા, અપ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
[૫૨૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્‌ મહાવીર યાવત્‌ પધાર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત, તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા’ ઉદ્દેશમાં છે તેમ જાણવું યાવત્‌ પર્યુપાસે છે. - - ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પર્ષદાને ધર્મકથા કહી યાવત્‌ આજ્ઞાના આરાધક થયા.
ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત-તુષ્ટિત થઈ ઉત્થાનથી ઉઠ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું–)
ભગવન્‌! એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્‌ પ્રરૂપ્યું કે – હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક યાવત્‌ પછી દેવ, દેવલોક નથી, હે ભગવન્‌! આમ કઈ રીતે હોય? આર્યોને આમંત્રીને શ્રમણ ભગવન્‌ મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું –
હે આર્યો! જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે યાવત્‌ પ્રરૂપેલ છે – હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક યાવત્‌ તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો! આમ જ કહું છું યાવત્‌ પ્રરૂપું છું - હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ આદિ પૂર્વવત્‌, તેના પછી દેવ, દેવલોક નથી, સત્ય છે.
ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્થને સાંભળીને, અવધારીને ભગવન્‌ને વંદન-નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા,જઈને ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદન-નમસ્કાર કરીને આ અર્થને સારીરીતે વિનયથી વારંવાર ખમાવે છે.
ત્યારપછી શ્રાવકોએ (ભગવંતને) પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, કરીને ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
[૫૨૭] ભગવન્‌! એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન્‌ મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું – હે ભગવન્‌! ઋષિભદ્રપુત્ર શ્રાવક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારિક પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ! ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણાં શીલ-વ્રત-ગુણ-વ્રત-વેરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ-યથાપરિગૃહિત તપોકર્મથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનો શ્રાવકપર્યાય પાળશે. પાળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોષીત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને, કાળ માસે કાળ કરી, સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે.
ભગવન્‌! તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમસ્વામી યાવત્‌ આત્માને ભાવિત કરતાં વિચરે છે.
[૫૨૮] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભીકા નગરીના શંખવત ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે.
તે કાળે, તે સમયે આલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવનચૈત્ય હતું - વર્ણન. તે શંખવનચૈત્યથી દૂર નહીં - નીકટ નહીં, (તેવા સ્થાને) પુદ્ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, યાવત્‌ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપોકર્મ વડે, ઉર્ધ્વ હાથ રાખી યાવત્‌ આતાપના લેતા વિચરે છે.
ત્યારે તે પુદ્ગલને છઠ્ઠ-છઠ્ઠના તપથી યાવત્‌ આતાપના લેતા, પ્રકૃતિભદ્રકતાથી શિવરાજર્ષિની જેમ યાવત્‌ વિભંગ નામે અજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી બ્રહ્મલોક કલ્પમાં રહેલ દેવોની સ્થિતિને જાણે છે - જુએ છે.
ત્યારે તે પુદ્ગલ પરિવ્રાજકને આ-આવા સ્વરૂપનો મનોગત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેની પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત્‌ ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને દેવલોક નથી.
આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ત્રિદંડકુંડિકા યાવત્‌ ધાતુરક્ત વસ્ત્રોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલભિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મૂકે છે, કરીને આલભિકા નગરીમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં એકમેકને આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે ઈત્યાદિ પૂર્વવત્‌, પછી દેવલોક અને દેવ નથી.
ત્યારે આલંભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત્‌ તે વાત કેમ માનવી?
સ્વામી પધાર્યા. યાવત્‌ પર્ષદા પાછી ફરી.
ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષાચર્યાએ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધું કહેવું યાવત્‌ હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું, આ પ્રમાણે ભાખુ છું યાવત્‌ પ્રરૂપું છું કે –
દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવત્‌ ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે અર્થાત્‌ દેવ-દેવલોક નથી.
ભગવન્‌! સૌધર્મ કલ્પમાં વર્ણ સહિત અને વર્ણ રહિત દ્રવ્ય અન્યોન્યબદ્ધ છે? ઈત્યાદિ પૂર્વવત્‌ કહેવું. યાવત્‌ તેમ જ છે.
આ પ્રમાણે ઈશાનમાં પણ યાવત્‌ અચ્યુતમાં કહેવું.
આ પ્રમાણે જ ગ્રૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું.
ઈષત્‌ પ્રાગ્ભારામાં પણ યાવત્‌ તેમ જ છે. ત્યારપછી તે મહામોટી પર્ષદા યાવત્‌ પાછી ગઈ.
ત્યારે આલંભિકા નગરીના શૃંગાટક, ત્રિક, ઈત્યાદિ બધું જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવત્‌ પુદ્ગલ અણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ કે – ત્રિદંડકુંડિક યાવત્‌ ધાતુરક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિભંગજ્ઞાન પડી ગયું.
આલંભિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળે છે યાવત્‌ ઉત્તર-પૂર્વ દિશામાં જાય છે, જઈને ત્રિદંડકુંડિક આદિ જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્‌ પ્રવ્રજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું યાવત્‌ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)