Pramāṇa · Search · About · API

Viyahapannatti 799

Viyāhapannatti: ṭīkānusārī vivecana 799

Language
Gujarati

799

વિવેચન :–૫૩૮
એગયઓ - એકત્વથી, એકપણે. સાહન્નંતિ - સંયુક્તરૂપે એકઠા થવું તે. દ્વિપ્રદેશિક સ્કંધના ભેદમાં એક વિકલ્પ છે, ત્રિપ્રદેશિકના બે, ચતુઃપ્રદેશિકના ચાર, પંચપ્રદેશિકના છ, છ પ્રદેશિકના દશ, સાત પ્રદેશિકના ૧૪, આઠ પ્રદેશિકના ૨૧, નવ પ્રદેશિકના-૨૮, દશ પ્રદેશિકના-૪૦, સંખ્યાત પ્રદેશિકના બે ભેદે-૧૧, ત્રણ ભેદે-૨૧, ચાર ભેદે-૩૧, પાંચ ભેદે-૪૧, છ ભેદે-૫૧, સપ્તભેદે-૬૧, આઠ ભેદે-૭૧, નવ ભેદે-૮૧, દશ ભેદે-૯૧, સંખ્યાત ભેદત્વમાં તો એક વિકલ્પ છે.
અસંખ્યાતપ્રદેશિકના બે ભાગે-૧૨, ત્રણ ભાગે-૨૩, ચાર ભાગે-૩૪, પાંચ ભાગે-૪૫, છ ભાગે-૫૬, સાત ભાગે-૬૭, આઠ ભાગે-૭૮, નવ ભાગે-૮૯, દશ ભાગે-૧૦૦, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાત ભેદ કરણમાં તો માત્ર એક જ વિકલ્પ કહેલ છે.
અનંતપ્રદેશિકમાં બે ભાગે-૧૩, ત્રણ ભાગે-૨૫, ચાર ભાગે-૩૭, પંચ ભાગે-૪૯, છ ભાગે-૬૧, સાત ભાગે-૭૩, આઠ ભાગે-૮૫, નવ ભાગે-૯૭, દશ ભાગે-૧૦૯, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાતત્વમાં-૧૩, અનંત ભેદ કરણમાં તો એક જ વિકલ્પ કહેલ છે. - X - X - X -
પૂર્વે પુદ્ગલોનું સંહનન કહ્યું, તેને આશ્રીને કહે છે –

Linked texts (1)