Pramāṇa · Search · About · API

Viyahapannatti 839

Viyāhapannatti: ṭīkānusārī vivecana 839

Language
Gujarati

839

‘ભગવતી’ સૂત્ર-૫૬૪ થી ૫૬૬ :– [૧૩/૧/૫૬૪ થી ૫૬૬]
[૫૬૪] રાજગૃહમાં યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌! પૃથ્વીઓ કેટલી કહી છે? ગૌતમ! સાત – રત્નપ્રભા યાવત્‌ અધઃસપ્તમી. ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ! ૩૦-લાખ.
ભગવન્‌ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ! તે સંખ્યાત (યોજન) વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે.
ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦-લાખ નરકાવાસમાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસમાં એક સમયમાં (૧) કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? (૨) કેટલા કાપોતલેશ્યી? (૩) કેટલા કૃષ્ણપાક્ષિક? (૪) કેટલા શુક્લપાક્ષિક? (૫) કેટલા સંજ્ઞી? (૬) કેટલા અસંજ્ઞી? (૭) કેટલા ભવસિદ્ધિક? (૮) કેટલા અભવસિદ્ધિક? (૯) કેટલા આભિનિબોધિક જ્ઞાની? (૧૦) કેટલા શ્રુતજ્ઞાની? (૧૧) કેટલા અવધિ-જ્ઞાની? (૧૨) કેટલા મતિઅજ્ઞાની? (૧૩) કેટલા શ્રુતઅજ્ઞાની? (૧૪) કેટલા વિભંગજ્ઞાની? (૧૫) કેટલા ચક્ષુદર્શની? (૧૬) કેટલા અચક્ષુ-દર્શની? (૧૭) કેટલા અવધિદર્શની? (૧૮) કેટલા આહારસંજ્ઞોપ-યુક્ત? (૧૯) કેટલા ભયસંજ્ઞોપયુક્ત? (૨૦) કેટલા મૈથુનસંજ્ઞોપયુક્ત? (૨૧) કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત? (૨૨) કેટલા સ્ત્રીવેદક? (૨૩) કેટલા પુરુષવેદક? (૨૪) કેટલા નપુંસકવેદક? (૨૫) કેટલા ક્રોધકષાયી? (૨૬ થી ૨૮) યાવત્‌ કેટલા લોભકષાયી? (૨૯ થી ૩૩) કેટલા શ્રોત્રેન્દ્રિયોપયુક્ત યાવત્‌ સ્પર્શનેન્દ્રિયોપયુક્ત? (૩૪) કેટલા નોઈન્દ્રિયો-પયુક્ત? (૩૫ થી ૩૭) કેટલા મનોયોગી યાવત્‌ કાયયોગી? (૩૮) કેટલા સાકારોપયુક્ત? (૩૯) કેટલા અનાકારોપયુક્ત? (આ બધાં) કેટલા ઉપજે છે?
હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાં સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકોમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નૈરયિકો ઉપજે છે.
જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેશ્યી ઉપજે છે.
જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક ઉપજે છે. એ પ્રમાણે શુક્લપાક્ષિક, સંજ્ઞી, અસંજ્ઞી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક યાવત્‌ વિભંગજ્ઞાની ઉપજે છે.
ચક્ષુદર્શની ઉત્પન્ન થતાં નથી, અચક્ષુદર્શની એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે અવધિજ્ઞાની, આહારસંજ્ઞોપયુક્ત યાવત્‌ પરિગ્રહસંજ્ઞોપયુક્ત ઉપજે છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી ઉત્પન્ન થતાં નથી, નપુંસકવેદક એક, બે કે ત્રણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે ક્રોધકષાયી યાવત્‌ લોભકષાયી ઉપજે છે. શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉપજતા નથી. નોઈન્દ્રિયોપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. મનોયોગી, વચનયોગી ઉપજતા નથી, કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. આ પ્રમાણે સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત પણ જાણવા.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલાં નૈરયિકો ઉદ્વર્ત્તે? કેટલાં કાપોતલેશ્યી ઉદ્વર્તે યાવત્‌ કેટલા અનાકારોપયુક્ત ઉદ્વર્તે?
ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત નૈરયિક ઉદ્વર્તે છે. એ પ્રમાણે યાવત્‌ સંજ્ઞી, અસંજ્ઞી ઉદ્વર્તતા નથી. ભવસિદ્ધિક, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે, એ પ્રમાણે યાવત્‌ શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાની ઉદ્વર્તતા નથી. ચક્ષુદર્શની ઉદ્વર્તતા નથી. અચક્ષુદર્શની જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. એ રીતે લોભકષાયી સુધી જાણવું.
શ્રોત્રેન્દ્રિય યાવત્‌ સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉદ્વર્તતા નથી. નોઈન્દ્રિય ઉપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. મનોયોગી, વચનયોગી ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ રીતે સાકાર, અનાકાર ઉપયુક્ત પણ જાણવા.
ભગવન્‌! આ રત્નપ્રભાના ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં કેટલા નારકો કહ્યા છે? કેટલા કાપોતલેશ્યી યાવત્‌ કેટલા અનાકારોપયુક્ત કહ્યા છે? કેટલા અનંતરોપપન્નક, પરંપરોપપન્નક છે? કેટલા અનંતરાવગાઢ, પરંપરાવગાઢ છે? કેટલા અનંતરાહારા, પરંપરઆહારા છે? કેટલા અનંતર પર્યાપ્તા, પરંપર પર્યાપ્તા છે? કેટલા ચરિમ, કેટલા અચરિમ કહ્યા છે? [૩૯ + ૧૦ = ૪૯ પ્રશ્નો.]
ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સંખ્યાત નૈરયિકો છે. સંખ્યાતા કાપોતલેશ્યી યાવત્‌ સંખ્યાતા સંજ્ઞી છે, અસંજ્ઞી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. સંખ્યાતા ભવસિદ્ધિક યાવત્‌ પરિગ્રહસંજ્ઞોપયુક્ત છે. સ્ત્રીવેદક, પુરુષવેદક નથી, સંખ્યાતા નપુંસકવેદક છે, એ પ્રમાણે ક્રોધકષાયી અને માનકષાયીને અસંજ્ઞીવત્‌ જાણવા. મનોયોગી યાવત્‌ અનાકારોપયુક્ત સંખ્યાતા જાણવા. અનંતરોપપન્નક કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો તેને અસંજ્ઞીવત્‌ જાણવા. પરંપરોપપન્નક નૈરયિક સંખ્યાતા છે. એ રીતે જેમ અનંતરોપપન્નક કહ્યા, તેમ અનંતરાવગાઢ જાણવા. અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપરાવગાઢ યાવત્‌ અચરિમ બધાં સંખ્યાતા છે.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦-લાખ નરકાવાસોમાં અસંખ્યાત યોજન વિસ્તૃત નારકોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉપજે છે? યાવત્‌ કેટલા અનાકારોપયોગ નૈરયિક ઉપજે છે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં અસંખ્ય વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાત યોજન વિસ્તૃતના ત્રણ આલાવા કહ્યા, તેમ અસંખ્યાત વિસ્તારવાળા ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે સંખ્યાતને બદલે અસંખ્યાત કહેવું, બાકી પૂર્વવત્‌ યાવત્‌ અસંખ્યાત અચરમ કહ્યા છે, લેશ્યામાં વિભિન્નતા છે. ‘લેશ્યા’ને શતક-૧-માફક કહેવી, વિશેષ એ કે સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃતમાં અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાત જ ઉદ્વર્તે. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! શર્કરાપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે? પ્રશ્ન. ગૌતમ! ૨૫-લાખ નરકાવાસ. - - ભગવન્‌! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત? એ પ્રમાણે રત્નપ્રભાની માફક શર્કરાપ્રભા પણ કહેવી. વિશેષ એ કે – આ ત્રણે ગમમાં અસંજ્ઞી ન કહેવા.
વાલુકાપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ! ૧૫-લાખ નરકાવાસો છે. બાકી શર્કરાપ્રભાવત્‌. લેશ્યાઓમાં ભેદ છે, તે પ્રથમ શતકવત્‌ છે.
પંકપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ! દશ લાખ નરકાવાસ. એ પ્રમાણે શર્કરાપ્રભાવત્‌. વિશેષ આ - અવધિજ્ઞાની-અવધિદર્શની ઉદ્વર્તતા નથી.
ધૂમપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ.
તમા વિશે પૃચ્છા. - X - ગૌતમ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ કહ્યા છે. બાકી પંકપ્રભાવત્‌ જાણવું.
ભગવન્‌! અધઃસપ્તમી પૃથ્વીમાં અનુત્તર અને કેટલા મોટા મહાનરકાવાસ કહ્યા છે? ગૌતમ! પાંચ અનુત્તર, અપ્રતિષ્ઠાન પર્યન્ત. ભગવન્‌! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત? એક સંખ્યાત વિસ્તૃત, બાકી ચારે અસંખ્યાત વિસ્તૃત.
ભગવન્‌! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં મહા મોટા યાવત્‌ મહાનરકોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલા નૈરયિક ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્ન. પંકપ્રભા મુજબ જાણવું. વિશેષ આ - ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્વર્તતા નથી. બાકી બધું પૂર્વવત્‌ કહેવું, એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ કહેવું, અસંખ્યાત કહેવા.
[૫૬૫] ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦-લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગ્‌દૃષ્ટિ નરકો ઉપજે છે, મિથ્યાદૃષ્ટિ નરકો ઉપજે છે કે સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિ નૈરયિકો ઉપજે છે? ગૌતમ! સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ ઉપજે, પણ મિશ્રદૃષ્ટિ નહીં.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં શું સમ્યગ્‌દૃષ્ટિ નૈરયિકો ઉદ્વર્તે છે, આદિ પૃચ્છા. પૂર્વવત્‌ .
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકો શું સમ્યગ્‌દૃષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે, મિથ્યાદૃષ્ટિઓથી કે મિશ્રદૃષ્ટિઓથી અવિરહિત છે? ગૌતમ! સમ્યગ્‌ અને મિથ્યા-દૃષ્ટિથી અવિરહિત છે, મિશ્રદૃષ્ટિથી કદાચિત્‌ અવિરહિત, કદાચિત્‌ વિરહિત હોય. આ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. ‘શર્કરાપ્રભા’થી ‘તમા’ સુધી કહેવું.
ભગવન્‌! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં યાવત્‌ સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગ્‌દૃષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય? ગૌતમ! સમ્યગ્‌દૃષ્ટિ અને મિશ્ર ન ઉપજે, મિથ્યાદૃષ્ટિ ઉપજે. એ પ્રમાણે ઉદ્વર્તેમાં જાણવું. અવિરહિત, રત્નપ્રભા મુજબ છે, એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા જાણવા.
[૫૬૬] ભગવન્‌! શું કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી થઈને જીવ કૃષ્ણલેશ્યી નરકોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! - X - થાય.
ભગવન્‌! એમ કેમ કહો છો? - X - ગૌતમ! લેશ્યા સ્થાન સંક્લેશને પામતા-પામતા કૃષ્ણલેશ્યામાં પરિણમે છે, પછી કૃષ્ણલેશ્યા નૈરયિકોમાં ઉપજે છે, તેથી.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી થઈને જીવ નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજે? હા, ગૌતમ! યાવત્‌ ઉપજે છે. ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! લેશ્યા સ્થાનમાં સંક્લેશ પામતા પામતા અને વિશુદ્ધયમાન થતાં નીલલેશ્યામાં પરિણમે છે, પછી નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે, તેથી હે ગૌતમ! આમ કહ્યું છે.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી થઈને જીવ કાપોતલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે? નીલલેશ્યા માફક કાપોતલેશ્યામાં પણ કહેવું યાવત્‌ ઉપજે છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)