Pramāṇa · Search · About · API

Viyahapannatti 808

Viyāhapannatti: ṭīkānusārī vivecana 808

Language
Gujarati

808

વિવેચન :–૫૪૨, ૫૪૩
પ્રાણાતિપાતજનિત કે તદ્જનક ચારિત્ર મોહનીય કર્મોપચારથી પ્રાણાતિપાત જ લેવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. તેના પુદ્ગલ રૂપત્વથી વર્ણાદિ થાય છે, તેથી કહ્યું છે કે – પાંચ વર્ણ ઈત્યાદિ. કહ્યું છે કે – પાંચ રસ, પાંચ વર્ણથી પરિણત, બે ગંધ, ચાર સ્પર્શવાળા અનંત પ્રદેશ દ્રવ્યો, સિદ્ધો કરતાં અનંતગુણહીન છે. ચાર સ્પર્શ તે - સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, સ્પર્શો સૂક્ષ્મ પરિણામ પરિણત પુદ્ગલોના હોય છે, સૂક્ષ્મ પરિણામત તે કર્મ.
ક્રોધ-ક્રોધ પરિણામ જનક કર્મ, તેમાં ક્રોધ એ સામાન્ય નામ છે. કોપ આદિ તેના વિશેષ નામ છે. તેમાં કોપ - ક્રોધોદય સ્વભાવથી ચલન માત્ર. રોસ - ક્રોધનો જ અનુબંધ, દોસ - આત્માને કે બીજાને દૂષણરૂપ. આ ક્રોધના કાર્ય છે. દ્વેષ - અપ્રીતિ માત્ર, અક્ષમા - બીજાએ કરેલ અપરાધને ન સહેવો તે. સંજ્વલન - ધીમે ધીમે ક્રોધાગ્નિ વડે જ્વલન, કલહ - મોટા શબ્દોથી અન્યોન્ય અસમંજસ ભાષણ, આ ક્રોધ કાર્ય છે. ચાંડિક્ક - રૌદ્રાકારકરણ, આ પણ ક્રોધ કાર્ય જ છે. ભંડન - દંડાદિથી યુદ્ધ, વિવાદ - વિપ્રતિપત્તિથી ઉદ્ભવેલ વચનો. આ બધાં તેના કાર્યો છે. અથવા આ શબ્દો એકાર્થક છે.
માણ - માન પરિણામ જનક કર્મ, તેમાં માન એ સામાન્ય નામ છે, મદ આદિ વિશેષ નામ છે. તેમાં મદ - હર્ષમાત્ર, દર્પ - દૃપ્તતા, સ્તંભ - અનમ્રતા, ગર્વ - શૌંડીર્ય, અત્તુક્કોસ - પોતા કે બીજા પ્રત્યે ગુણની ઉત્કૃષ્ટતા કહેવી. પરપરિવાદ - બીજા વિશે હલકું બોલવું અથવા ગુણોથી પરિપાતન. ઉક્કોસ - પોતાના કે પારકાના થોડી ક્રિયા વડે ઉત્કૃષ્ટતા કરવી તે અથવા ઉત્કાશન-અભિમાનથી સ્વકીય સમૃદ્ધિ આદિનું પ્રકાશન. અવક્કાસ - અપકર્ષણ કે અવકર્ષણ-અભિમાનથી પોતાની કે બીજાની ક્રિયાના આરંભ વડે કંઈ પણ વ્યાવર્ત્તન કે અભિમાનથી ન પ્રકાશવું તે. ઉણ્ણએ-નમનરહિત,નમનના અભિમાનથી ઉન્નત્ત.અથવા નયરહિત કે નયાભાવ. ઉણ્ણામ-મદ અનુપ્રવેશથી ઉન્નમન. દુન્નામ-મદથી દુષ્ટ નમન કરવું. આ સ્તંભાદિ માનના કાર્યો છે અથવા માનસૂચક શબ્દો છે
માયા - સામાન્ય નામ છે, ઉપધિ આદિ તેના ભેદો છે. તેમાં ઉવહિ - કોઈને ઠગવા માટે તેની પાસે જઈને દુર્ભાવ કરવો. નિયડિ - નિત્ય કરણ કે નિકૃતિ. આદર કરીને બીજાને ઠગવા, પૂર્વકૃત માયાને ઢાંકવા બીજી માયા કરવી. વલએ - જે ભાવથી વલય માફક-વક્રવચન ચેષ્ટામાં પ્રવર્તે તે ભાવવલય. ગહણ - બીજાને વ્યામોહ માટે જે વચન જાળ તે. નૂમ - બીજાને ઠગવા નિમ્નતાથી કે નિમ્નસ્થાનનો આશ્રય કરવો તે. કક્ક - હિંસાદિરૂપ પાપ, તે નિમિત્તે જે ઠગવાનો અભિપ્રાય. કુરૂવ - જે રીતે રૂપ કુત્સિત થાય, તે રીતે વિમોહ પમાડે, ભાંડાદિ કર્મ માયા વિશેષ. જિમ્હ - બીજાને ઠગવાના અભિપ્રાયથી ક્રિયામાં મંદતાનું આલંબન કરે. કિબ્બિસ - માયા વિશેષથી જન્માંતરે કે અહીં કિલ્બિષ થાય, આયરણય - માયાચારથી કોઈનો આદર કરવો - સામે જવું, બીજાને ઠગવા માટે વિવિધ ક્રિયા આચરણ, ગૂહન - સ્વરૂપને ગોપવવું, વંચન - બીજાને ઠગવા, પલિઉંચણયા - સરળતાથી પ્રવૃત્તના વચનનું ખંડન. સાઈજોગ - અવિશ્વાસ. યુક્ત સંબંધ, ઉત્કૃષ્ટ દ્રવ્ય સાથે નિકૃષ્ટ દ્રવ્યનો સંયોગ કરવો. આ બધી માયા છે. અથવા માયાદિ શબ્દો એકાર્થક છે.
લોભ - સામાન્ય ભેદ, ઈચ્છાદિ તેનો વિશેષ ભેદ. તેમાં ઈચ્છા-અભિલાષ માત્ર, મુર્ચ્છા – સંરક્ષણા-નુબંધ, કાંક્ષા - અપ્રાપ્તાર્થની આશંસા, ગેહિ - ગૃદ્ધિ, પ્રાપ્તાર્થમાં આસક્તિ, તણ્હ - પ્રાપ્ત પદાર્થનો વ્યય ન થાય તે ઈચ્છા. ભિજ્જ - વિષયોનું ધ્યાન, અભિજ્ઝ - ભિદ્યા સદૃશ ભાવાંતર, તેમાં અદૃઢ અભિનિવેશ, ચિત્ત ચંચળતા, આસાસણય - આશંસા, મારા પુત્ર કે શિષ્યને આવું, આવું થાઓ, ઈત્યાદિ રૂપ આશા, પત્થણય - પ્રાર્થના, બીજા પાસે અર્થની યાંછા, લાલપ્પણય - પ્રાર્થના માટે જ વારંવાર બોલવું, કામાસ - શબ્દરૂપ પ્રાપ્તિ સંભાવના, ભોગાસ - ગંધાદિ પ્રાપ્ત સંભાવના, જીવિતાસ - જીવિતવ્ય પ્રાપ્તિ સંભાવના, મરણાસા - કોઈ અવસ્થામાં મરણ પ્રાપ્તિની ઈચ્છા કરવી, નંદિરાગ - વિદ્યમાન સમૃદ્ધ વસ્તુ પરત્વે હર્ષ કે મમત્વ ભાવ, પેજ્જ - પ્રેમ, પુત્રાદિ વિષય સ્નેહ, દોસ - અપ્રીતિ, કલહ - પ્રેમ, હાસ્યાદિ વશ ઉત્પન્ન વાક્યુદ્ધ.
યાવત્‌ શબ્દથી આ પ્રમાણે જાણવું - અભ્યાખ્યાન, પૈશુન્ય, અરતિરતિ, પરપરિવાદ, માયામૃષા.
હવે ઉક્ત અઢાર પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોથી વિપરીત-તેના સ્વરૂપને જણાવવા કહે છે – અહે૦ત્યાદિ - વધ આદિ સ્મરણો જીવ ઉપયોગ સ્વરૂપ અને મૂર્ત-અમૂર્તત્વથી જીવ ઉપયોગ છે, તેના-વધાદિ વિરમણોનું અમૂર્તત્વ છે, તેથી અવર્ણાદિપણું છે.
જીવના રૂપ વિશેષને આશ્રીને કહે છે – જેનું પ્રયોજન ઉત્પત્તિ જ છે, તે ઔત્પાત્તિકી. (શંકા) ક્ષયોપશમ એ તેનો હેતુ નથી? સત્ય છે, તે અંતરંગપણાથી સર્વ બુદ્ધિ સાધારણ છે, માટે વિવક્ષા કરી નથી, તે અન્ય શાસ્ત્રાદિકર્માભ્યાસાદિની અપેક્ષા રાખતી નથી, માટે ઔત્પાતિકી, વેણઈય - વિનય અર્થાત્‌ ગુરુ શુશ્રૂષા, તે જેનું કારણ છે, તેનાથી પ્રધાન તે વૈનયિકી. કમ્મય - આચાર્ય રહિત તે કર્મ, આચાર્યસહિત તે શિલ્પ અથવા કર્મ અને શિલ્પ એ નિત્ય વ્યવહાર છે. તે કર્મથી જન્મેલ તે કર્મજા. પારિણામિય-પરિ - ચોતરફથી નમવું તે, પરિણામ - સુદીર્ઘકાલ પૂર્વાપરાર્થ અવલોકનાદિજન્ય આત્મધર્મ, તે જેનું કારણ છે તે પારિણામિકી બુદ્ધિ. જીવધર્મત્વથી અમૂર્ત હોવાથી અવર્ણાદિ છે.
જીવધર્મ અધિકારથી અવગ્રહાદિ સૂત્ર અને કર્માદિસૂત્ર. અમૂર્ત અધિકારથી અવકાશાંતર સૂત્ર. અમૂર્તત્વના વિપરીતપણાથી તનુવાત આદિ સૂત્ર કહ્યા છે. જેમકે - સત્તમે ણં૦ પહેલી, બીજી પૃથ્વીના જે અંતરાલમાં આકાશખંડ, તે પ્રથમ, તેની અપેક્ષાએ સાતમું, સપ્તમીની નીચે, તેની ઉપર સાતમો તનુવાત, તેની ઉપર સાતમો ઘનવાત, તેની ઉપર સાતમો ઘનોદધિ, તેની ઉપર સાતમી પૃથ્વી, તનુવાતાદિના પૌદ્ગલિક મૂર્ત્તત્વથી પંચવર્ણાદિત્વ છે, બાદર પરિણામથી આઠ સ્પર્શત્વ છે. આઠ સ્પર્શ આ છે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કઠિન, લઘુ, ગુરુ ભેદથી.
જંબૂદ્વીપમાં - અહીં યાવત્‌ કરણથી લવણસમુદ્રાદિ પદો કહેવા. યાવત્‌ વૈમાનિકવાસા. અહીં યાવત્‌ કરણથી અસુરકુમારાવાસાદિ ગ્રહણ કરવા, તે ભવન, નગર, વિમાન, તિર્છાલોકમાં તે નગરીઓ.
વૈક્રિય, તૈજસ શરીરમાં જ બાદર પરિણામ પુદ્ગલરૂપ છે, તેથી બાદરત્વથી તેમાં નારકોનું અષ્ટ સ્પર્શત્વ છે. કાર્મણને આશ્રીને સૂક્ષ્મ પરિણામ પુદ્ગલરૂપથી ચાર સ્પર્શ છે તે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ છે.
ધમ્મત્થિકાએ અહીં યાવત્‌ કરણથી આમ જાણવું - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આવલિકા, મુહૂર્ત્ત ઈત્યાદિ. - દ્રવ્ય લેશ્યાવર્ણ, ભાવલેશ્યા-આંતર પરિણામ. અહીં કૃષ્ણલેશ્યાદિથી પરિગ્રહ સંજ્ઞા સુધી વર્ણાદિરહિત, જીવપરિણામત્વથી છે ઔદારિકાદિ ચાર શરીરો પંચવર્ણાદિ અને આઠ સ્પર્શો બાદર પરિણામ પુદ્ગલ રૂપત્વથી છે. સર્વત્ર ચાર સ્પર્શત્વમાં સૂક્ષ્મ પરિણામ કારણથી છે, અને અષ્ટ સ્પર્શત્વ બાદર પરિણામ કારણથી કહેવા.
સવ્વદવ્વ - ધર્માસ્તિકાયાદિ, કેટલાંક સર્વદ્રવ્યો પંચવર્ણ ઈત્યાદિ બાદર પુદ્ગલ દ્રવ્યોને આશ્રીને કહ્યા. સર્વ દ્રવ્યો મધ્યે કેટલાંક પંચવર્ણાદિ છે. ‘ચાર સ્પર્શ’ એ અહીં પુદ્ગલ દ્રવ્યોને જ સૂક્ષ્મને આશ્રીને છે. એક ગંધ ઈત્યાદિ પરમાણુ આદિ દ્રવ્યોને આશ્રીને છે. પરમાણુ દ્રવ્યોને આશ્રીને કહે છે – તેનું અંત્ય કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ હોય છે, એકરસ-વર્ણ-ગંધ-બે સ્પર્શ અને કાર્યલિંગ. બે સ્પર્શ સૂક્ષ્મસંબંધી છે, ચાર સ્પર્શોમાંના કોઈપણ અવિરુદ્ધ હોય છે. તેથી કહે છે – સ્નિગ્ધ, ઉષ્ણ લક્ષણ કે સ્નિગ્ધ શીત લક્ષણ કે રૂક્ષશીતલક્ષણ કે રૂક્ષ ઉષ્ણ લક્ષણ. અવણ્ણ૦ આદિ, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને આશ્રીને કહે છે – દ્રવ્યાશ્રિતપણાથી પ્રદેશ પર્યાયોના દ્રવ્ય સૂત્રાંતરથી તે સૂત્ર છે. તેમાં પ્રદેશ એટલે દ્રવ્યના નિર્વિભાગ અંશો, પર્યવો એટલે ધર્મો. તે આ પ્રમાણે કહેવા - ભગવન્‌! સર્વ પ્રદેશો વર્ણથી છે? ગૌતમ! કેટલાંક સર્વ પ્રદેશો પંચવર્ણી યાવત્‌ આઠ સ્પર્શવાળા છે. અહીં મૂર્ત દ્રવ્યોના પ્રદેશો અને પર્યવો મૂર્ત્તદ્રવ્યવત્‌ પંચવર્ણાદિ, અમૂર્તદ્રવ્યોના અમૂર્ત્તદ્રવ્યવત્‌ વર્ણાદિ. અતીતકાળાદિ ત્રણ, અમૂર્ત્તત્વથી અવર્ણાદિ છે. વર્ણાદિ અધિકારથી કહે છે –

Linked texts (1)