Viyahapannatti 857
Viyāhapannatti: ṭīkānusārī vivecana 857
- Language
- Gujarati
857
વિવેચન :–૫૮૦
જે પ્રદેશમાં એક ધર્માસ્તિકાયનો પ્રદેશ, અવગાઢ છે. તેમાં તેનો બીજો પ્રદેશ ન હોય, તેથી ‘એક પણ નહીં’ તેમ કહ્યું. ધર્માસ્તિકાય પ્રદેશ સ્થાનમાં અધર્માસ્તિકાય પ્રદેશની વિદ્યમાનતાથી ‘એક’ હોય તેમ કહ્યું. એ રીતે આકાશાસ્તિકાયનો પણ એક. જીવાસ્તિકાય અને પુદ્ગલા-સ્તિકાયના વળી અનંતા પ્રદેશો એક-એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાને હોય છે, તેથી ‘અનંતા’ એમ કહ્યું. ‘અદ્ધાસમય’ મનુષ્યલોકમાં જ છે, પછી નહીં, તેથી ધર્માસ્તિકાય પ્રદેશમાં તેનો અવગાહ હોય અને ન હોય. હોય ત્યાં ‘અનંત’ કહેવું. અધર્માસ્તિકાયના છ સૂત્રો ધર્માસ્તિકાયવત્ જાણવા.
આકાશાસ્તિકાય સૂત્રોમાં લોકાલોકરૂપ આકાશના લોકાકાશમાં અવગાઢ, અલોકાકાશમાં નહીં, કેમકે તેનો અભાવ છે.
પુદ્ગલાસ્તિકાય પ્રદેશ૦ આદિ. જ્યાં એકત્ર આકાશપ્રદેશમાં દ્વિઅણુક સ્કંધ અવગાઢ છે, ત્યાં તેમાં ધર્માસ્તિકાયપ્રદેશ એક જ છે, જો બે આકાશપ્રદેશમાં અવગાઢ હોય, તો તેમાં બે ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય. એ રીતે અવગાહનાનુસાર ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કદાચ એક, કદાચ બે પ્રદેશાવગાઢ કહેવા. બાકી - જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધા સમય લક્ષણ ત્રણ, જેમ ધર્માસ્તિકાયપ્રદેશ-વક્તવ્યતા કહી, તેમ પુદ્ગલ પ્રદેશદ્વય વક્તવ્યતા પણ છે. - X -
જો ત્રણે અણુ એકત્ર અવગાઢ હોય તો, તેમાં એક ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ છે. જો બેમાં હોય તો બે પ્રદેશાવગાઢ, ત્રણમાં હોય, તો ત્રણમાં અવગાઢ છે. આ પ્રમાણે અધર્મ-આકાશાસ્તિકાયમાં પણ કહેવું. જીવ-પુદ્ગલ-અદ્ધાસમય આશ્રીને ત્રણ સૂત્ર, જેમ બે પુદ્ગલ પ્રદેશની અવગાહ વિચારણામાં કહ્યું, તેમજ પુદ્ગલ પ્રદેશત્રયની વિચારણામાં પણ કહેવું. પુદ્ગલ પ્રદેશત્રયના સ્થાને અનંતા જીવપ્રદેશ અવગાઢ છે, એ પ્રમાણે કહેવું - એવો અર્થ છે.
જે રીતે પુદ્ગલપ્રદેશત્રયની અવગાહ વિચારણામાં ધર્માસ્તિકાયાદિ સૂત્ર ત્રણમાં એકૈક પ્રદેશની વૃદ્ધિ કરી, એ પ્રમાણે પુદ્ગલપ્રદેશ ચતુષ્ટય અવગાહ વિચારણામાં પણ એકૈક વધારવા. તે આ રીતે –
ભગવન્! જેમાં ચાર પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય તેમાં ધર્માસ્તિકાય ના કેટલાં પ્રદેશ અવગાઢ હોય? કદાચ એક કે બે કે ત્રણ કે ચાર ઈત્યાદિ. જીવાસ્તિકાયાદિમાં પુદ્ગલ પ્રદેશ ચતુષ્ટ્ય વિચારણા, પુદ્ગલ પ્રદેશદ્વય અવગાહના વિચારણા મુજબ કરવી. - X - X -
અસંખ્યાત માફક અનંતા પણ કહેવા. તેનો ભાવાર્થ આ છે - ભગવન્! જ્યાં અનંતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? કદાચ એક, કદાચ બે, યાવત્ કદાચ અસંખ્યાત. પણ કદાચ અનંત ન કહેવું. કેમકે ધર્મ-અધર્મ-અસ્તિકાય અને લોકાકાશના પ્રદેશોમાં અનંતપ્રદેશોનો અભાવ હોય છે. હવે બીજા પ્રકારે અવગાહદ્વાર કહે છે –
ધર્માસ્તિકાય શબ્દથી સમસ્ત તેના પ્રદેશના સંગ્રહથી બીજા પ્રદેશનો અભાવ કહ્યો છે – જેમાં ધર્માસ્તિકાય અવગાઢ છે, તેમાં તેનો એક પણ પ્રદેશ અવગાઢ ન હોય. અધર્મ-આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અવગાઢ છે, કેમકે તેના અસંખ્ય પ્રદેશો હોય છે. જીવાસ્તિકાય સૂત્રમાં અનંતપ્રદેશો છે, કેમકે જીવાસ્તિકાયના અનંત પ્રદેશ છે, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાં એ પ્રમાણે જ જાણવું.
એક પૃથ્વી આદિ જીવના સ્થાનમાં કેટલા પૃથ્વી આદિ જીવો અવગાઢ છે? એ પ્રમાણે જીવ-અવગાહ દ્વાર પ્રતિપાદિત કરેલ છે. - X - X - હવે અસ્તિકાય પ્રદેશ-નિષદન દ્વાર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit