Pramāṇa · Search · About · API

Viyahapannatti 848

Viyāhapannatti: ṭīkānusārī vivecana 848

Language
Gujarati

848

‘ભગવતી’ સૂત્ર-૫૬૯ :– [૧૩/૪/૫૬૯]
ભગવન્‌! પૃથ્વીઓ કેટલી છે? ગૌતમ! સાત. તે આ - રત્નપ્રભા યાવત્‌ અધઃસપ્તમી.
ભગવન્‌! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા-મોટા યાવત્‌ અપ્રતિષ્ઠાન છે. તે નારકો છઠ્ઠી તમા પૃથ્વીમાં નારકોથી (૧) મહંતતર, (૨) મહા-વિસ્તીર્ણતર, (૩) મહાવાસતર, (૪) મહા પ્રતિરિક્તતર છે, પણ મહાપ્રવેશનતર નથી, આકીર્ણતર નથી, આઉલતર નથી, અણોયણતર નથી. તેમાં રહેલ નૈરયિકો છઠ્ઠી તમા-પૃથ્વીના નૈરયિકોથી મહાકર્મતર, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા, મહાવેદનાવાળા છે, પરંતુ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પ આશ્રવવાળા, અલ્પ વેદનાવાળા નથી. અલ્પ ઋદ્ધિવાળા, અલ્પદ્યુતિવાળા છે. મહા-ઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા નથી.
છઠ્ઠી તમાપૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે. તે નરકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી મહત્તરક યાવત્‌ મહા વિસ્તીર્ણતર નથી, મહાપ્રવેશનતરક યાવત્‌ આકીર્ણ નથી. તે નરકોમાં નૈરયિકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી અલ્પકર્મવાળા યાવત્‌ અલ્પક્રિયાવાળા છે પણ મહાકર્મવાળા અને મહાક્રિયાવાળા નથી. મહાઋદ્ધિ- વાળા અને મહાદ્યુતિવાળા છે, પણ અલ્પઋદ્ધિવાળા અને અલ્પ દ્યુતિવાળા નથી.
છઠ્ઠી તમાપૃથ્વીમાં નરકો પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નરકોથી મહત્તર આદિ છે, મહાપ્રવેશનવાળાદિ નથી. તે નરકોમાં નૈરયિક પાંચમી ધૂમ-પ્રભા પૃથ્વીથી મહાકર્મવાળાદિ છે, પણ અલ્પકર્મવાળા નથી. અલ્પ-ઋદ્ધિવાળાદિ છે, પણ મહાઋદ્ધિવાળા નથી.
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસો છે. એ રીતે જેમ છઠ્ઠીમાં કહ્યું, એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પરસ્પર કહેવું, યાવત્‌ રત્નપ્રભા યાવત્‌ મહાઋદ્ધિવાળા છે, અલ્પઋદ્ધિવાળા નથી.

Linked texts (1)