Pramāṇa · Search · About · API

Viyahapannatti 798

Viyāhapannatti: ṭīkānusārī vivecana 798

Language
Gujarati

798

‘ભગવતી’ સૂત્ર-૫૩૮ :– [૧૨/૪/૫૩૮]
રાજગૃહે યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! બે પરમાણુ પુદ્ગલ જ્યારે સંયુક્ત થઈને એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે? ગૌતમ! દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને બીજું એક પરમાણુ પુદ્ગલ થાય છે.
ભગવન્‌! ત્રણ પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો શું થાય? ગૌતમ! ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતાં એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્‌! ચાર પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો યાવત્‌ પૃચ્છા. ગૌતમ! ચતુષ્પ્રદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્‌! પાંચ પરમાણુ પુદ્ગલ પૃચ્છા. ગૌતમ! પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે-ત્રણ-ચાર-પાંચ ભેદ થાય. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભેદ કરાતા એક દ્વિપરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય, અથવા એક પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ ભેદ કરાતા પાંચ પરમાણુ પુદ્ગલ થાય છે.
ભગવન્‌! છ પરમાણુ પુદ્ગલોની પૃચ્છા. ગૌતમ! છ પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભાગ કરાતા બે-ત્રણ યાવત્‌ છ ભેદ થાય. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, બીજી તરફ પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ, બીજી તરફ ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે અથવા બંને તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બીજી તરફ ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ થાય છે, બીજી તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. છ ભેદ કરાતા છ પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્‌! સાત પરમાણુ પુદ્ગલની પૃચ્છા. ગૌતમ! સાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે થી સાત ભાગ થાય. બે ભાગ કરાતા એક-પરમાણુ પુદ્ગલ, એક-છ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે.
– ત્રણ ભેદ કરાતા એક-બે પરમાણુ પુદ્ગલો, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ પુદ્ગલ, એક - બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક - બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે.
– ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ. એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક-બે પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક-પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે.
– પાંચ ભેદ કરાતા એક-ચાર પરમાણુ પુદ્ગલો, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક - ત્રણ પરમાણુ પુદ્ગલો, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. - છ ભેદ કરાતા એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. - સાત ભેદ કરાતા સાત પરમાણુ પુદ્ગલો થાય છે.
ભગવન્‌! આઠ પરમાણુ પુદ્ગલોની પૃચ્છા, ગૌતમ! આઠ પ્રદેશિક સ્કંધ થાય છે. યાવત્‌ બે ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક સાત પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે અથવા બે પરમાણુ પુદ્ગલો, એક દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
પાંચ ભાગ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ અથવા એક તરફ બે પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
છ ભાગ કરાતા એક તરફ પાંચ પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય –
સાત ભાગ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક દ્વિ પ્રદેશિક સ્કંધ થાય. - - આઠ ભાગ કરાતા આઠ પરમાણુ પુદ્ગલ થાય.
ભગવન્‌! નવ પરમાણુ પુદ્ગલની પૃચ્છા. ગૌતમ! યાવત્‌ નવવિધ ભાગ થાય. બે ભાગ કરાતા એક પરમાણુ, એક આઠ પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે એક-એકની વૃદ્ધિ કરવી યાવત્‌ એક ચતુઃપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક સપ્ત પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે.
ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ. એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્ર-દેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, બે દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધો થાય. અથવા ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ. અથવા એક તરફ ત્રણ પરમાણુ, બે ત્રિપ્રદેશિક પ્રદેશ થાય. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય. -
છ ભેદ કરાતા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ - ત્રણ પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક ત્રિ પ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ પાંચ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
આઠ ભેદ કરાતા એક તરફ સાત પરમાણુ, એક દ્વિ પ્રદેશિક સ્કંધ થાય.
નવ ભેદ કરાતા નવ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્‌! દશ પરમાણુ પુદ્ગલ યાવત્‌ બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક નવ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય. એ રીતે એકૈકની વૃદ્ધિ કરતા યાવત્‌ અથવા બે પંચપ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક સપ્તપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક છપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ. ચાર દ્વિપ્રદેષિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા-છ પરમાણુ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક ત્રિપ્રદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય.
દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્‌! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે? ગૌતમ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવત્‌ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય.
બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ. એક સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - X - એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે યાવત્‌ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્‌ એક દશપ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. બે પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્‌ અથવા બે પરમાણુ, એક દશ પ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, બે સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય યાવત્‌ અથવા એક પરમાણુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય.
આ પ્રમાણે આ ક્રમે પાંચ યાવત્‌ નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવત્‌ અથવા એક દશપ્રદેશી, નવ સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા દશે સંખ્યાતપ્રદેશી સ્કંધ થાય.
સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્‌! અસંખ્યાત પરમાણુ પુદ્ગલો એક સાથે મળતાં શું થાય? ગૌતમ! અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય. તેના ભાગ કરતા બે યાવત્‌ દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય.
બે ભાગ કરાતા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય. યાવત્‌ અથવા એક દશપ્રદેશી, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય અથવા બંને અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય યાવત્‌ એક પરમાણુ, એક દશપ્રદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંખ્યાતપ્રદેશી, એક અસંખ્યાપ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય યાવત્‌ અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી.
ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્‌ દશક સંયોગ, જે રીતે સંખ્યાતપ્રદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ આ - અસંખ્યાતમાં એક અધિક કહેવું યાવત્‌ અથવા દશ અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે.
સંખ્યાત ભાગ કરાતા એક સંખ્યાત પરમાણુ પુદ્ગલ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાતદ્વિપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય છે. એ પ્રમાણે યાવત્‌ અથવા સંખ્યાત દશપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય.
અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્‌! અનંતા પરમાણુ પુદ્ગલો યાવત્‌ શું થાય? ગૌતમ! અનંત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત્‌ દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે.
બે ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક અનંતપ્રદેશિક સ્કંધ યાવત્‌ અથવા બે અનંતપ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અનંતપ્રદેશિક સ્કંધ થાય. યાવત્‌ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી, એક અનંતપ્રદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપ્રદેશી સ્કંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અનંતપ્રદેશી સ્કંધ થાય. યાવત્‌ એક દશપ્રદેશી, બે અનંતપ્રદેશી સ્કંધ થાય અથવા એક સંખ્યાતપ્રદેશી, બે અનંતપ્રદેશી સ્કંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશી, બે અનંત પ્રદેશી સ્કંધ થાય અથવા ત્રણે અનંતપ્રદેશી સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા-ત્રણ પરમાણુ પુદ્ગલો, એક અનંત પ્રદેશી સ્કંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્‌ અસંખ્યાત સંયોગ, બધાં અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે – એક અનંતક અધિક કહેવું યાવત્‌ અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અનંતપ્રદેશી સ્કંધ થાય છે.
અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે. યાવત્‌ અથવા એક અસંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત અસંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી સ્કંધ થાય. અથવા અસંખ્ય અનંતપ્રદેશી સ્કંધ થાય છે.
અનંત ભાગ કરાતા અનંત પરમાણુ પુદ્ગલો થાય.

Linked texts (1)