Pramāṇa · Search · About · API

Viyahapannatti 879

Viyāhapannatti: ṭīkānusārī vivecana 879

Language
Gujarati

879

‘ભગવતી’ સૂત્ર-૫૯૨ :– [૧૩/૭/૫૯૨]
ભગવન્‌! મરણ, કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. –
આવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ! ૫ ભેદે. – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ(થી) આવીચિક મરણ.
ભગવન્‌! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-દ્રવ્યાવીચિક મરણ. ભગવન્‌! એમ કેમ કહે છે – નૈરયિક દ્રવ્યાવીચિક મરણ, નૈરયિક દ્રવ્યાવીચિક મરણ છે? ગૌતમ! જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુપણે ગ્રહણ કરે - બાંધે - સ્પર્શે - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે - અભિનિવિષ્ટ કરે - અભિસમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતાં રહે છે, તેથી હે ગૌતમ! નૈરયિક દ્રવ્યાવીચિક મરણ કહ્યું છે. યાવત્‌ દેવ દ્રવ્યાચિક મરણ કહેવું.
ભગવન્‌! ક્ષેત્રાવીચિક મરણ કેટલાં ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. - નૈરયિક યાવત્‌ દેવ ક્ષેત્રાવીચિક મરણ. ભગવન્‌! નૈરયિક ક્ષેત્રાવીચિક મરણનો નૈરયિક૦ કેમ કહે છે? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુષ્યપણે૦ એ પ્રમાણે જેમ દ્રવ્યાવીચિક મરણમાં કહ્યું, તેમ ક્ષેત્રાવીચિક મરણમાં કહેવું. ભાવાવીચિક મરણ સુધી કહેવું.
ભગવન્‌! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે દ્રવ્યાવધિ મરણ, ક્ષેત્રાવધિમરણ યાવત્‌ ભાવાવધિમરણ. ભગવન્‌! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર - નૈરયિક યાવત્‌ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન્‌! નૈરયિક દ્રવ્યાવધિમરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડતાં મરે છે, ફરી નૈરયિકત્વ પામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ! યાવત્‌ દ્રવ્યાવધિ મરણ કહ્યું. એ પ્રમાણે તિર્યંચ - મનુષ્ય - દેવાવધિ મરણ જાણવું. આ આલાવાથી ક્ષેત્ર-કાળ-ભવ-ભાવમરણ જાણવા.
ભગવન્‌! આત્યંતિક મરણ? ગૌતમ! પાંચ ભેદે છે - દ્રવ્યાત્યંતિક મરણ યાવત્‌ ભાવાત્યંતિક મરણ. ભગવન્‌! દ્રવ્યાત્યંતિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર. નૈરયિક યાવત્‌ દેવ દ્રવ્ય આત્યંતિક મરણ. ભગવન્‌! નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ કેમ કહે છે? ગૌતમ! નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા, જે દ્રવ્યોને છોડતાં મરે છે, અનાગત કાળે પણ મરશે. તેથી યાવત્‌ મરણ કહ્યું છે. એ પ્રમાણે તિર્યંચ - મનુષ્ય - દેવ આત્યંતિક મરણ પણ જાણવું. એ પ્રમાણે ક્ષેત્ર યાવત્‌ ભાવ આત્યંતિક મરણ પણ જાણવું.
ભગવન્‌! બાળમરણ કેટલા ભેદે છે? ગૌતમ! બાર ભેદે. તે આ - વલયમરણાદિ જેમ સ્કંદકમાં ગૃદ્ધપૃષ્ઠ પર્યન્ત છે. - ભગવન્‌! પંડિત મરણ કેટલાં ભેદે છે? ગૌતમ! બે ભેદે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન.
ભગવન્‌! પાદપોપગમન કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - નીર્હારિમ, અનીર્હારિમ. યાવત્‌ નિયમા અપ્રતિ-કર્મ છે -ભગવન્‌! ભક્તપ્રત્યાખ્યાન, કેટલા ભેદે? પૂર્વવત્‌, વિશેષ એ કે તે સપ્રતિકર્મ છે. ભગવન્‌! તે એમ જ છે,

Linked texts (1)