Pramāṇa · Search · About · API

Viyahapannatti 829

Viyāhapannatti: ṭīkānusārī vivecana 829

Language
Gujarati

829

‘ભગવતી’ સૂત્ર-૫૫૪ થી ૫૫૯ :– [૧૨/૯/૫૫૪ થી ૫૫૯]
[૫૫૪] ભગવન્‌! દેવો કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે છે – ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ.
ભગવન્‌ ! ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રવ્યદેવ’ કેમ કહે છે? ગૌતમ! જે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે (ભાવિ દેવપણાથી) હે ગૌતમ! ભવ્યદ્રવ્યદેવ, કહેવાય છે.
ભગવન્‌ ! નરદેવ ને નરદેવ એમ કેમ કહે છે? ગૌતમ! જે આ ચાતુરંત ચક્રવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બત્રીશ હજાર ઉત્તમ રાજા જેના માર્ગને અનુસરે છે, ઉત્તમ સાગરરૂપ મેખલા પર્યન્ત પૃથ્વીના અધિપતિ છે, મનુષ્યોમાં ઈન્દ્ર છે, તેથી તેમને યાવત્‌ નરદેવ કહેવામાં આવે છે.
ભગવન્‌! ધર્મદેવને ધર્મદેવ કેમ કહે છે? ગૌતમ! જે આ અણગાર ભગવંત ઈર્યાસમિત યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તેઓને યાવત્‌ ‘ધર્મદેવ’ એમ કહેવામાં આવે છે.
ભગવન્‌! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે? ગૌતમ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરિહંત ભગવંત યાવત્‌ સર્વદર્શી છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે.
ભગવન્‌! ભાવદેવને ભાવદેવ કેમ કહે છે? ગૌતમ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિનામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાવદેવ કહેવાય છે.
[૫૫૫] ભગવન્‌! ભવ્ય દ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી-તિર્યંચથી-મનુષ્યથી-દેવમાંથી આવીને ઉપજે છે? ગૌતમ! નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવમાંથી આવીને ઉપજે છે, ‘વ્યુત્ક્રાંતિ’ પદાનુસાર બધાંનો ઉપપાત યાવત્‌ અનુત્તરોપપાતિક કહેવો. વિશેષ આ કે – અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દ્વીપજ, સર્વાર્થસિદ્ધના જીવોને છોડીને યાવત્‌ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સર્વાર્થ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી.
ભગવન્‌! નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે? શું નૈરયિકથી, ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ! નૈરયિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી.
જો નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે કે યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે? ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે, પણ શર્કરાપ્રભાથી અધઃસપ્તમી પૃથ્વીથી આવીને ન ઉપજે.
જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજે? ગૌતમ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધાં દેવોમાંથી ઉત્પાત વ્યુત્ક્રાંતિભેદથી સર્વાર્થસિદ્ધ પર્યન્ત કહેવું.
ભગવન્‌! ધર્મદેવ, ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકમાંથી ઈત્યાદિ, વ્યુત્ક્રાંતિ ભેદથી બધાંનો ઉપપાત યાવત્‌ સર્વાર્થસિદ્ધ સુધી કહેવો, વિશેષ આ - [તેઉ, વાયુ] તમા, અધઃસપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દ્વીપજમાંથી ન ઉપજે.
ભગવન્‌! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકથી આવીને ઉપજે? પૃચ્છા. ગૌતમ! નૈરયિકથી અને દેવથી આવીને ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે.
જો નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃથ્વીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો.
જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવત્‌ સર્વાર્થસિદ્ધ. બાકીના દેવલોક છોડી દેવા.
ભગવન્‌! ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે જેમ વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું.
[૫૫૬] ભગવન્‌! ભવ્ય દ્રવ્ય દેવોની કેટલી કાળની સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - નરદેવ વિશે પૃચ્છા-જઘન્યથી ૭૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વ.
ભગવન્‌! ધર્મદેવ વિશે પૃચ્છા-ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી.
દેવાધિદેવ વિશે પૃચ્છા - જઘન્યથી ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટે ૮૪ લાખ.
ભાવદેવ વિશે પૃચ્છા - ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ.
[૫૫૭] ભગવન્‌! ભવ્યદ્રવ્ય દેવ, શું એક રૂપ વિકુર્વવા સમર્થ છે કે અનેકરૂપ વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! એક પણ વિકુર્વે અને અનેક પણ વિકૂર્વે, જો એક રૂપ વિકુર્વે તો તો એકેન્દ્રિયવત્‌ યાવત્‌ પંચેન્દ્રિય રૂપને અને પૃથક્‌ વિકુર્વણા કરતા એકેન્દ્રિયરૂપોને યાવત્‌ પંચેન્દ્રિયના રૂપોને વિકુર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સદૃશ કે અસદૃશ વિકુર્વે છે, વિકુર્વીને ત્યારપછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવો પણ જાણવા.
દેવાધિદેવ વિશે પૃચ્છા-ગૌતમ! એકત્વ કે પૃથક્‌ત્વ રૂપો વિકુર્વવા સમર્થ છે, પણ સંપ્રાપ્તિથી કદાપી વિકુર્વ્યા નથી, વિકુર્વતા નથી, વિકુર્વશે નહીં. - - ભાવદેવ વિશે પૃચ્છા. - જેમ ભવ્યદ્રવ્યદેવો માફક કહેવા.
[૫૫૮] ભગવન્‌! ભવ્ય દ્રવ્ય દેવો મરીને અનંતર ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? શું નૈરયિકમાં ઉપજે કે યાવત્‌ દેવોમાં ઉપજે? ગૌતમ! નૈરયિક, મનુષ્ય કે તિર્યંચમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જો તે દેવમાં ઉપજે, તો બધાં દેવોમાં ઉપજે - યાવત્‌ - સર્વાર્થ સિદ્ધમાં કહેવું.
ભગવન્‌! નરદેવો મરીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા, ગૌતમ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે.
ભગવન્‌ ! ધર્મદેવો મરીને અનંતર ક્યાં ઉપજે? - પૃચ્છા. ગૌતમ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે. જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજે-પૃચ્છા, ગૌતમ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધાં વૈમાનિકમાં ઉપજે યાવત્‌ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિકમાં યાવત્‌ ઉપજે છે.કોઈક સિદ્ધ થઈને યાવત્‌ સર્વેદુઃખનો અંત કરે છે.
દેવાધિદેવ ઉદ્વર્તન પામીને અનંતર ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? ગૌતમ! સિદ્ધ થાય છે, યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવન્‌ ! ભાવ દેવો ચ્યવીને અનંતર ક્યાં ઉપજે-પૃચ્છા. જેમ વ્યુત્ક્રાંતિક પદમાં અસુરકુમારોની ઉદ્વર્તના કહી તેમ કહેવું.
ભગવન્‌ ! ભવ્ય દ્રવ્યદેવ કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્‌ ભાવદેવ સુધી કહેવી. વિશેષ આ કે – ધર્મદેવની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વ કોટી.
ભગવન્‌! ભવ્યદ્રવ્યદેવનું કેટલા કાળનું અંતર હોય? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ.
નરદેવની પૃચ્છા. ગૌતમ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળ-દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત.
ધર્મદેવની પૃચ્છા. ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્‌ દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત
દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ! અંતર નથી. - - ભાવદેવની પૃચ્છા, ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ.
ભગવન્‌! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ યાવત્‌ ભાવદેવમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણ, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાત ગુણ, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે.
[૫૫૯] ભગવન્‌ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, સૌધર્મક યાવત્‌ અચ્યુતક, ગ્રૈવેયક, અનુત્તરોપપાતિક ભાવ દેવોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા, અનુત્તરોપપાતિક ભાવદેવ છે, ઉપરના ગ્રૈવેયકના ભાવ દેવો સંખ્યાત ગુણા છે, મધ્યમ ગ્રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી ગ્રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અચ્યુતકલ્પના દેવો સંખ્યાતગુણા યાવત્‌ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અલ્પબહુત્વ કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્‌ જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યાતગુણા છે. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)