Pramāṇa · Search · About · API

Viyahapannatti 793

Viyāhapannatti: ṭīkānusārī vivecana 793

Language
Gujarati

793

વિવેચન :–૫૩૪ થી ૫૩૬
પોત્તે - પૌત્ર, પુત્રનું સંતાન, ચેડગ - વૈશાલી રાજા, નત્તુએ - દોહિત્ર, ભાઉજ્જ - ભત્રીજો, વેસાલીસાવગાણં૦ વૈશાલિક-ભગવાન્‌ મહાવીર, તેના વચનને સાંભળે-સંભળાવે, તેના રસિકપણાથી વૈશાલિક શ્રાવકો, તેના અર્હત્‌ દેવતા-સાધુની, પ્રથમ સ્થાન દેનારી, સાધુ પૂર્વે આવીને તેણીના ઘેર પહેલાં વસતિ યાચતા, તેથી તેણી સ્થાન દેનારી તરીકે પ્રસિદ્ધ હતી.
સભાવઓ - સ્વભાવથી પુદ્ગલોના મૂર્તત્વ માફક, પરિણામ એટલે ‘ન હોય તેનું થવું’ પુરુષના તારુણ્યવત્‌. - - જેની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિકા, બધાં જીવો મોક્ષે જશે? હા, જશે. અર્થાત્‌ બધાં જ ભવસિદ્ધિક જીવો મોક્ષે જશે, અન્યથા ભવસિદ્ધિકત્વ જ ન કહેવાય. હવે જો બધાં ભવ્યોનો મોક્ષ સ્વીકારીએ તો લોક ભવસિદ્ધિક શૂન્ય થાય. પણ તેમ નથી. જેમ બધો અનાગત કાળ વર્તમાનતાને પામે - X - તો પણ અનાગતકાલ વિરહિત લોક થતો નથી. - X - X - X -
જો બધાં ભવસિદ્ધિકો મોક્ષે જશે, તો જગત ભવ્યશૂન્યતા યુક્ત થઈ જશે. એવી ‘જયંતિ’ની શંકાનો પરિહાર દર્શાવવા માટે કહે છે – બુદ્ધિથી સર્વાકાશને ચતુરસ્ર પ્રતરવાળું કરાય, તે પ્રદેશ પંક્તિમાંથી - X - X - એક એક પરમાણું લેવામાં આવે ઈત્યાદિ - X - X - સિદ્ધિગમનનું કારણ ભવ્યત્વ જ છે, બીજું કંઈ નથી. તેથી ભવ્યત્વ એ સિદ્ધિગમન કારણ હોવાથી ભવ્યોનું, અભવ્યોને આશ્રીને અનિર્લેપન કહ્યું. અભવ્યોને છોડીને જે ભવ્યોનું નિર્લેપન કહ્યું, તે પણ ન રહે ઈત્યાદિ - X - કેટલાંક ભવ્ય થઈને પણ જો મોક્ષે ન જાય તો તેનામાં અને અભવ્યમાં શો ફેર? - વૃક્ષના દૃષ્ટાંતે - X - X - યોગ્ય હોવા છતાં કોઈક સિદ્ધ થતો નથી. ઘણાં ગોશીર્ષ ચંદનાદિ વૃક્ષો પ્રતિમાને યોગ્ય હોય છે, બીજા એરંડ નામના વૃક્ષો પ્રતિમાને અયોગ્ય હોય છે એ રીતે બધાં વૃક્ષોની યોગ્યતા પ્રતિમા ઉત્પાદનમાં હોતી નથી, કદાચ જેને સંપ્રાપ્તિ હોય, તેનામાં અયોગ્યતા હોતી નથી. જેને સંપ્રાપ્તિ છે, તે નિયમથી યોગ્ય વૃક્ષો છે, અયોગ્યને તેમ ન હોય આ પ્રમાણે જ સર્વ ભવ્યોની સિદ્ધિ કહી છે.
બધાં પણ ભવ્યો મોક્ષે જશે, એમ ભગવંતે કહ્યું, ત્યારે આ દૃષ્ટિથી જયંતીએ પૂછ્યું. અથવા કાળને આશ્રીને સર્વે ભવ્યોનું નિર્વાણ ન થાય, જેમ અતીત-અનાગત બંને કાળ તુલ્ય છે. તેમાં અતીત કાળમાં ભવ્યજીવોનો એક અનંત ભાગ સિદ્ધ થયો, તેટલો અનાગત કાળે પણ સિદ્ધ થશે. તે બંને પણ અનંત ભાગના સંકલનથી આનો અનંતભાગ થાય છે, એ પ્રમાણે સર્વે ભવ્યોનું સિદ્ધિગમન ન કહ્યું. વળી જે એમ કહે છે કે અતીત કાળથી અનાગતકાળ અનંતગુણ છે, તે મતાંતર છે, તેનું બીજ આ છે - જો બંને પણ તે સમાન હોય, તો મુહૂર્ત્ત પહેલા અતિક્રાંતમાં અતીતાદ્ધા સમઅધિક અને અનાગતદ્ધા હીન થાય. એ પ્રમાણે મુહૂર્ત્તાદિ વડે પ્રતક્ષણે ક્ષય પામતા પણ જેમ અનાગતકાળ ક્ષીણ થતો નથી, પછી બાકી રહેલ કાળ, તે પણ અનંતગુણ હોય છે, જેમ આ બંનેનું સમત્વ છે, તેમ, જેમ અનાગત કાળનો અંત નથી, તેમ અતીતકાળની આદિ એ સમ છે.
સુતેલા જીવો સિદ્ધ થતાં નથી, તો જાગતાં થાય? તે દર્શાવતું સૂત્ર-તેમાં નિદ્રાવશત્વ તે સુપ્તત્વ, જાગરણ તે જાગર, તે જેને હોય તે જાગરિક, તેનો ભાવ તે જાગરિકત્વ.
ધર્મ - શ્રુત, ચારિત્રરૂપ, તેનાથી વિચરે તે ધાર્મિક, તેના નિષેધથી અધાર્મિક. એવું કેમ? ધર્મ - શ્રુતરૂપને અનુસરે તે ધર્માનુગ, તેના નિષેધથી અધર્માનુગ. કેમ? ધર્મ - શ્રુતરૂપ, એ જ ઈષ્ટવલ્લભ કે પૂજ્ય છે, જેને તે ધર્મેષ્ટ કે ધર્મીષ્ટ. અતિશયધર્મી તે ધર્મીષ્ઠ, તેના નિષેધથી અધર્મેષ્ટ, અધર્મીષ્ટ, અધર્મીષ્ઠ. તેથી જ - ધર્મને ઉપાદેય રૂપે ન જાણે, તે અધર્મપ્રલોકી. ધર્મમાં રંજન ન પામે તે અધર્મપ્રરંજની એ રીતે ધર્મરૂપ-ચારિત્રાત્મક સમાચાર, સપ્રમોદ આચાર જેનો નથી તે. તેથી જ અધર્મ-ચારિત્ર-શ્રુત વિરુદ્ધરૂપે જીવિકા કરનાર, તે અધર્મવૃત્તિકલ્પિક.
અનંતર સુતા-જાગતાનું સારાપણું કહ્યું, હવે દુર્બલાદિ તે જ પ્રમાણે પ્રરૂપવા બે સૂત્ર કહે છે – બલિયત્તં ૦ ઈત્યાદિ જેને બળ છે તે બલિક, જેને દુષ્ટ બલ છે તે દુર્બલ. જેઓ ઈન્દ્રિયને વશ થતા નથી તે દક્ષ છે, જેઓ ઈન્દ્રિયને વશ થાય છે, તે કહે છે – શ્રોત્રેન્દ્રિય વશત્વથી - તેની પરતંત્રતાથી પીડિત, શ્રોત્રેન્દ્રિયને વશ ગયેલ તે શ્રોત્રેન્દ્રિયવશાર્ત્ત જાણવા.

Linked texts (1)