Viyahapannatti 875
Viyāhapannatti: ṭīkānusārī vivecana 875
- Language
- Gujarati
875
‘ભગવતી’ સૂત્ર-૫૮૯ :– [૧૩/૭/૫૮૯]
રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું – ભગવન્! ભાષા આત્મા છે કે બીજું છે? ગૌતમ! ‘ભાષા’ આત્મા નથી. ભાષા બીજું છે. - ભગવન્! ભાષા, રૂપી છે કે અરૂપી? ગૌતમ! ભાષા રૂપી છે, અરૂપી નથી. ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! ભાષા સચિત્ત નથી, અચિત્ત છે - ભગવન્! ભાષા, જીવ છે કે અજીવ? ગૌતમ! ભાષા, જીવ નથી- અજીવ છે. -ભગવન્! ભાષા જીવોને હોય કે અજીવોને હોય? ગૌતમ! ભાષા, જીવોને હોય, અજીવોને નહીં.
ભગવન્! [બોલ્યા] પહેલા ભાષા છે, બોલાતી તે ભાષા છે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા છે? ગૌતમ! બોલ્યા પૂર્વે કે સમય વીત્યા પછી, તે ભાષા નથી, પણ બોલાતી હોય ત્યારે તે ભાષા છે. ભગવન્! બોલ્યા પૂર્વે ભાષા ભેદાય, બોલાતી ભાષા ભેદાય કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાય છે? ગૌતમ! બોલ્યા પૂર્વે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાતી નથી, પણ બોલાતી વખતે ભાષા ભેદાય છે.
ભગવન્! ભાષા કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. તે આ – સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit