Viyahapannatti 858
Viyāhapannatti: ṭīkānusārī vivecana 858
- Language
- Gujarati
858
‘ભગવતી’ સૂત્ર-૫૮૧ :– [૧૩/૪/૫૮૧]
ભગવન્! આ ધર્માસ્તિકાય૦ અધર્માસ્તિકાય૦ આકાશાસ્તિકાયમાં કોઈ બેસવા, રહેવા, નિષદ્યા કરવા, સુવા માટે સમર્થ થાય? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે.
ભગવન્! આમ કેમ કહો છો? ગૌતમ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઈત્યાદિ જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું યાવત્ દ્વારના કમાડ બંધ કરી દે છે. કૂટાગાર શાળાના બહુ મધ્ય દેશભાગમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ દીવા પ્રગટાવે.
ગૌતમ! તે દીવાની લેશ્યાઓ પરસ્પર સંબદ્ધ, પરસ્પર સ્પૃષ્ટ યાવત્ પરસ્પર એકરૂપ થઈને રહે છે? હા, રહે છે. હે ગૌતમ! કોઈ તે દીવાની લેશ્યામાં બેસવા, સૂવા કે યાવત્ પડખાં બદલવા સમર્થ છે? ભગવન્! તેવું ન થાય, ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી ગૌતમ! પૂર્વવત્ કહ્યું છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit