Pramāṇa · Search · About · API

Viyahapannatti 870

Viyāhapannatti: ṭīkānusārī vivecana 870

Language
Gujarati

870

‘ભગવતી’ સૂત્ર-૫૮૬ :– [૧૩/૬/૫૮૬]
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ચમરચંચા નામે આવાસ ક્યાં છે?
ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર૦ આદિ જેમ શતક-૨-માં સભા ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે – આ પ્રમાણે જાણવું - યાવત્‌ તિગિચ્છકૂટના ઉત્પાત્‌ પર્વતની ચમરચંચા રાજધાનીમાં ચમરચંચ નામે આવાસપર્વતનો અને અન્ય ઘણાં દ્વીપ આદિ સધી બાકી બધું વર્ણન કરવું યાવત્‌ કિંચિત્‌ વિશેષાધિક સાડાતેર અંગુલ પરિધિ છે. તે ચમરચંચા રાજધાનીની દક્ષિણ-પશ્ચિમમાં ૬૫૫ કરોડ, ૩૫-લાખ, ૫૦ હજાર યોજન દૂર અરુણોદક સમુદ્રમાં તીર્છા જઈને આ અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના ચમરચંચા નામે આવાસ પર્વત છે. તે ૮૪,૦૦૦ યોજન લાંબો છે, પરિધિ ૨,૬૫,૬૩૨ યોજનથી અધિક છે. આ આવાસ એક પ્રકાર વડે ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રાકાર ઉંચાઈમાં ૧૫૦ યોજન છે, આ રીતે ચમરચંચા રાજધાનીની વક્તવ્યતા સભાને છોડીને યાવત્‌ ચાર પ્રાસાદ પંક્તિઓ છે, સુધી કહેવી.
ભગવન્‌! ચમરેન્દ્ર, શું તે ચમરચંચ આવાસમાં નિવાસ કરીને રહે છે? આ અર્થ સમર્થ નથી.
ભગવન્‌! તો કયા કારણથી ચમરેન્દ્રનો આવાસ ‘ચમરચંચ’ આવાસ કહેવાય છે? ગૌતમ! જેમ આ મનુષ્ય લોકમાં ઉપકારીલયન, ઉદ્યાનલયન, નિર્યાણિલયન, ધારા-વારિકલયન હોય છે, ત્યાં ઘણાં મનુષ્યો, માનુષીઓ બેસે છે, સુવે છે આદિ જેમ રાયપ્પસેણઈયમાં યાવત્‌ કલ્યાણ ફળવૃત્તિ વિશેષ અનુભવતા વિચરે છે, પણ તેઓ વસતિ અન્યત્ર સ્વીકારે છે, એ પ્રમાણે ગૌતમ! ચમરેન્દ્રનો ‘ચમરચંચ’ આવાસ કેવળ ક્રિડારતિપ્રતિક છે, પણ નિવાસ અન્યત્ર કરે છે માટે પૂર્વવત્‌ કહ્યું. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)