Pramāṇa · Search · About · API

Viyahapannatti 840

Viyāhapannatti: ṭīkānusārī vivecana 840

Language
Gujarati

840

વિવેચન :–૫૬૪ થી ૫૬૬
રત્નપ્રભા પૃથ્વીમાં કાપોતલેશ્યી જ ઉત્પન્ન થાય, કૃષ્ણલેશ્યી આદિ નહીં, તેથી કાપોતલેશ્યાને આશ્રીને પ્રશ્ન કર્યો છે.
કૃષ્ણપાક્ષિકાદિનું લક્ષણ - જેનો અપાર્ધ પુદ્ગલ પરાવર્ત શેષ સંસાર છે, તે શુક્લપાક્ષિક છે, તેથી વધુ હોય તે કૃષ્ણપાક્ષિક. ઈન્દ્રિય ત્યાગથી ઉત્પત્તિ કહી, તેથી ચક્ષુદર્શની ઉત્પન્ન થતાં નથી, તો અચક્ષુદર્શની કઈ રીતે ઉપજે? ઈન્દ્રિયોને આશ્રીને સામાન્ય ઉપયોગ માત્રના અચક્ષુદર્શન શબ્દના ઉત્પાદ સમયે પણ ભાવથી અચક્ષુદર્શની ઉપજે છે, તેમ કહ્યું. ભવપ્રત્યય નપુંસકવેદથી સ્ત્રી-પુરુષવેદી ન ઉપજે.
શ્રોત્રાદિ ઉપયુક્ત ન ઉપજે, ઈન્દ્રિયોનો તેઓમાં અભાવ છે. નોઈન્દ્રિય-મન, તેમાં જો કે મનઃપર્યાપ્તિ અભાવે દ્રવ્ય મન નથી. તો પણ ભાવમન, ચૈતન્ય રૂપનો સદા ભાવ હોવાથી તેનાથી ઉપયુક્તની ઉત્પત્તિથી નોઈન્દ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, મનોયોગી અને વાગ્યોગી ન ઉપજે, ઉત્પત્તિ સમયે અપર્યાકત્વથી મન, વાચાનો અભાવ હોય છે, સર્વ સંસારીને કાયયોગ હંમેશા હોય, તેથી તે ઉપજે.
હવે રત્નપ્રભા નારકોની જ ઉદ્વર્તના કહે છે – પરભવમાં પ્રથમ સમયે ઉદ્વર્તના હોય છે. તે નારકોમાં અસંજ્ઞીમાં ઉત્પન્ન ન થાય, તેથી ‘અસંજ્ઞી થઈને ન ઉદ્વર્તે’ તેમ કહ્યું. એ રીતે વિભંગજ્ઞાની ન ઉદ્વર્તે તે કહેવું, બાકીના પદો ‘ઉત્પાદવત્‌’ કહેવા. - X -
અહીં રત્નપ્રભા નારકોના ઉત્પાદ અને ઉદ્વર્તનામાં પરિણામ કહ્યા. હવે તે અંગે જ કહે છે – પ્રથમ સમયોત્પન્ન કેટલા છે? ઉત્પત્તિ સમય અપેક્ષાથી બીજા આદિ સમયોમાં વર્તમાન કેટલા છે? એ રીતે વિવક્ષિત સમયે પ્રથમ સમય અવગાઢ, દ્વિતિયાદિ સમયે અવગાઢ (લેવા). નારક ભવોમાં જેને છેલ્લો ભવ છે, તે ચરમ અથવા નારક ભવના ચરમ સમયમાં વર્તમાન, બાકીના અચરમ જાણવા. અસંજ્ઞીમાંથી મરીને જે નારકત્વથી ઉત્પન્ન છે, તે અપર્યાપ્તકાવસ્થામાં અસંજ્ઞી, ભૂતભાવથી છે, તે અલ્પ છે માટે ‘કદાચ હોય’ તેમ કહ્યું. માન, માયા, લોભ કષાયો પયુક્ત, નોઈન્દ્રિયોપયુક્ત, અનંતરોપપન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તકોને કદાચિત્‌પણાથી સિયઅત્થિ કહેવું. બાકીનાને બહુત્વથી અસંખ્યાતા કહેવા.
સંખ્યાત વિસ્તૃત નરકાવાસ નારક વક્તવ્યતા કહી, હવે તેથી વિપરીત વક્તવ્યતા કહે છે – ઈમીસે ણં૦ આદિ - X - અસંજ્ઞી ત્રણે આલાવામાં ન કહેવા. કેમકે - તે પહેલીમાં જ ઉત્પન્ન થાય છે. - X - લેશ્યામાં વૈવિધ્ય કહ્યું છે, તે પહેલા શતક માફક કહેવું.
તેમાં સંગ્રહ ગાથા આ પ્રમાણે - પહેલી બે માં કાપોત લેશ્યા, ત્રીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર કૃષ્ણા, પછી પરમ કૃષ્ણા.
અવધિજ્ઞાની, અવધિદર્શની ઉપજતા નથી, કેમ? તેઓ પ્રાયઃ તીર્થંકરો જ છે, તેઓ ચોથીમાંથી ઉદ્વર્તીને ઉત્પન્ન થતા નથી. અહીં યાવત્‌ અપ્રતિષ્ઠાન કહ્યું, તેથી કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ ચારે લેવા. અહીં મધ્યમ નરકાવાસ જ સંખ્યાત વિસ્તૃત છે. - X - સમ્યક્‌ત્વભ્રષ્ટોનો જ તેમાં ઉત્પાદ છે, પછી આદ્ય ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્વર્તતા નથી. આ પાંચ નરકાવાસમાં મતી શ્રુતજ્ઞાની હોતા નથી. ત્યાં ઉત્પન્ન થયેલને સમ્યગ્દર્શન અભાવે આભિનિબોધિકાદિ ત્રણે જ્ઞાનનો અભાવ હોય છે.
હવે રત્નપ્રભાદિ નારકવક્તવ્યતામાં જ સમ્યગ્‌દૃષ્ટિને આશ્રીને કહે છે – સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિ ઉપજતા નથી, કેમકે ‘સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિ કાળ ન કરે’ એ વચનથી મિશ્રદૃષ્ટિ ન મરે, તેઓને ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ ઉત્પન્ન ન થાય. તેઓનો કદાચિત્‌ વિરહ સંભવે છે. હવે બીજા પ્રકારના ભંગથી નારક વક્તવ્યતા કહે છે - સે નૂનં૦ આદિ. લેશ્યાભેદોમાં અવિશુદ્ધિમાં જતા, કૃષ્ણલેશ્યામાં જાય છે. આદિ. પ્રશસ્ત લેશ્યા સ્થાનોમાં અવિશુદ્ધિમાં જતા અને અપ્રશસ્ત લેશ્યા સ્થાનોમાં વિશુદ્ધિમાં જતા, નીલલેશ્યામાં પરિણામે છે, એ ભાવ છે.

Linked texts (1)