Viyahapannatti 883
Viyāhapannatti: ṭīkānusārī vivecana 883
- Language
- Gujarati
883
વિવેચન :–૫૯૩
એવં - આ પ્રશ્નોત્તર ક્રમથી કર્મબંધની બંધ સ્થિતિ અર્થાત્ કર્મસ્થિતિ, તેને જણાવતો બંધસ્થિતિ ઉદ્દેશક કહેવો. તે પ્રજ્ઞાપનાના ૨૩-માં પદનો બીજો ઉદ્દેશો છે. બીજી વાંચનામાં અહીં સંગ્રહગાથા છે. તે આ - પ્રકૃતિ ભેદ સ્થિતિ અને બંધ ઈન્દ્રિયાનુપાતથી. જઘન્ય કે ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ કેવી છે? - આનો અર્થ આમ છે - કર્મપ્રકૃતિના ભેદો કહેવા. તે આ - કર્મપ્રકૃતિ કેટલી કહી છે? ગૌતમ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયાદિ. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ. - આભિનિબોધિક જ્ઞાનાવરણીય ઈત્યાદિ.
તથા પ્રકૃતિની સ્થિતિ કહેવી. તે આ - જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ. આદિ. - X - એકેન્દ્રિયાદિ જીવ કોની કેટલી કર્મસ્થિતિ બાંધે છે? આદિ કહેવું. - X - X - કેવો જીવ કર્મોની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે? તે કહેવું. તે આ પ્રમાણે - ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે? ગૌતમ! કોઈ સૂક્ષ્મસંપરાયના ઉપશમક કે ક્ષપક આ સ્થિતિ બાંધે - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit