Pramāṇa · Search · About · API

Viyahapannatti 876

Viyāhapannatti: ṭīkānusārī vivecana 876

Language
Gujarati

876

વિવેચન :–૫૮૯
આયા - જીવ, જીવ સ્વભાવા ભાષા. જેથી જીવ વડે વ્યાપૃત છે, જીવને બંધ-મોક્ષાર્થે થાય છે, તેથી જીવધર્મત્વથી ‘જીવ’ એ રીતે જ્ઞાનવત્‌ વ્યપદેશ યોગ્ય છે? અથવા જીવ સ્વરૂપ નથી કેમકે શ્રોત્ર ઈન્દ્રિયના ગ્રાહ્યપણાથી મૂર્તપણે આત્માથી વિલક્ષણ છે, માટે શંકા કરી? તેનો ઉત્તર આપે છે - ભાષા, આત્મરૂપ નથી. તે પુદ્ગલમય છે. આત્મા વડે ફેંકાયેલ ઢેફાની માફક. આકાશ માફક અચેતન છે. જે કહ્યું કે– જીવ વડે વ્યાપાર્યમાન હોવાથી જીવ છે, જ્ઞાન માફક અનૈકાંતિક છે. જીવ વ્યાપાર છતાં જીવથી અત્યંત ભિન્ન સ્વરૂપ દાત્રાદિમાં દેખાય છે
ભાષા, સાંભળનારને અનુગ્રહ-ઉપઘાતકારીપણાથી તથાવિધ કાનના આભરણવત્‌ રૂપી છે? કે ધર્માસ્તિકાયાદિવત્‌ ચક્ષુ વડે અનુપલભ્ય હોવાથી અરૂપી છે? તેનો ઉત્તર છે - ભાષારૂપી છે. ચક્ષુ વડે અગ્રાહ્ય-ત્વથી અરૂપીત્વ કહ્યું, તે અનૈકાંતિક છે. પરમાણુ, વાયુ, પિશાચાદિ રૂપવાન્‌ હોવા છતાં ચક્ષુ વડે અગ્રાહ્ય છે.
અનાત્મરૂપ હોવા છતાં જીવ-શરીરવત્‌ સચિત ભાષા કેમ નહીં? ઉત્તર છે - ભાષા સચિત્ત નથી, તે જીવ દ્વારા નિસૃષ્ટ પુદ્ગલ સમૂહરૂપ છે. - - જીવે છે તે જીવ - પ્રાણધારણ સ્વરૂપ ભાષા છે કે તેથી વિલક્ષણ છે? ઉત્તર છે - ઉચ્છ્‌વાસાદિ પ્રાણોના અભાવે ભાષા જીવ નથી. કેટલાંક ભાષાને અપૌરુષેયી માને છે, તેના મત મુજબ પ્રશ્ન કર્યો છે - ભાષા, જીવને હોય કે અજીવને? તાલુ આદિ વ્યાપારથી ઉત્પન્ન વર્ણોનો સમૂહ તે ભાષા. તેથી જીવ પ્રયત્નકૃત્‌ હોવાથી ભાષા જીવને જ હોય. ભલે અજીવથી પણ શબ્દ ઉત્પન્ન થાય છે, તો પણ તે ભાષા નથી. ભાષાપર્યાપ્તિજન્ય શબ્દને જ ભાષા કહેવાય છે. બોલ્યા પહેલાં ભાષા ન કહેવાય. જેમ માટીના પિંડની સ્થિતિમાં રહેલ ઘટ, ઘટ ન કહેવાય. ‘ઘટ’ સ્થિતિમાં રહેલ ‘ઘટ’ માફક બોલાતી તે ભાષા છે. ફૂટી ગયા પછી જેમ ઘડાની ઠીકરી ઘડો ન કહેવાય, તેમ બોલવાનો સમય વીત્યા પછી તે ભાષા ન કહેવાય.
શબ્દ દ્રવ્ય નીકળ્યા પહેલાં તેનું ભેદન કઈ રીતે થાય? માટે બોલાયા પૂર્વે ભાષા ભેદાતી નથી. બોલાતી ભાષા ભેદાય છે. કોઈ મંદ પ્રયત્ન વક્તા હોય, તે અભિન્ન શબ્દ દ્રવ્યો કાઢે. તે નીકળેલા શબ્દો પરિસ્થૂલ હોવાથી અસંખ્યાત રૂપે ભેદાય, સંખ્યાત યોજન જઈને શબ્દ પરિણામ ત્યાગ કરે છે. કોઈ મહાપ્રયત્ન હોય, તો આદાન-વિસર્ગ પ્રયત્ન વડે ભેદીને જ શબ્દો કાઢે. - X - X - તેથી આમ કહ્યું. ભાષા પરિણામ પરિત્યક્ત હોવાથી બોલાયા પછી તે ભેદાતી નથી. ભાષા કહી, તે પ્રાયઃ મનપૂર્વક હોય તેથી ‘મન’ વિશે કથન.

Linked texts (1)