Pramāṇa · Search · About · API

Viyahapannatti 820

Viyāhapannatti: ṭīkānusārī vivecana 820

Language
Gujarati

820

વિવેચન :–૫૫૦
- X - X - અજાવ્રજ - બકરીનો વાડો. અયાસહસ્સ - જો કે સો બકરી પ્રાયોગ્ય વાડામાં ઉત્કૃષ્ટથી હજાર બકરીનું પ્રક્ષેપણ કહ્યું, તે તેમના અતિ સંકીર્ણતામાં અવસ્થાન જણાવાવને માટે છે.
પઉરગોયરાઓ૦ પ્રચુર ચારાની ભૂમિ અને પ્રચુર પાણી, આના દ્વારા તેમના પ્રચુર મૂત્ર-મળ સંભવ કહ્યો. ભુખ-તરસના વિરહ રહિત સારી રીતે રહેવાનું જણાવ્યું. નખ - ખુરનો અગ્રભાગ, - X - X - X - કઈ રીતે આ બને? તે કહે છે. લોકનો ક્ષય સંભવતો નથી, તેથી કહ્યું છે કે –
લોકના શાશ્વત ભાવ આશ્રીને આ યોગ છે. શાશ્વતપણું છતાં લોકનું - સંસારનું સાદિત્વ ન થાય, તેથી તેનું અનાદિત્વ કહ્યું. વિવિધ જીવની અપેક્ષાથી સંસારનું અનાદિત્વ હોવા છતાં વિવક્ષિત જીવના અનિત્યત્વથી ઉક્ત અર્થ ન થાય, તેથી જીવનું નિત્યત્વ કહ્યું, જીવના નિત્યત્વ છતાં કર્મોનું અલ્પત્વ તથાવિધ સંસરણ અભાવથી ઉક્ત વસ્તુ ન થાય, તેથી કર્મનું બાહુલ્ય કહ્યું. કર્મના બાહુલ્ય છતાં પણ જન્માદિથી અલ્પત્વ ન કહેવાય, તેથી જન્માદિ બાહુલ્ય કહ્યું. - આ જ વસ્તુને બતાવે છે –

Linked texts (1)