Viyahapannatti 807
Viyāhapannatti: ṭīkānusārī vivecana 807
- Language
- Gujarati
807
‘ભગવતી’ સૂત્ર-૫૪૨, ૫૪૩ :– [૧૨/૫/૫૪૨, ૫૪૩]
[૫૪૨] રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ છે? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવન્! ક્રોધ, કોપ, રોસ, દોષ, અક્ષમ, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, ભંડન, વિવાદ આ બધાંના કેટલા વર્ણ યાવત્ સ્પર્શ છે? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે.
ભગવન્! માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, અત્યુત્ક્રોશ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામના કેટલા વર્ણાદિ છે? ગૌતમ! પાંચ વર્ણ આદિ ક્રોધ પ્રમાણે છે
ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કર્ક, કુરૂપા, જિહ્મતા, કિલ્બિષ, આદરણ, ગૂહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વર્ણાદિ છે? ગૌતમ! પાંચ આદિ.
ભગવન્! લોભ, ઈચ્છા, મૂર્ચ્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. આ કેટલાં વર્ણાદિના છે? ક્રોધ મુજબ જાણવું.
ભગવન્! રાગ, દ્વેષ, કલહ યાવત્ મિથ્યાદર્શનશલ્ય. આ બધાં કેટલા વર્ણના છે? ક્રોધની જેમ યાવત્ ચાર સ્પર્શ સુધી કહેવું.
[૫૪૩] ભગવન્! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક, આ બધાં કેટલા વર્ણના યાવત્ કેટલા સ્પર્શવાળા છે? ગૌતમ! અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે.
ભગવન્! ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિકી ચારે કેટલાં વર્ણાદિથી છે? પૂર્વવત્ યાવત્ અસ્પર્શા કહેવા.
ભગવન્! અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચારે કેટલા વર્ણાદિવાળા છે? એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ અસ્પર્શા કહ્યા છે.
ભગવન્! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આ બધાં કેટલા વર્ણાદિવાળા છે? તે પ્રમાણે પૂર્વવત્ યાવત્ અસ્પર્શા છે.
ભગવન્! સાતમું અવકાશાંતર કેટલા વર્ણાદિવાળા છે? એ પ્રમાણે યાવત્ અસ્પર્શી છે.
ભગવન્! સાતમો તનુવાત કેટલા વર્ણ આદિથી છે? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ - આઠ સ્પર્શવાળો કહ્યો છે. જેમ સાતમો તનુવાત છે, તેમ સાતમો ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી કહેવા. છઠ્ઠો અવકાશાંતર વર્ણાદિ રહિત છે. તનુવાત યાવત્ છઠ્ઠી પૃથ્વી એ આઠ સ્પર્શવાળા છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીની વક્તવ્યતા માફક યાવત્ પહેલી પૃથ્વી કહેવા.
જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઈષત્પ્રાગ્ભારા પૃથ્વી, નૈરયિક વાસ યાવત્ વૈમાનિકવાસ આ બધાં જ આઠ સ્પર્શવાળા છે.
ભગવન્! નૈરયિકો કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે? ગૌતમ! વૈક્રિય અને તૈજસની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે, કાર્મણને આશ્રીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શવાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત્ સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ઔદારિક અને તૈજસની અપેક્ષાએ પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કાર્મણને આશ્રીને, નૈરયિકવત્, જીવને આશ્રીને પૂર્વવત્, એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય જાણવા. વિશેષ આ - વાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવત્ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો વાયુકાયિકવત્ જાણવા. મનુષ્ય વિષયક પૃચ્છા. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શો છે. કાર્મણ અને જીવને આશ્રીને નૈરયિકવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા.
ધર્માસ્તિકાય યાવત્ પુદ્ગલ, આ બધાં વર્ણાદિરહિત છે. વિશેષ એ કે પુદ્ગલો પાંચવર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠસ્પર્શવાળા છે.
જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, એ બધાં ચાર સ્પર્શવાળા છે.
ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણાદિથી છે? દ્રવ્યલેશ્યાને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શો છે. ભાવલેશ્યાને આશ્રીને અવર્ણાદિ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા પર્યન્ત જાણવું.
સમ્યગ્દૃષ્ટ્યાદિ ત્રણ, ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાન યાવત્ વિભંગજ્ઞાન, આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા અવર્ણાદિ છે.
ઔદારિક શરીર યાવત્ તૈજસ શરીર, એ બધાં આઠ સ્પર્શ વાળા છે, કાર્મણશરીર ચાર સ્પર્શવાળુ છે. મનોયોગ, વચનયોગ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પર્શવાળો છે. સાકારોપયોગ, અનાકારોપયોગ વર્ણાદિરહિત છે.
ભગવન્! સર્વે દ્રવ્યો કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ! કેટલા સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો પાંચવર્ણ યાવત્ ચાર સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો એક ગંધ, એક વર્ણ, એક રસ, બે સ્પર્શવાળા છે, કેટલાંક સર્વદ્રવ્યો વર્ણ યાવત્ સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વે પર્યાયો, અતીતકાળ અવર્ણ યાવત્ અસ્પર્શા છે. એ પ્રમાણે અનાગતકાળ, સર્વકાળ પણ જાણવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit