Viyahapannatti 880
Viyāhapannatti: ṭīkānusārī vivecana 880
- Language
- Gujarati
880
વિવેચન :–૫૯૨
આવીઈય મરણ - તરંગની સમાન પ્રતિસમય ભોગવેલ અન્યાન્ય આયુકર્મ દલિકોના ઉદયની સાથે સાથે ક્ષયરૂપ અવસ્થા અથવા જે મરણમાં વિચ્છેદ અવિદ્યમાન હોય - આયુકર્મ પરંપરા ચાલુ હોય.
ઓહિમરણ - અવધિ એટલે મર્યાદા સહિત મરણ, નરકાદિ ભવોના કારણભૂત આયુકર્મ દલિકોને ભોગવીને મરે, જો પુનઃ તે જ આયુ કર્મદલિકોને ભોગવીને મરે, તો અવધિમરણ કહેવાય. - X - પરિણામોની વિચિત્રતાને કારણે કર્મદલિક ગ્રહણ કરી, છોડી પુનઃ ગ્રહણ કરવા સંભવે છે.
આઈંતિયમરણ - અત્યંત રૂપે મરણ. નરકાદિ આયુકર્મ રૂપે જે કર્મ દલિકોને એકવાર ભોગવીને મરે, તેને ફરી કદાપી ન ભોગવી મરે.
બાલમરણ - અવિરત જીવોનું મરણ. પંડિતમરણ - સર્વ વિરત જીવોનું મરણ. - - તેમાં આવીચિક મરણ પાંચભેદે - દ્રવ્યાદિથી. દ્રવ્યા-વીચિક મરણ ચાર ભેદે - નારકાદિ ભેદથી. તેમાં નૈરયિકો નારકત્વ દ્રવ્યમાં નારકજીવપણે વર્તતા મરે તે. નૈરયિક આયુષ્કપણે - સ્પર્શ વડે ગ્રહે, બંધનથી બાંધે, પ્રદેશપ્રક્ષેપથી પોષે, વિશિષ્ટ અનુભાગથી કરે, સ્થિતિ સંપાદનથી પ્રસ્થાપે, જીવપ્રદેશોમાં નિવિષ્ટે, જીવપ્રદેશમાં અતિ ગાઢતા પામે, પછી ઉદયાવલિકામાં તે દ્રવ્યોને આણે.
આવિઈ - પ્રતિ ક્ષણે, નિરંતર સર્વ સમયમાં અવ્યવચ્છેદથી છોડે-ત્યાગે. તે હેતુથી નૈરયિક દ્રવ્યાવીચિક મરણ કહેવાય છે - X -
એ પ્રમાણે કાળ, ભવ, ભાવ આવીચિક મરણ પણ જાણવા. તેમાં સૂત્રપાઠ આ પ્રમાણે - ભગવન્! કાલ આવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે - નૈરયિક કાલાવીચિક મરણ આદિ - X -
નૈરયિક દ્રવ્યાવધિ મરણ સૂત્રમાં અક્ષર ઘટના આ રીતે - નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યો વર્તમાનકાળે તજે છે, તે દ્રવ્યોને અનાગત કાળમાં ફરી પણ ત્યજે, તે નૈરયિક દ્રવ્યાવધિ મરણ છે.
પંડિત મરણ સૂત્રમાં - પાદપોપગમન આશ્રીને એક દેશમાં કરાય તે નિર્હારિમ, કલેવરના નિર્હરણીયત્વથી છે. જે ગિરિકંદરા આદિમાં કરાય, તે અનિર્હારિમ, કલેવરના અનિર્હરણીયત્વથી છે. અપડિકમ્મ - પ્રતિકર્મવર્જિત. ચતુર્વિધાહાર પ્રત્યાખ્યાન નિષ્પન્ન.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit