Pramāṇa · Search · About · API

Viyahapannatti 812

Viyāhapannatti: ṭīkānusārī vivecana 812

Language
Gujarati

812

‘ભગવતી’ સૂત્ર-૫૪૬ :– [૧૨/૬/૫૪૬]
રાજગૃહમાં યાવત્‌ આ પ્રમાણે કહે છે – ભગવન્‌! ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે - ખરેખર રાહુ ચંદ્રને ગ્રસે છે, હે ભગવન્‌! તે કઈ રીતે આમ હોય? હે ગૌતમ! જે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત્‌ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ! હું એમ કહું છું. યાવત્‌ એમ પ્રરૂપું છું - એ પ્રમાણે નિશ્ચે રાહુ દેવ મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યધર, ઉત્તમ ગંધધર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે – શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખરક, દર્દુરક, મગર, મત્સ્ય, કાચબો, કૃષ્ણસર્પ.
રાહુનું દેવવિમાન પંચવર્ણી છે – કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર, શુક્લ. તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળું, નીલ રાહુ વિમાન લીલી તુંબી સમાન વર્ણપ્રભાવાળું છે. લોહિત રાહુ વિમાન મંજિટ્ઠ વર્ણાભાવાળું છે. પીત રાહુ વિમાન હાલિદ્ર વર્ણાભાવાળું છે. શુક્લ રાહુ વિમાન ભસ્મરાશિ વર્ણાભાવાળું કહ્યું છે.
જ્યારે ગમનાગમન કરતો, વિકુર્વણા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની લેશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે.
જ્યારે ગમનાગમન - વિકુર્વણા-પરિચાર કરતો રાહુદેવ ચંદ્રની લેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો રાહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા કહ્યા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમમાં બે આલવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તર-પશ્ચિમમાં બે આલાવા કહેવા. એ પ્રમાણે યાવત્‌ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે.
જ્યારે ગમનાગમન, વિકુર્વણા, પરિચાર કરતો રાહુ ચંદ્ર લેશ્યાને આવરતો-આવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – એ પ્રમાણે નિશ્ચે રાહુએ ચંદ્રનું ગ્રહણ કર્યુ, એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો રાહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે – નિશ્ચે ચંદ્રએ રાહુની કુક્ષીનું ભેદન કર્યુ. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની લેશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે – નિશ્ચે રાહુ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમના-ગમન કરતો રાહુ ચંદ્ર લેશ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે – નિશ્ચે રાહુએ ચંદ્રને ગ્રસ્યો.
ભગવન્‌ ! રાહુ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે તે ધ્રુવરાહુ છે, તે કૃષ્ણપક્ષની એકમથી પંદર ભાગથી ચંદ્રની લેશ્યાના પંદરમાં ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે – એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવત્‌ પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સર્વથા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુક્લ પક્ષમાં ચંદ્રમાંને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવત્‌ પંદરમાં દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે.
તેમાં જે પર્વરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪૨-માસમાં ચંદ્રને અને ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે.

Linked texts (1)