Viyahapannatti 835
Viyāhapannatti: ṭīkānusārī vivecana 835
- Language
- Gujarati
835
વિવેચન :–૫૬૨
આત્મ અધિકારથી રત્નપ્રભાદિભાવ, અનાત્માદિ ભાવથી કહે છે - આત્મા - અતતિ - સતત જાય છે, તે તે પર્યાયમાં, તે આત્મા, તે આત્મરૂપ પૃથ્વી છે. અનાત્મા એટલે અસદ્રૂપ. કદાચ છે - કદાચ નથી. આત્મત્વથી, અનાત્મત્વથી વ્યપદેશ કરવો અશક્ય છે, તેથી અવક્તવ્ય.
અવક્તવ્ય કઈ રીતે? તે કહે છે. આત્મરૂપ કે નોઆત્મરૂપ તેમ કહેવાને અશક્ય. - - આત્મરૂપ રત્નપ્રભાના જ વર્ણાદિ પર્યાયથી આદેશ કરાતા, તેના વડે વ્યપદિષ્ટ એ અર્થ છે, સ્વપર્યાય અપેક્ષાથી આત્મરૂપ થાય છે. પર - શર્કરાદિ પૃથ્વીના પર્યાયથી આદેશ કરાતા તે વ્યપદીષ્ટ થાય તે નોઆત્મા-અનાત્મા થાય છે તે પરરૂપ અપેક્ષાએ છે.
સ્વ-પરથી ઉભય, તે જ ઉભય તે તદુભય, તેના પર્યાયથી આદેશ કરાતા અર્થાત્ તદુભય પર્યાય વડે વ્યપદિષ્ટ, અવક્તવ્ય થાય. તેથી જ કહે છે – આ આત્મરૂપ એમ કહેવું શક્ય નથી, પરપર્યાય અપેક્ષાથી અનાત્મત્વથી, અનાત્મ પણ કહેવું શક્ય નથી. સ્વપર્યાય અપેક્ષાથી તેના આત્મત્વથી, અવક્તવ્યત્વ - અનાત્મ શબ્દાપેક્ષાથી જ, સર્વથા નહીં, અવક્તવ્ય શબ્દ વડે જ તેના કહેવાપણાથી છે. - X -
આ પ્રમાણે પરમાણુ સૂત્ર પણ કહેવું. દ્વિપ્રદેશિક સૂત્રમાં છ ભંગો છે, તેમાં પહેલાં ત્રણ સકલ સ્કંધ અપેક્ષાથી પૂર્વોક્ત જ છે, તેનાથી અન્ય ત્રણ દેશાપેક્ષાથી છે. તેમાં વ્યાખ્યાનો આરંભ કરે છે.
(૧) સ્વ પર્યાય વડે આદેશ કરાતા દ્વિપ્રદેશિક સ્કંધ આત્મ છે. (૨) એ રીતે અન્ય પર્યાયથી આદેશ કરાતા આત્મ નથી. (૩) તદુભય આદિષ્ટથી - X - આ અવક્તવ્ય વસ્તુ થાય છે. કઈ રીતે? આત્મ અને અનાત્મ. (૩-૪) તથા દ્વિપ્રદેશત્વથી તેના એક આદિષ્ટ, સદ્ભાવપ્રધાના પર્યવો જેમાં છે તે સદ્ભવ પર્યવ, સ્વપર્યવો વડે, દ્વિતીય તે દેશ આદિષ્ટ અસદ્ભાવ-પર પર્યાયથી છે. આ પર પર્યાય બીજા દેશ સંબંધી અથવા બીજી વસ્તુ સંબંધી છે. આ દ્વિપ્રદેશિક સ્કંધ ક્રમથી આત્મા અને નોઆત્મા છે. (૫) તથા તેનો દેશાદિષ્ટ સદ્ભાવ પર્યવ અને દેશ-ઉભય પર્યવથી આ આત્મા અવક્તવ્ય છે. (૬) તથા તેનો જ દેશાદિષ્ટ અસદ્ ભાવપર્યવ દેશનો અભયપર્યવથી આ નોઆત્મા અને અવક્તવ્ય છે સાતમો વળી આત્મા અને નોઆત્મા અને અવક્તવ્ય રૂપ છે -
ત્રિપ્રદેશિક સ્કંધમાં ૧૩ ભંગ છે, તેમાં પૂર્વોક્ત સાત, સકલ આદેશથી ત્રણ, તે પ્રમાણે જ, તેનાથી અન્યમાં તો ત્રણમાં ત્રણ-ત્રણ એક વચન, બહુવચન ભેદથી છે, સાતમું એકવિધ જ છે. ઈત્યાદિ.
ચતુઃપ્રદેશિકમાં પણ એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - ૧૯ ભંગો છે, તેમાં ત્રણ સકલ આદેશવાળા તે પ્રમાણે જ છે, બાકી ચારમાં પ્રત્યેકના ચાર વિકલ્પો છે, - X - ... પંચ પ્રદેશિક સ્કંધમાં ૨૨ વિકલ્પ છે, તેમાં પહેલા ત્રણ પૂર્વવત્ છે, ઉત્તરમાં ત્રણમાં પ્રત્યેકમાં ચાર વિકલ્પો તે પ્રમાણે જ છે. સાતમામાં સાત ભંગ છે, તેમાં ત્રિક સંયોગમાં આઠ ભંગો છે, તેમાં અહીં સાત જ ગ્રહણ કરવા. એકનો તેમાં સંભવ નથી. - - - છ પ્રદેશિકમાં ૨૩-ભેદ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit