Pramāṇa · Search · About · API

Viyahapannatti 802

Viyāhapannatti: ṭīkānusārī vivecana 802

Language
Gujarati

802

‘ભગવતી’ સૂત્ર-૫૪૦ :– [૧૨/૪/૫૪૦]
ભગવન્‌! ઔદારિક પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવર્ત, એમ કેમ કહેવાય છે? ગૌતમ! ઔદારિક શરીરમાં વર્તતા જીવે ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા, બદ્ધ-સ્પૃષ્ટ કર્યા છે, પોષિત-પ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભિસમન્વાગત-પર્યાપ્ત-પરિણામિત-નિર્જિર્ણ-નિઃસૃત-નિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ! એમ કહ્યું૦
એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ છે. વિશેષ આ - વૈક્રિય શરીરમાં વર્તમાન વૈક્રિયશરીર યોગ્ય૦ બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ આન-પ્રાણ પુદ્ગલ પરાવર્ત કહેવું. વિશેષ આ - આનપ્રાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો આન-પ્રાણપણાએ. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા કાળે નિષ્પન્ન થાય? ગૌતમ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીકાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ જાણવું. યાવત્‌ આનપ્રાણ પુદ્ગલ૦
ભગવન્‌! આ ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ, વૈક્રિય યાવત્‌ આનપ્રાણ પુદ્ગલ પરાવર્તકાળમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી અલ્પ કાર્મણ પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ છે. તૈજસ પુદ્ગલ૦ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ૦ અનંત ગુણ, આનપ્રાણ પુદ્ગલ૦ અનંતગુણ, મનપુદ્ગલ૦ અનંતગુણ, વચનપુદ્ગલ૦ અનંતગુણ, તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્ત નિર્વર્તનાકાળ અનંતગુણ જાણવો.

Linked texts (1)