Viyahapannatti 830
Viyāhapannatti: ṭīkānusārī vivecana 830
- Language
- Gujarati
830
વિવેચન :–૫૫૪ થી ૫૫૯
દીવ્યન્તિ - ક્રીડા કરે છે કે દીપે છે - સ્તવાય છે, કે આરાધ્યતાથી દેવો ભવ્ય દ્રવ્ય દેવ - દ્રવ્યરૂપ દેવ તે દ્રવ્ય દેવ કહેવાય છે. દ્રવ્યતા અપ્રાધાન્ય ભૂત-ભાવિત્વથી કે ભાવિ ભાવથી છે. તેમાં અપ્રાધાન્યથી દેવ ગુણ શૂન્ય દેવો તે દ્રવ્ય દેવ, જેમ સાધુનો આભાસ તે દ્રવ્ય સાધુ છે ભૂતભાવપક્ષમાં ભૂતકાળના દેવત્વ પર્યાયના પ્રતિપન્ન કારણથી ભાવદેવત્વથી ચ્યુત પણ દ્રવ્ય દેવ છે. ભાવિ ભાવ પક્ષે ભાવિ દેવત્વ પર્યાયને યોગ્ય દેવપણે ઉત્પન્ન થનાર તે દ્રવ્ય દેવ. તેમાં ભાવિ ભાવ પક્ષ પરિગ્રહાર્થે કહે છે – ભવ્ય એવા તે દ્રવ્યદેવ તે ભવ્ય દ્રવ્ય દેવ.
નરોની મધ્યે દેવ તે નરદેવ, આરાધ્ય કે ક્રીડા કાંત્યાદિ યુક્ત. ધર્મદેવ, શ્રુતાદિ ધર્મથી દેવ કે ધર્મપ્રધાન દેવ. દેવાધિદેવ - શેષ દેવોને અતિક્રાંત, પારમાર્થિક દેવત્વ યોગથી દેવ. - X - ભાવદેવ - દેવગત્યાદિ કર્મોદય જનિત પર્યાયથી દેવ.
જે ભવ્ય - પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થનાર હોય તે ભાવિદેવ. તે કારણે તેમને ભવ્યદ્રવ્ય દેવ કહ્યા છે. - - ભરતાદિ પૃથ્વીના ચાર અંતોના સ્વામી, તે ચાતુરંત. ચક્ર વડે વર્તનશીલત્વ થકી ચક્રવર્તી, ચતુરંત કહેવાથી વાસુદેવ ગ્રહણ ન કર્યા - X - સમસ્ત રત્નમાં પ્રધાન ચક્ર જેને ઉત્પન્ન થયું છે તે. સાગરની જેમ મેખલા જેની છે તે સાગરવર મેખલા-પૃથ્વી, તેના અધિપતિ. તે કારણથી તેને નરદેવ કહ્યા.
જે આ અણગાર ભગવંત, ઈર્યાસમિતાદિ છે. તેથી તેને ધર્મદેવ કહે છે - - જે આ અરહંત ભગવંત છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઈત્યાદિ હોવાથી દેવાધિદેવ છે. - - જે આ ભવનપતિ છે, તે દેવગતિ નામ ગોત્રકર્મને વેદે છે, તે કારણે ભાવદેવ કહેવાય. હવે તેમનો ઉત્પાદ કહે છે - ભવિયદવ્વદેવાણં ભંતે! - ઈત્યાદિ - X - ‘વ્યુત્ક્રાંતિ’ એ પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ છે, વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિ જ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો, તેવા જ અકર્મભૂમિજ આદિથી ઉત્પન્ન ભવ્ય દ્રવ્યદેવ ન થાય. ભાવ દેવોમાં જ તેનો ઉત્પાદ છે, સર્વાર્થસિદ્ધિક દેવો, ભવ્ય દ્રવ્ય સિદ્ધ જ થાય છે. તેથી તેના સિવાયના બધાં ભવ્ય દ્રવ્ય દેવપણે ઉત્પન્ન થાય.
ધર્મદેવ સૂત્રમાં - છઠ્ઠી પૃથ્વીથી ઉદ્વર્તેલને ચારિત્ર નથી, તથા અધાસપ્તમી, તેઉ, વાયુ, અધઃસપ્તમી, અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ-અકર્મભૂમિજ-અંતર્દ્વીપજથી ઉદ્વૃત્ત મનુષત્વના અભાવથી ચારિત્ર નથી. તેથી તેને ધર્મદેવત્વ નથી.દેવાધિદેવ સૂત્રમાં પહેલી ત્રણ પૃથ્વીથી ઉદ્વર્તીને દેવાધિદેવમાં ઉપજી શકે. પછીના ચારનો નિષેધ છે. તેમાંથી આવેલને ભવનવાસીપણે ઉત્પન્ન થાય છે.અસંજ્ઞીનો પણ તેમાં ઉત્પાદ છે - X -
હવે તેઓની સ્થિતિને પ્રરૂપે છે - પંચેન્દ્રિય તિર્યંચનો દેવમાં ઉત્પાદથી ભવ્ય દ્રવ્ય દેવની જઘન્ય અંતર્મુહૂર્ત્ત સ્થિતિ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ છે. કેમકે ઉત્તર કુરુ આદિ મનુષ્યોનો દેવોમાં ઉપપાત થવાથી તેઓ ભવ્ય દ્રવ્ય દેવ છે. તેઓની ઉત્કર્ષથી યથોક્ત સ્થિતિ છે.
નરદેવમાં સાતસો વર્ષ - જેમકે બ્રહ્મદત્ત ચક્રવર્તીની અને ૮૪ લાખ પૂર્વ-જેમકે ભરત ચક્રવર્તીની છે. - - ધર્મદેવ - જેઓ અંતર્મુહૂર્ત્ત આયુ બાકી રહેતા ચારિત્ર લે, તેની અપેક્ષાએ છે. જેઓ દેશોન પૂર્વકોટી આયુથી ચારિત્ર લે, તેમની અપેક્ષાએ આ સ્થિતિ છે. તેમાં આઠ વર્ષ ન્યૂનતા જાણવી. કેમકે પ્રવ્રજ્યા માટે આઠ વર્ષને યોગ્ય ગણેલ છે. જે છ વર્ષના અતિમુક્ત કે ત્રણ વર્ષના વજ્રસ્વામીની દીક્ષા છે, તે કોઈક વખત જ હોવાથી લખી નથી.
દેવાધિદેવોમાં ભગવંત મહાવીરની જેમ જઘન્ય-૭૨-વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪-લાખ પૂર્વ, ઋષભસ્વામી વત્. - - ભાવ દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, જેમકે વ્યંતરોની. ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, જેમ સર્વાર્થ સિદ્ધની.
તેઓની વિકુર્વણા કહે છે – મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિયલબ્ધિસંપન્ન ભવ્ય દ્રવ્ય દેવો એક રૂપ તે વિવિધરૂપ વિકુર્વવાને સમર્થ છે. દેવાધિદેવને સર્વથા ઉત્સુકતા વર્જિત હોવાથી શક્તિ સદ્ભાવ છતાં વિકુર્વતા નથી. સંપત્તીએ - વૈક્રિયરૂપ સંપાદનથી, વિકુર્વણા શક્તિ હોય છે. તે માત્ર લબ્ધિ છે. - - હવે આ દેવોની ઉદ્વર્તના પ્રરૂપવા કહે છે –
ભવ્ય દ્રવ્યદેવોની ભાવિ દેવભવ સ્વભાવત્વથી નારકાદિ ૩ ભવનો નિષેધ છે. નરદેવસૂત્રમાં, કામભોગોનો ત્યાગ ન કરનાર નૈરયિકમાં ઉત્પન્ન થાય, બાકીના ત્રણમાં ન થાય, તેમાં જો કે કોઈ ચક્રવર્તી દેવોમાં ઉત્પન્ન થાય છે, તે નરદેવત્વ ત્યાગી ધર્મદેવત્વ પામીને થાય છે, તેમાં દોષ નથી. - X - અસુરકુમારોની ઉદ્વર્તના માફક કહેવું.
હવે તેઓનો અનુબંધ કહે છે – ભવિયદવ્વદેવેણં આદિ. - X - X - ભવ સ્થિતિ પૂર્વે વર્ણવી છે, તે જ સંસ્થિતિ અર્થાત્ તેના પર્યાયનો અનુબંધ. - - ધર્મદેવની જઘન્ય એક સમય સ્થિતિ, અશુભ ભાવમાં જઈને, તેનાથી નિવૃત્ત થઈને શુભ ભાવ પામીને એક સમય પછી મરણ થવાથી કહી. - - હવે આ બધાંના અંતરની પ્રરૂપણા કરે છે –
ભવ્ય દ્રવ્યદેવનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. કઈ રીતે? ભવ્ય દ્રવ્યદેવ થઈને ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા વ્યંતરાદિમાં જન્મીને, ત્યાંથી ચ્યવીને શુભ પૃથ્વી આદિમાં જઈને અંતર્મુહૂર્ત્ત રહીને ફરી ભવ્ય દ્રવ્ય દેવ રૂપે જન્મે. એ રીતે છે - X - અહીં કોઈ કહે છે – દેવત્વથી ચ્યવીને અનંતર જ ભવ્ય દ્રવ્યદેવપણે ઉત્પત્તિના સંભવથી ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી તેનું અંતર થાય. તેથી તેનું અંતર્મુહૂર્ત્ત અધિક અંતર કેમ કહ્યું? તો કહે છે કે – સર્વ જઘન્યાયુ દેવથી ચ્યવીને શુભ પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ, ભવ્ય દ્રવ્ય દેવમાં ઉપજે છે, એમ ટીકાકારનો મત જાણવો. તેથી યથોક્ત અંતર થાય. વળી બીજા કહે છે – અહીં બધ્ધાયુ ભવ્ય દ્રવ્યદેવ જ અભિપ્રેત છે, તેથી જઘન્ય સ્થિતિક દેવત્વથી ચ્યવીને અંતર્મુહૂર્ત્ત સ્થિતિક ભવ્ય દ્રવ્યદેવત્વથી ઉત્પન્નનું અંતર્મુહૂર્ત્તની ઉપર દેવાયુ બાંધવાથી યથોક્ત અંતર થાય. અથવા ભવ્ય દ્રવ્યદેવના જન્મ અને મરણના અંતરને ગ્રહણ કરવાથી યથોક્ત અંતર થાય છે.
નરદેવોનું જઘન્યથી સાતિરેક સાગરોપમ કઈ રીતે થાય? અપરિત્યક્ત સંગ એવો ચક્રવર્તી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેનું યથાસ્વં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય, તે પછી નરદેવ મરીને પહેલી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉત્કૃષ્ટા સ્થિતિ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને નરદેવ થાય. એ રીતે સાગરોપમ થયું, સાતિરેકપણું તે નરદેવના ભવમાં ચક્રરત્ન ઉત્પત્તિથી અર્વાચીન કાળ વડે જાણવી. ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત્ત કઈ રીતે થાય? ચક્રવર્તીત્વ જ સમ્યગ્દૃષ્ટિથી નિર્વર્તે, તેનું દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર હોય છે, તેના અંત્યભવમાં, કોઈને નરદેવત્વ પ્રાપ્ત થાય, એ રીતે જાણવું.
ધર્મદેવનું જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ કઈ રીતે થાય? કોઈ ચારિત્રવાન્ કોઈ સૌધર્મમાં પલ્યોપમ પૃથક્ત્વ આયુમાં જન્મીને ત્યાંથી ચ્યવીને ધર્મદેવત્વ પામે, એ રીતે થાય. મનુષ્યપણામાં ઉપજી ચારિત્ર વિના રહે તે અધિકકાળ થાય. તેથી પલ્યોપમ પૃથક્ત્વ.
ભાવદેવનું જઘન્યથી અંતર્મુહૂર્ત્ત કઈ રીતે? ભાવદેવ ચ્યવીને અંતર્મુહૂર્ત્ત બીજે રહીને ફરી ભાવદેવ થાય એ રીતે તેનું જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અંતર જાણવું.
હવે આમનું અલ્પબહુત્વ કહે છે – સર્વથી થોડાં નરદેવ છે ભરત, ઐરાવતમાં પ્રત્યેકમાં બાર જ ચક્રવર્તી ઉત્પન્ન થાય, વિજયોમાં વાસુદેવના સંભવથી, બધામાં એક સાથે ઉત્પત્તિ ન થાય. દેવાધિદેવ તેનાથી સંખ્યાતગણા. ભરતાદિમાં પ્રત્યેકમાં તેઓનું ચક્રવર્તીથી બમણાપણે ઉત્પત્તિ છે, વિજયોમાં વાસુદેવ હોય તો પણ તેમની ઉત્પત્તિ છે.
ધર્મદેવ સંખ્યાતગણા. સાધુની એક સાથે કોટી સહસ્ર પૃથક્ત્વ સદ્ભાવથી કહ્યું. ભવ્ય દ્રવ્યદેવ અસંખ્યગણા છે. દેશવિરત આદિના દેવગતિગામીપણાથી અસંખ્યાતત્વથી આમ કહ્યું. ભાવદેવ અસંખ્યાતગણા - સ્વરૂપથી જ તેમનું બહુત્વ હોવાથી કહ્યા.
હવે ભાવદેવ વિશેષોના ભવનપતિ આદિના અલ્પબહુત્વને જણાવતાં કહે છે – જેમ જીવાભિગમમાં ત્રિવિધ૦ ઈત્યાદિ. અહીં ત્રિવિધ જીવ અધિકાર એ અર્થ છે. દેવપુરુષોનું અલ્પ બહુત્વ કહ્યું, તે અહીં પણ કહેવું. તે આ પ્રમાણે - સહસ્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગણા, મહાશુક્ર કલ્પમાં અસંખ્યાતગણા, લાંતકમાં અસંખ્યાતગણા, બ્રહ્મલોક કલ્પમાં અસંખ્યાતગણા, માહેન્દ્રમાં અસંખ્યાતગણા, સનત્કુમારમાં અસંખ્યાતગણા, ઈશાન કલ્પમાં અસંખ્યાતગણા, સૌધર્મ કલ્પમાં સંખ્યાતગણા, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit