Viyahapannatti 871
Viyāhapannatti: ṭīkānusārī vivecana 871
- Language
- Gujarati
871
વિવેચન :–૫૮૬
સભાવિહૂણ૦ સુધર્માદિ પાંચ સભા અહીં ન કહેવી. આ ચમરચંચા રાજધાની વક્તવ્યતા ક્યાં સુધી કહેવી? ચાર પ્રાસાદ પંક્તિ પર્યન્ત. - X - ઉપકારિલયન - પ્રાસાદાદિ પીઠ સમાન. ઉદ્યાનિક લયન - ઉદ્યાનમાં ગયેલ લોકોને ઉપકારી ગૃહ કે નગર પ્રદેશગૃહ. નિર્યાનિક લયન - નગરનિર્ગમ ગૃહ, ધારિવારિક લયન - ધારાપ્રધાન જળ, જેમાં છે, તે ધારાવારિક લયન. તેમાં (આ ગૃહોમાં.)
આસયંતિ - કિંચિત્ આશ્રય કરે, સયંતિ - વિશેષ આશ્રય લે છે. અથવા આસયંતિ - કંઈક સુવે છે, સયંતિ - વિશેષ સુવે છે. જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું – તે દ્વારા આમ સૂચવે છે - ચિટ્ઠંતિ - ઉર્ધ્વસ્થાને ઉભા રહે છે. નિસીયંતિ - બેસે છે, તુયટ્ટંતિ - પડખાં બદલે છે. હસંતિ - પરિહાસ કરે છે, રમંતે - અક્ષાદિ વડે રમે છે. લલંતિ - કંઈ ક્રિયા વિશેષ કરે છે. કીલંતિ - કામક્રીડા કરે છે. કિડ્ડંતિ - ક્રિડા કરે છે, મોહયંતિ - મોહિત કરે છે - વિમુગ્ધ થઈ પ્રણય કરે છે.
વસહિં ઉવેંતિ - વાસ કરે છે - આ પ્રમાણે, મનુષ્યોના ઔપકારિકાદિ લયનવત્ ચમરના ચમરચંચ આવાસ, નિવાસસ્થાન નથી, કેવળ ક્રીડામાં આનંદ અથવા ક્રીડા અને રતિ, જેનું નિમિત્ત છે તે ક્રીડારતિ પ્રત્યયે, ત્યાં આવે છે.
અસુરકુમાર વિશેષાવાસ વક્તવ્યતા કહી, અસુરકુમારમાં વિરાધિત દેશ સર્વ સંયમી ઉત્પન્ન થાય છે, તેથી તેને દર્શાવે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit