Pramāṇa · Search · About · API

Viyahapannatti 801

Viyāhapannatti: ṭīkānusārī vivecana 801

Language
Gujarati

801

વિવેચન :–૫૩૯
એએસિ - અનંતર કહેલ સ્વરૂપવાળા પરમાણુ પુદ્ગલોના. અર્થાત્‌ પરમાણુના. સાહણણ - સંહનન, સંઘાત, ભેદ એટલે વિયોજન તેનો યોગ તે સંહનન ભેદાનુપાત. તેના વડે બધાં પુદ્ગલ દ્રવ્યો સાથે પરમાણુનો સંયોગ અને વિયોગ. અનંતાનંત - અનંત વડે અનંતને ગુણવા તે. એક પણ પરમાણુ, બે અણુકાદિથી અનંત અણુ દ્રવ્ય સાથે સંયોજતા અનંતા પરિવર્તા પામે છે. કેમકે પ્રતિદ્રવ્ય પરિવર્તનો ભાવ છે. પરમાણુના અનંતત્વથી, પ્રતિ પરમાણુના અનંતપણાથી પરિવર્ત-પરમાણુપુદ્ગલ પરિવર્તોના અનંતાનંતત્વ જાણવા. પુદ્ગલ પરિયટ્ટ - પુદ્ગલ દ્રવ્ય સાથે પરિવર્ત - પરમાણુનું મિલન તે પુદ્ગલ પરિવર્ત - X - આખ્યાતા - ભગવંત વડે પ્રરૂપિત એમ જાણવું. હવે પુદ્ગલ પરિવર્તના ભેદોને કહે છે –
ઓરાલિય પોગ્ગલ પરિયટ્ટે - ઔદારિક શરીરમાં વર્તતા જીવ વડે જે ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોના ઔદારિક શરીર વડે સમસ્ત પણે ગ્રહણ તે ઔદારિક પુદ્ગલ પરિવર્ત. એ પ્રમાણે બીજામાં પણ જાણવું.
નારક જીવોને અનાદિ સંસારમાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તો કહ્યા. - - અતીત અનંત અનાદિપણાથી અતીતકાળે જીવના અનાદિ-પણાથી અપરાપર પુદ્ગલ ગ્રહણ સ્વરૂપત્વથી એગમેગસ્સ૦ સૂત્ર કહ્યું.
પુરક્ખડ - પુરસ્કૃત, ભાવિમાં થનાર. કોઈ જીવને દૂરભવ્ય કે અભવ્યને તે હોય છે, કોઈ જીવને નથી હોતું, ઉદ્વર્તીને જે માનુષત્વને પામીને સિદ્ધિમાં જાય છે - સંખ્યાત કે અસંખ્યાતભવે જાય છે, જે સિદ્ધિમાં તેને પરિવર્ત હોતું નથી. કેમકે તે અનંતકાલપણાથી છે.
એગત્તિય - એક નારકાદિને આશ્રીને, સત્ત - ઔદારિકાદિ સાત પ્રકારના પુદ્ગલ વિષયપણાથી, સાત દંડકના ૨૪ દંડકો થાય છે. એકત્વ અને પૃથક્ત્વ દંડકોમાં આ વિશેષ છે - એકત્વ દંડકોમાં ભાવિ પુદ્ગલ પરાવર્ત કોઈને ન પણ હોય. બહુત્વ દંડકમાં તે હોય છે. આ કથન જીવસામાન્યના આશ્રયથી કર્યુ.
એગમેગસ્સ૦ નારકપણામાં વર્તમાનને ઔદારિક પુદ્ગલ ગ્રહણના અભાવથી એકને નથી. નૈરયિકના અસુરકુમારપણામાં૦ અહીં વર્તમાનકાલીન નૈરયિકના અસુરકુમારપણામાં અતીત-અનાગત કાળસંબંધી જાણવું. એગુત્તરિયા૦ એક પછી ઉત્તરોત્તર અનંતા સુધી. આના વડે એમ સૂચવે છે કે – કોઈને હોય છે, કોઈને નથી હોતા, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય. એવં જત્થ વેઉવ્વિય સરીરં૦ જેમાં - વાયુકાયમાં, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચમાં, વ્યંતરાદિમાં વૈક્રિયશરીરમાં એક અથવા ઈત્યાદિ કહેવું. ‘જેને નથી’ તે જેમ અપ્‌કાયાદિમાં વૈક્રિય નથી તેમાં પૃથ્વીકાયિક માફક કહેવું. તેમને વૈક્રિય પુદ્ગલ પરાવર્ત નથી તેમ કહેવું.
તેયાપોગ્ગલે૦ તૈજસ, કાર્મણ પુદ્ગલ પરાવર્ત, નારકાદિ સર્વે જીવોમાં એકાદિ પૂર્વવત્‌ કહેવા. કેમકે આ બંને બધામાં હોય છે. મન પુદ્ગલ પરાવર્ત પંચેન્દ્રિયોમાં જ હોય. વિકલેન્દ્રિયથી એકેન્દ્રિયો પણ લેવા. તેમને પણ ઈન્દ્રિયનું અસંપૂર્ણત્વ છે. મનોવૃત્તિનો અભાવ છે. તેથી તેમને મનઃપુદ્ગલ પરાવર્ત ન હોય. તૈજસાદિ પરિવર્ત માફક સર્વનારકાદિ જીવ પદોમાં વચન પુદ્ગલ પરાવર્ત કહેવું. માત્ર એકેન્દ્રિયમાં વચન અભાવથી ન કહેવું. - X –
હવે ઔદારિકાદિ પુદ્ગલ પરાવર્ત સ્વરૂપ –

Linked texts (1)