Pramāṇa · Search · About · API

Viyahapannatti 842

Viyāhapannatti: ṭīkānusārī vivecana 842

Language
Gujarati

842

‘ભગવતી’ સૂત્ર-૫૬૭ :– [૧૩/૨/૫૬૭]
ભગવન્‌! દેવો કેટલા ભેદે છે? ગૌતમ! ચાર પ્રકારે છે - ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. - - ભગવન્‌! ભવનવાસી દેવો કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદે. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા.
ભગવન્‌! અસુરકુમારાવાસ કેટલા લાખ છે? ગૌતમ! ૬૪-લાખ છે. ભગવન્‌! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ! બંને છે.
ભગવન્‌! ૬૪-લાખ અસુરકુમારાવાસના સંખ્યાત યોજન વિસ્તૃત અસુર કુમારાવાસમાં એક સમયમાં કેટલા અસુરકુમારો ઉપજે? યાવત્‌ કેટલા તેઉલેશ્યી ઉપજે?, કેટલાં કૃષ્ણપાક્ષિકો ઉપજે. એ પ્રમાણે રત્નપ્રભામાં છે તેમ જ પૂછવું, તેમજ કહેવું. વિશેષ એ કે - બે વેદે ઉપજે, નપુંસકવેદક ન ઉપજે. બાકી પૂર્વવત્‌. ઉદ્વર્તના પણ તે પ્રમાણે જ છે. વિશેષ એ કે અસંજ્ઞી ઉદ્વર્તે. અવધિજ્ઞાની - અવધિદર્શની ન ઉપજે. બાકી પૂર્વવત્‌. સત્તાના વિષયમાં પણ પૂર્વવત્‌. વિશેષ એ કે-સંખ્યાતા સ્ત્રીવેદક કહ્યા, એ રીતે પુરુષવેદક પણ છે, નપુંસકવેદક નથી.
ક્રોધકષાયી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. એ પ્રમાણે માની, માયી જાણવા. લોભકષાયી સંખ્યાતા જાણવા, બાકી પૂર્વવત્‌ છે. ત્રણે આલાવામાં સંખ્યાત યોજનમાં ચાર લેશ્યાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ છે, વિશેષ એ કે – ત્રણે આલાવામાં અસંખ્યાતા કહેવા યાવત્‌ અસંખ્યાતા અચરિમો કહેવા.
ભગવન્‌! નાગકુમારાવાસ કેટલા છે? એ પ્રમાણે યાવત્‌ સ્તનીતકુમારો કહેવા. વિશેષ એ કે - જ્યાં જેટલા હોય તે કહેવા.
ભગવન્‌! વ્યંતરાવાસ કેટલા લાખ છે? ગૌતમ! અસંખ્યાત. ભગવન્‌! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત? ગૌતમ! સંખ્યાત વિસ્તૃત છે, અસંખ્યાત નહીં. - ભગવન્‌! સંખ્યાત વિસ્તૃત વ્યંતરાવાસમાં એક સમયમાં કેટલા વ્યંતરો ઉપજે છે? એ રીતે જેમ સંખ્યાત વિસ્તૃત અસુરકુમારાવાસમાં ત્રણ આલાવા છે, તેમ કહેવા. વ્યંતરોના પણ ત્રણ આલાવા કહેવા.
ભગવન્‌! જ્યોતિષ્ક વિમાનાવાસ કેટલાં લાખ છે? ગૌતમ! અસંખ્યાત છે. ભગવન્‌! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે? એ રીતે વ્યંતરની માફક જ્યોતિષ્કના પણ ત્રણઆલાવા કહેવા. વિશેષ એકે-એક તેજોલેશ્યા જ હોય.ઉદ્વર્તનાદિમાં અસંજ્ઞી હોતાનથી. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ગૌતમ! ૩૨-લાખ. ભગવન્‌! તે સંખ્યાતયોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન? ગૌતમ! બંને છે. ભગવન્‌! સૌધર્મકલ્પના સંખ્યાતવિસ્તૃત ૩૨-લાખ વિમાનાવાસમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉપજે છે? કેટલા તેજોલેશ્યી ઉપજે છે? એ રીતે જ્યોતિષ્કની માફક ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે – ત્રણેમાં સંખ્યાતા કહેવા. અવધિજ્ઞાની અવધિદર્શનીનું ચ્યવન પણ કહેવું, બાકી પૂર્વવત્‌. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ રીતે ત્રણ આલાવા કહેવા. માત્ર ત્રણે આલાવામાં અસંખ્યાત કહેવા. અવધિ જ્ઞાની-દર્શની સંખ્યાતા ચ્યવે છે, બાકી પૂર્વવત્‌.
સૌધર્મ માફક ઈશાનમાં પણ છ આલાવાઓ કહેવા. સનત્‌કુમારમાં પણ એ પ્રમાણે છે, માત્ર સ્ત્રી વેદક ત્યાં નથી ઉપજતા, તેની સત્તા નથી, માટે ન કહેવા. અસંજ્ઞી ત્રણે આલાવામાં ન કહેવા. બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે સહસ્રાર સુધી કહેવું. વિમાન અને લેશ્યામાં વિવિધતા છે.
ભગવન્‌! આનત-પ્રાણતમાં કેટલા સો વિમાનો છે? ગૌતમ! ૪૦૦ છે. તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તૃત છે ઈત્યાદિ? ગૌતમ! બંને છે. સંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા સહસ્રાર મુજબ કહેવા. અસંખ્યાત વિસ્તૃતમાં ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે તેમાં સંખ્યાત કહેવા, સત્તામાં અસંખ્યાત કહેવું. વિશેષ એ કે - નોઈન્દ્રિય-ઉપયુક્ત, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, આ બધામાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કહ્યા છે, બાકીનામાં અસંખ્યાતા કહેવા. આરણ-અચ્યુતમાં આનત-પ્રાણત માફક કહેવું. વિમાનમાં વૈવિધ્ય છે. એ રીતે ગ્રૈવેયકમાં છે.
અનુત્તર વિમાનો કેટલા છે? ગૌતમ! પાંચ. ભગવન્‌! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત? ગૌતમ! એક સંખ્યાત વિસ્તૃત છે, બાકીના અસંખ્યાત વિસ્તૃત છે. ભગવન્‌! પાંચે અનુત્તર વિમાનમાં જે સંખ્યાત વિસ્તૃત વિમાન છે, તેમાં એક સમયમાં કેટલા અનુત્તરોપપાતિક દેવો ઉપજે છે? કેટલા શુક્લલેશ્યી ઉપજે છે? પ્રશ્ન તે પ્રમાણે જ ગૌતમ! સંખ્યાત વિસ્તૃત વિમાનમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દેવો ઉપજે છે, એ રીતે જેમ ગ્રૈવેયક વિમાનમાં સંખ્યાત વિસ્તૃતમાં કહ્યું તેમ, વિશેષ આ-કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, ત્રણ અજ્ઞાનવાળા, આ બધાં ન ઉપજે, ન ચ્યવે, ન સત્તાથી કહેવા, અચરમનો પણ નિષેધ કરવો યાવત્‌ સંખ્યાત ચરમ કહ્યા છે. બાકી પૂર્વવત્‌. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ ન કહેવા. માત્ર તેમાં અચરમ હોય છે. બાકીનું અસંખ્યાત વિસ્તૃત ગ્રૈવેયક મુજબ યાવત્‌ અચરમો કહ્યા છે, સુધી કહેવું.
ભગવન્‌! ૬૪-લાખ અસુરકુમારાવાસમાં સંખ્યાતવિસ્તૃત અસુરકુમારાવાસોમાં શું સમ્યગ્‌દૃષ્ટિ અસુર-કુમારો ઉપજે, મિથ્યાદૃષ્ટિ ઉપજે, એ રીતે રત્નપ્રભા મુજબના ત્રણ આલાવા કહેવા. એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. એ રીતે યાવત્‌ ગ્રૈવેયકમાં, અનુત્તર વિમાનમાં પણ કહેવું. ત્રણે આલાવામાં મિથ્યાદૃષ્ટિ, સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિ ન કહેવા. બાકી પૂર્વવત્‌ જાણવું.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી થઈને જીવ કૃષ્ણલેશ્યી દેવોમાં ઉપજે? હા, ગૌતમ! એ રીતે નૈરયિકોમાં પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ કહેવું. નીલલેશ્યી પણ નૈરયિકવત્‌ કહેવા, એ રીતે યાવત્‌ પદ્મલેશ્યી, શુક્લલેશ્યી કહેવા. વિશેષ આ - લેશ્યા સ્થાન વિશુદ્ધ થતાં થતાં શુક્લલેશ્યામાં પરિણમે છે, પછી શુક્લલેશ્યી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વવત્‌ કહ્યું છે. ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)