Viyahapannatti 849
Viyāhapannatti: ṭīkānusārī vivecana 849
- Language
- Gujarati
849
વિવેચન :–૫૬૯
અહીં ક્યાંક દ્વારગાથા દેખાય છે - નૈરયિક, સ્પર્શ, પ્રણિધિ, નિરયંત, લોકમધ્ય, દિશિ-વિદિશાનું પ્રવહ, પ્રવર્તન અસ્તિકાય, પ્રદેશ સ્પર્શના, અવગાહના જીવ અવગાઢ, પ્રદેશનિષીદન, લોક સંસ્થાન.
મહંતતર - લંબાઈથી, વિચ્છિન્નતર - વિષ્કંભથી, મહાવાસતર - ઘણાં વિવક્ષિત દ્રવ્યોના અવસ્થાન યોગ્ય ક્ષેત્ર, મહાન્ અવકાશ જેમાં છે તે મહાવકાશ, અતિશય મહાવકાશ તે મહાવકાશતર. તે મહાજન સંકીર્ણ પણ હોય, તેથી કહે છે – મહા પ્રતિરિક્તતર એટલે અતિરિક્ત. તે પ્રકારે - જેમ છઠ્ઠી પૃથ્વી નરકો અતિશય મહત્ પ્રવેશન છે. બીજી ગતિમાં નરકગતિમાં જીવોનો પ્રવેશ તે પ્રવેશનક. - X -
જે કારણે મહાપ્રવેશનવાળા છે, તેથી અત્યંત સંકીર્ણ નથી. કર્તવ્યતાથી જેઓ આકુલ નારકલોક છે, તેમાં અતિશય યોગથી આકુલતર છે. અણોમાણતરા - અતિશય અસંકીર્ણ, ક્યાંક અણોયણતરા - દેખાય છે. અર્થાત્ વ્યાકુળજનાભાવથી અતિશય પરસ્પર ધક્કામુક્કી થતી નથી. મહાકમ્મતર - આયુષ્ક વેદનીયાદિ કર્મોની મહત્તા છે. મહાકિરિયતર - કાયિક્યાદિ ક્રિયાના મહત્પણાથી તે કાળે અને કાય મહત્તાપણાના પૂર્વકાળે મહારંભાદિત્વથી જ મહાશ્રવવાળા છે. - X - અપ્પડ્ઢિયતર - અવધિ આદિ ઋદ્ધિથી અલ્પ, અપ્પજ્જુઈ - દીપ્તિનો અભાવ. આ વસ્તુને વ્યતિરેકથી કહેતા મહાડ્ઢિએ૦ આદિ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit