Pramāṇa · Search · About · API

Viyahapannatti 843

Viyāhapannatti: ṭīkānusārī vivecana 843

Language
Gujarati

843

વિવેચન :–૫૬૭
સંખ્યાતવિસ્તૃતાદિ૦ - અહીં ગાથા છે - જે સર્વે નાના ભવનો જંબૂદ્વીપ સમાન હોય છે. તેમાં મધ્યમના સંખ્યેય વિસ્તૃત છે, બાકીના અસંખ્યેય વિસ્તૃત છે. - સ્ત્રી અને પુરુષ વેદમાં જ ઉત્પન્ન થાય છે. તેમાં તે બેનો જ સદ્ભાવ છે. અસુરાદિથી ઈશાનાંત દેવોમાં પૃથ્વી આદિમાંથી અસંજ્ઞીઓ પણ ઉપજે માટે અસંજ્ઞીની ઉત્પત્તિ કહી.
અવધિજ્ઞાની, અવધિદર્શની ન ઉપજે, અસુરાદિમાં ઉદ્વૃત્તને તીર્થંકરાદિત્વનો લાભ ન થાય, તીર્થંકરાદિમાં અવધિવાળા ઉદ્વર્તે છે. પ્રજ્ઞપ્ત પદ ઉપલક્ષિત આલાવો પહેલા ઉદ્દેશા મુજબ અસુરોમાં કહેવો.
ક્રોધ, માન, માયા, કષાય ઉદયવાન્‌ દેવોમાં કદાચિત્ક કહ્યું લોભ કષાયોદયવાળા સાર્વદિક હોવાથી સંખ્યાતા લોભકષાયી કહેવા. ત્રણે પણ આલાવામાં ચાર લેશ્યા-તેજોલેશ્યાંતા કહેવા. આ અસુરકુમાર આદિને હોય છે. જે નિકાયમાં જેટલા ભવન લક્ષણો છે, તેટલા તેમાં કહેવા. જેમ કે અસુરોમાં ૬૪, નાગકુમારોમાં-૮૪, સુવર્ણકુમારોમાં ૭૨, વાયુકુમારોમાં ૯૬, દ્વીપ-દિક્‌-ઉદધિ-વિદ્યુત-સ્તનીતાદિમાં પ્રત્યેકમાં ૬૭-૬૭ લાખ ભવનો છે.
વ્યંતર સૂત્રમાં સંખ્યાત વિસ્તૃતમાં આ ગાથા છે - ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન તે નગરો છે, ક્ષુદ્રથી ભરત સમાન, મધ્યમથી વિદેહ સમાન છે.
જ્યોતિષ્ક સૂત્રમાં સંખ્યાત વિસ્તૃત વિમાન આવાસ છે. - X - ગ્રંથ વડે માપવા. અહીં એક તેજોલેશ્યા જ કહેવી. વ્યંતરમાં અસંજ્ઞી ઉપજે છે, અહીં તેનો નિષેધ છે, એ વિશેષ જાણવું. ઉત્પાદનો અભાવ હોવાથી અહીં સત્તામાં પણ તેનો નિષેધ છે.
સૌધર્મ સૂત્રમાં - જેથી તીર્થંકરાદિ થાય, તેથી અવધિજ્ઞાની આદિ ચ્યવીને કહ્યું. સંખ્યાતનો જ તીર્થંકર આદિમાં ઉત્પાત હોવાથી અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા ચ્યવે છે, તેમ કહ્યું.
ઉત્પાદાદિ ત્રણ, સંખ્યાત વિસ્તૃતને આશ્રીને અને ત્રણ અસંખ્યાત વિસ્તૃત આશ્રીને એમ છ આલાવા થાય. સનત્કુમારાદિમાં સ્ત્રીઓ ઉત્પન્ન ન થાય, ન ઉદ્વર્તે. તેમાં સંજ્ઞીમાંથી ઉત્પન્ન થઈને ચ્યવીને સંજ્ઞીમાં જ જાય, સહસ્રારાંત સુધી તિર્યંચો ઉપજે છે, તેથી અસંખ્યાતોને ત્રણે આલાવામાં કહ્યા. તેમાં વિમાનોમાં વૈવિધ્ય કહ્યું, તે બત્રીશ, અઠ્ઠાવીશ આદિ. લેશ્યામાં અનુક્રમે તેજો, તેજો, તેજો અને પદ્મ, પદ્મ, પદ્મ અને શુક્લ, શુક્લ અને પછી બધે પરમ શુક્લ જાણવી.
આનતાદિમાં ઉત્પાદ, અવસ્થાન અને ચ્યવનમાં સંખ્યાત વિસ્તૃત વિમાનોમાં સંખ્યાત જ થાય છે. અસંખ્યાત વિસ્તૃતમાં પણ ઉત્પાદ અને ચ્યવન સંખ્યાત જ છે, કેમકે ગર્ભજ મનુષ્યોથી જ આનતાદિમાં ઉત્પાદ છે, તેઓ સંખ્યાતા છે, વળી ત્યાંથી ચ્યવીને પણ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તેથી એક સમયમાં સંખ્યાતનો જ ઉત્પાદ અને ચ્યવન સંભવે છે, અવસ્થિતિ અસંખ્યાતની સંભવે.
પ્રજ્ઞપ્તક ગમમાં અસંખ્યાતા કહેવા, માત્ર નોઈન્દ્રિયોપયુક્તાદિ પાંચ પદોમાં સંખ્યાતા જ છે. - X - X - પાંચ અનુત્તરોમાં મધ્યવિમાન સંખ્યાત યોજન વિસ્તૃત જાણવું. અહીં સમ્યગ્‌દૃષ્ટિનો જ ઉત્પાદ હોવાથી કૃષ્ણ-પાક્ષિકાદિ પદોનો નિષેધ છે. જેનો અનુત્તર દેવનો ચરમ ભવ છે, તે ચરમ અને બાકીના અચરમ, તેનો નિષેધ કર્યો છે. તેથી મધ્યમ વિમાનમાં ‘ચરમો’ જ ઉત્પન્ન થાય છે. પણ બાહ્ય ૪ વિમાનોમાં અચરમ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ

Linked texts (1)