Viyahapannatti 819
Viyāhapannatti: ṭīkānusārī vivecana 819
- Language
- Gujarati
819
‘ભગવતી’ સૂત્ર-૫૫૦ :– [૧૨/૭/૫૫૦]
તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું – ભગવન્! લોક કેટલો મોટો છે? ગૌતમ! અતિ મહાન્ છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે.
ભગવન્! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મ-મરણ કરેલ ન હોય? ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
ભગવન્! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય? ગૌતમ! જેમ કોઈ પુરુષ, બકરીઓ માટે એક મોટો અજાવ્રજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને રાખે, ત્યાં તેમને માટે પ્રચુર ગોચર અને પ્રચુર પાણી હોય. જો તે બકરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો હે ગૌતમ! તે અજાવ્રજનો કોઈ પણ પરમાણુ-પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, લોહી, ચર્મ, રોમ, શૃંગ, ખુર અને નખોથી અસ્પૃષ્ટ ન રહ્યો હોય? ભગવન્ ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહી પણ શકે કે, જે તે બકરીના મલ-મૂત્ર યાવત્ નખોથી સ્પૃષ્ટ થયો ન હોય, પણ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના અનાદિ હોવાના કારણે, જીવના નિત્યભાવ, કર્મ બહુત્વ, જન્મ-મરણ બહુલ્યને આશ્રીને કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી એમ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit