Viyahapannatti 813
Viyāhapannatti: ṭīkānusārī vivecana 813
- Language
- Gujarati
813
વિવેચન :–૫૪૬
મિચ્છંતે - તેમનું વચન મિથ્યાત્વ છે કેમકે અપ્રમાણ છે અને કુપ્રવચન સંસ્કારોથી યુક્ત છે. ગ્રહણ એ રાહુ અને ચંદ્રના વિમાનની અપેક્ષાએ છે, વિમાનનો ગ્રાસક-ગ્રસનીય સંભવ નથી. આ ઘરને આ ખાઈ ગયો એવો વ્યવહાર દેખાતો નથી? સાચું, તે માત્ર આચ્છાદ્ય-આચ્છાદક ભાવથી છે, અન્યથા નથી. આચ્છાદન ભાવથી ગ્રાસ વિવક્ષામાં અહીં પણ વિરોધ નથી. હવે જે સાચું છે, તે દર્શાવવાને કહે છે - અહં પુણ૦ આદિ.
ખંજન - દીપમાલિકાનું કાજળ, તેનો જે વર્ણ, તેના જેવી આભા જેની છે તે, તથા લાઉયં - તુંબિકા, તે પક્વ અવસ્થામાં લેવું. ભસ્મરાશિ - રાખના ઢગલા જેવી વર્ણની આભા. તેથી શું તે કહે છે – ચાલતો જઈને, પછી પાછો આવતો કૃષ્ણવર્ણાદિ વિમાન વડે, તેમ કહેવું સ્વભાવચારથી ચરતો, આ બે પદ વડે સ્વભાવિક ગતિ કહી. વિકુર્વણા કરતો, પરિચાર - કામક્રીડા કરતો, આ બંનેથી અતિ ત્વરાથી પ્રવર્તમાન વિસંસ્થુલ ચેષ્ટા વડે પોતાના વિમાનમાં અસમંજસથી વળે છે. આ બંને અસ્વાભાવિકી વિમાનગતિના ગ્રહણને માટે કહેલ છે.
રાહુ, પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરતો ચંદ્ર દીપ્તિના આવૃત્તપણાથી ચંદ્રલેશ્યાને આગળથી આવરીને, પછી ચંદ્રની અપેક્ષાએ બીજી તરફ જાય છે. - X - રાહુની અપેક્ષાથી પૂર્વ દિશામાં ચંદ્ર પોતાને દેખાડે છે, ચંદ્રની અપેક્ષાએ પશ્ચિમમાં રાહુ પોતાને દેખાડે છે.
આવા પ્રકારની સ્વભાવતામાં રાહુ અને ચંદ્રને જે થાય છે તે કહે છે – જયાણં૦ આદિ. - X - ચંદ્ર વડે રાહુની કુક્ષી ભેદવી એટલે રાહુના અંશની મધ્યથી ચંદ્ર ગયો તેમ કહેવું. - X - પચ્ચોસક્કઈ - પાછો ફરતો, વંત - પરિત્યજતો, સપક્ખ - જેમ સમાન દિશા થાય છે, સપ્રતિદિક્ - સમાન વિદિશા જે રીતે થાય છે, એ રીતે ચંદ્રની લેશ્યાને આવરીને રહે છે. તેથી આવરણ માત્રથી આ વૈસ્રસિક ચંદ્રનું રાહુ વડે ગ્રહણ થયું (કહેવાય છે.) કાર્મણથી નહીં.
હવે રાહુના ભેદ કહે છે – જે ચંદ્રની સાથે હંમેશા નજીક રહીને સંચરે છે, તે ધ્રુવરાહુ કહ્યું છે કે – કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી વિરહિત હોય છે, તે ચાર અંગુલથી વધુ હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. જે પર્વમાં - પૂનમ અને અમાસમાં ચંદ્ર-સૂર્યને આવરે તે પર્વરાહુ.
તેમાં જે ધ્રુવરાહુ ઈત્યાદિ એકમથી આરંભીને બાકીના પોતાના પંદર ભાગથી પંદરમાં ભાગે ચંદ્રની લેશ્યાને - ચંદ્રબિંબ સંબંધી આવરતો - આવરતો રોજ રહે છે. પઢમાએ - પહેલી તિથિમાં, પન્નરસૈસુ - પંદરમાં દિવસમાં અર્થાત્ અમાસમાં, પંદર ભાગ આવરીને રહે છે. એ પ્રમાણે જે થાય છે, તે કહે છે – છેલ્લા સમયે પંદર ભાગ યુક્ત કૃષ્ણપક્ષના અંતિમ કાળે કે કાળ વિશેષે ચંદ્ર રક્ત થાય છે - રાહુ વડે આવરાય છે - સર્વથા આચ્છાદિત થાય છે. બાકીના સમયે-એકમાદિ કાળે ચંદ્ર રક્ત કે વિરક્ત હોય છે. અર્થાત્ અંશથી રાહુ વડે આચ્છાદિત, અંશથી રાહુ વડે અનાચ્છાદિત.
એ જ પ્રમાણે ચંદ્રલેશ્યાનો પંદરમો ભાગ શુક્લ પક્ષની એકમથી જાણવો. પંદર ભાગ વડે ખૂલ્લો કરતો - રાહુ પોતે ખસતા-ખસતા પ્રગટ કરીને રહે છે. પૂનમના ચંદ્ર વિરક્ત થાય છે અર્થાત્ સર્વથા શુક્લ થાય છે. કેમકે તે સર્વથા અનાચ્છાદિત હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – ૧૬-ભાગ કરાયેલ ચંદ્રનો ૧૬-મો ભાગ અવસ્થિત જ રહે છે. જે બાકીના ભાગો છે, તેને રાહુ પ્રત્યેક તિથિએ એકૈક ભાગ કૃષ્ણપક્ષમાં આવરે છે, શુક્લ પક્ષમાં એક-એક ભાગને મુક્ત કરે છે. - - જ્યોતિષ્ કરંડકમાં પણ કહ્યું છે – ૧૬-ભાગ કરાયેલ ચંદ્રનો ૧૬-મો ભાગ અવસ્થિત જ રહે છે. જે બાકીના ભાગો છે, તેને રાહુ પ્રત્યેક તિથિએ એકૈક ભાગ કૃષ્ણ પક્ષમાં આવરે છે, શુક્લ પક્ષમાં એક-એક ભાગને મુક્ત કરે છે. - - જ્યોતિષ્ કરંડકમાં પણ કહ્યું છે – ૧૬-ભાગ કરીને ચંદ્ર હાનિ પામે છે, અહીં ૧૫ છે, તેથી તેટલા જ ભાગોને ફરી જ્યોત્સ્નામાં વધારો કરે છે. અહીં ૧૬-માં ભાગની કલ્પના વ્યવહારમાં કરાઈ નથી, તે ૧૬-માં ભાગના અવસ્થિત ઉપલક્ષણથી સંભવે છે.
(શંકા) ચંદ્ર વિમાનનો ૫/૬૧ ભાગ ન્યૂન યોજન પ્રમાણત્વથી અને રાહુ વિમાનનો ગ્રહવિમાનત્વથી અર્દ્ધ યોજન પ્રમાણત્વથી કઈ રીતે ૧૫ એ પ્રમાણ છે? તેનાથી રાહુ ગ્રહનું ઉક્તથી અધિક પ્રમાણ વિમાન સંભવે છે? બીજું, વળી રાહુ-નાનું એવું પણ રાહુવિમાન મોટા કિરણ જાળથી તેને આવરે છે. કેટલા દિવસ સુધી ધ્રુવરાહુ વિમાનથી ગ્રહણ પ્રાપ્ત થાય, કેટલા દિવસથી નહીં તેનું કારણ શું? - અહીં ઉત્તરમાં કહે છે–
જે દિવસોમાં ચંદ્ર અતિ તમસ્ થાય છે, તેમાં તેનું વિમાન ગોળ જણાય છે, જેમાં અભિભૂત ન થાય, તેના વિશુદ્ધયમાનપણાથી તેમાં વૃત્તત્વ જણાતું નથી. કહ્યું પણ છે કે – કેટલા દિવસોમાં ધ્રુવરાહુ વિમાનનો વૃત્ત ભાગ દેખાય છે, જેમ ગ્રહણમાં પર્વરાહુ કેટલોક દેખાતો નથી. જે વિશુદ્ધયમાન ચંદ્ર તમસ્ વડે અતિ અભિભૂત થતો નથી, ગ્રહણમાં વૃત્ત ભાગ પામતો નથી - તમસ્તમ બહુલ પર્વરાહુ.
સાડા ત્રણ વર્ષથી ઉપર ચંદ્રની લેશ્યા આવરીને રહે છે. સૂર્યનો પણ તેમજ છે. વિશેષ આ - ઉત્કૃષ્ટથી ૪૮ સંવત્સર. હવે ચંદ્રના ‘શશિ’ એવા નામને તેના અન્વર્થથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit