Viyahapannatti 824
Viyāhapannatti: ṭīkānusārī vivecana 824
- Language
- Gujarati
824
‘ભગવતી’ સૂત્ર-૫૫૨ :– [૧૨/૮/૫૫૨]
તે કાળે, તે સમયે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ ચ્યવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! થાય. શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, સત્ય, સત્યાવપાત, સંનિહિત પ્રાતિહારિક પણ થાય? હા, થાય.
ભગવન્! તે ત્યાંથી ઉદ્વર્ત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ યાવત્ અંતકર થાય? હા, યાવત્ થાય.
ભગવન્! મહર્દ્ધિક દેવ, એ રીતે યાવત્ દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય? એ પ્રમાણે જેમ ‘નાગ’માં કહ્યું તેમ જાણવું.
ભગવન્! મહર્દ્ધિક દેવ યાવત્ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય? હા, થાય. એ પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે - વિવિધતા યાવત્ સંનિહિત પ્રાતિહારીક હોય છે. લાઉલ્લોયિત પૂજિત થાય છે? હા, થાય છે. બાકી પૂર્વવત્ યાવત્ અંત કરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit