Pramāṇa · Search · About · API

Viyahapannatti 834

Viyāhapannatti: ṭīkānusārī vivecana 834

Language
Gujarati

834

‘ભગવતી’ સૂત્ર-૫૬૨ :– [૧૨/૧૦/૫૬૨]
ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્યરૂપ? ગૌતમ! રત્નપ્રભા કથંચિત્‌ આત્મરૂપ છે, કથંચિત્‌ આત્મરૂપ નથી કથંચિત્‌ અવક્તવ્ય છે.
ભગવન્‌! આપ કયા કારણથી આમ કહો છો? - X - ગૌતમ! પોતાના આદિષ્ટથી આત્મરૂપ છે. બીજાના આદિષ્ટથી નોઆત્મરૂપ છે, ઉભયના આદિષ્ટથી અવક્તવ્ય છે અર્થાત્‌ રત્નપ્રભા પૃથ્વી સત્‌-અસત્‌ રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે - X -
ભગવન્‌! શર્કરાપ્રભા પૃથ્વી આત્મરૂપ છે?૦ જેમ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરાપ્રભામાં પણ જાણવું. એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્‌! સૌધર્મકલ્પ આત્મરૂપ છે - પૃચ્છા. ગૌતમ! સૌધર્મકલ્પ કથંચિત્‌ આત્મરૂપ છે, કથંચિત્‌ નોઆત્મરૂપ છે યાવત્‌ તે અવક્તવ્ય છે. ભગવન્‌! એમ કેમ કહો છો? ગૌતમ! પોતાને આશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશ્રીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમકે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. - X - એ પ્રમાણે અચ્યુતકલ્પ પર્યન્ત કહેવું.
ભગવન્‌! ગેવેજ્જ વિમાન આત્મરૂપ છે, કે તેથી ભિન્ન છે? જેમ રત્નપ્રભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઈષત્‌પ્રાગ્ભારામાં પણ કહેવું.
ભગવન્‌! પરમાણુ પદ્ગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે? જેમ સૌધર્મકલ્પમાં કહ્યું, તેમ પરમાણુ પુદ્ગલમાં પણ કહેવું.
ભગવન્‌! દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે?
ગૌતમ! દ્વિપ્રદેશિક સ્કંધ કથંચિત્‌ આત્મા છે, કથંચિત્‌ નો આત્મા છે, કથંચિત્‌ અવક્તવ્ય છે (કેમકે) આત્મ-નોઆત્મરૂપ છે, કથંચિત્‌ આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, કથંચિત્‌ આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. કથંચિત્‌ નોઆત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. (એમ છ ભંગ છે) ભગવન્‌! આમ કેમ કહ્યું?
ગૌતમ! (૧) પોતાને આશ્રીને આત્મરૂપ છે. (૨) બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે. (૩) તદુભયને આશ્રીને દ્વિપ્રદેશીસ્કંધ આત્મરૂપ -નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે. (૪) દેશને આશ્રીને સદ્ભાવપર્યાયમાં, દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ નો આત્મરૂપ છે.(૫) દેશને આશ્રીને સદ્ભાવ પર્યાયમાં, દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. (૬) દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં અને બીજા દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે.
ભગવન્‌! ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય?
ગૌતમ! ત્રિપ્રદેશિક સ્કંધ (૧) કથંચિત્‌ આત્મરૂપ છે, (૨) કથંચિત્‌ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત્‌ આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે, (૪) કથંચિત્‌ આત્મ અને નોઆત્મરૂપ છે, (૫) કથંચિત્‌ આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, (૬) કથંચિત્‌ આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, (૭) કથંચિત્‌ આત્મારૂપ અને આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે, (૮) કથંચિત્‌ આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવ્યક્તવ્ય છે, (૯) કથંચિત્‌ આત્માઓરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે, (૧૦) કથંચિત્‌ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. (૧૧) કથંચિત્‌ આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. (૧૨) કથંચિત્‌ નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવ્યક્તવ્ય છે. (૧૩) કથંચિત્‌ આત્મ અને નોઆત્મ અને અવ્યક્તવ્ય છે.
ભગવન્‌! એમ કેમ કહો છો કે ત્રિપ્રદેશિક સ્કંધ આ પ્રમાણે છે?
ગૌતમ! (૧) આત્માદિષ્ટથી આત્મરૂપ છે. (૨) પરાદિષ્ટથી નો આત્મરૂપ છે. (૩) તદુભયાદિષ્ટથી અવક્તવ્ય છે. (૪) દેશાદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવપર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને નો આત્મરૂપ છે. (૫) દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મ-નોઆત્મ છે. (૬) દેશાદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં, દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. (૭) દેશાદિષ્ટ સદ્ભાવ પર્યાયમાં, દેશાદિષ્ટ તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અવક્તવ્ય છે. (૮) દેશાદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક અવક્તવ્યો રૂપ છે. (૯) દેશાદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં, દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મરૂપ અને અવક્તવ્ય છે. (૧૦) આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અસદ્ભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. (૧૧) એક દેશ આદેશથી અસદ્ભાવ પર્યાય, અનેક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ, નોઆત્મા અને અવક્તવ્ય છે. (૧૨) અનેક દેશ આદેશથી અસદ્ભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ અનેક નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. (૧૩) એક દેશ આદેશથી સદ્ભાવ પર્યાય, એક દેશ આદેશથી અસદ્ભાવ પર્યાય, એકદેશ આદેશથી અસદ્ભાવપર્યાય, એકદેશ આદેશથી તદુભય પર્યાયે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે.
હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે.
ભગવન્‌! ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે?
હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ (૧) કથંચિત્‌ આત્મરૂપ છે. (૨) કથંચિત્‌ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત્‌ આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. (૪) કથંચિત્‌ આત્મ અને નોઆત્મા છે, (૫ થી ૮) કથંચિત્‌ આત્મ અને અવક્તવ્ય, (૯ થી ૧૨) કથંચિત્‌ નો આત્મા અને અવક્તવ્ય. (૧૩ થી ૧૬) કથંચિત્‌ આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. (૧૭) કથંચિત્‌ આત્મ, નોઆત્મા, અનેક અવક્તવ્ય, (૧૮) કથંચિત્‌ આત્મા, અનેક નોઆત્મા અને અવક્તવ્ય. (૧૯) કથંચિત્‌ અનેક આત્મા, નો આત્મા, અવક્તવ્ય.
ભગવન્‌! એમ કેમ કહ્યું કે ચતુઃપ્રદેશિક સ્કંધ આ રીતે છે?
હે ગૌતમ! (૧) આત્મદિષ્ટથી આત્મરૂપ છે, (૨) પરાદિષ્ટથી નોઆત્મરૂપ છે, (૩) તદુભયાદિષ્ટથી અવક્તવ્ય છે, (૪ થી ૧૬) એક દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં એકદેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયમાં ચાર ભંગ છે, સદ્ભાવ પર્યાયથી તદુભય વડે ચાર ભંગ, અસદ્ભાવ થી તદુભય વડે ચાર ભંગ, એક દેશ આદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયમાં, એક દેશાદિષ્ટ તદુભય પર્યાયમાં ચતુઃપ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવક્તવ્ય, એકદેશાદિષ્ટ સદ્ભાવપર્યાયમાં એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પર્યાયા ચતુઃપ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક અવક્તવ્ય છે. (૧૮) દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાયા, દેશાદિષ્ટથી તદુભય પર્યાયા ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મા, અનેક નોઆત્મા, અવક્તવ્ય છે. (૧૯) અનેક દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાય, એકદેશાદિષ્ટ અસદ્ભાવ પર્યાય, એક દેશાદિષ્ટ તદુભય પર્યાય ચતુઃપ્રદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, અવક્તવ્ય છે.
તેથી હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે.
ભગવન્‌! પંચપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે?
ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ (૧) કથંચિત્‌ આત્મરૂપ છે, (૨) કથંચિત્‌ નોઆત્મરૂપ છે, (૩) કથંચિત્‌ અવક્તવ્ય છે, (૪) કથંચિત્‌ આત્મ, નોઆત્મ, અવક્તવ્ય છે. (૫ થી ૮) નોઆત્મા અને અવક્તવ્ય, (૯ થી –) ત્રિકસંયોગી એક ન કહેવો.
ભગવન્‌! એમ કેમ કહ્યું?
ગૌતમ! (૧) આત્માદિષ્ટથી આત્મરૂપ, (૨) પરાદિષ્ટથી નોઆત્મા, (૩) તદુભયાદિષ્ટથી અવક્તવ્ય, (૪ થી -) દેશાદિષ્ટથી સદ્ભાવ પર્યાય, દેશાદિષ્ટથી અસદ્ભાવ પર્યાય, એ પ્રમાણે દ્વિકસંયોગી બધાં ભંગ થાય છે. ત્રિકસંયોગમાં એક ભંગ ન કહેવો.
છપ્રદેશી સ્કંધમાં બધાં ભંગ થાય છે. જેમ છપ્રદેશી છે. તેમ યાવત્‌ અનંતપ્રદેશી સ્કંધ જાણવા.
ભગવન્‌! તે એમ જ છે. (૨).

Linked texts (1)