Viyahapannatti 885
Viyāhapannatti: ṭīkānusārī vivecana 885
- Language
- Gujarati
885
‘ભગવતી’ સૂત્ર-૫૯૪ :– [૧૩/૯/૫૯૪]
રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – જેમાં કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઉંચે આકાશમાં ઉડી શકે છે? હા, ગૌતમ! ઉડી શકે છે.
ભગવન્! ભાવિતાત્મા અણગાર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપો વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં હાથ લઈને૦ એ રીતે જેમ ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહ્યું છે, તેમ યાવત્ સંપ્રાપ્તિથી વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી અને વિકુર્વશે નહીં.
જેમ કોઈ પુરુષ સોનાની પેટી લઈને ચાલે છે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સુવર્ણપેટી હાથમાં લઈને સ્વયં ઉડે? આદિ પૂર્વવત્. એ પ્રમાણે સોનાની, રત્નની, વજ્રની, વસ્ત્રની, આભરણની પેટી. એ પ્રમાણે – વાંસ, શુંબ, ચર્મ, કંબલની ચટ્ટાઈ. એ પ્રમાણે લોઢા, તાંબા, કલઈ, શીશા, સુવર્ણ, વજ્રનો ભાર લઈને૦ (ઈત્યાદિ પ્રશ્નોત્તર કરવા.)
જેમ કોઈ વલ્ગુલી હોય, બંને પગ લટકાવી-લટકાવી પગ ઉંચે અને મસ્તક નીચું કરીને રહે, શું એ રીતે ભાવિતાત્મા અણગાર પણ વલ્ગુલી માફક રૂપ વિકુર્વીને સ્વયં આકાશમાં ઉંચે ઉડે? હા, ઉડે. આ પ્રમાણે યજ્ઞોપવિતની વક્તવ્યતા કહેવી. યાવત્ વિકુર્વશે નહીં.
જેમ કોઈ જલૌકા હોય, પોતાની કાયાને ઉત્પ્રેરિત કરીને પાણીમાં ચાલે છે૦ એ પ્રમાણે વલ્ગુલીવત્ જાણવું.
જેમ કોઈ બીજંબીજ પક્ષી પોતાના બંને પગ ઘોડાની માફક એક સાથે ઉઠાવીને ચાલે છે, એ પ્રમાણે અણગારાદિ પૂર્વવત્.
જેમ કોઈ પક્ષીબિડાલક, એક વૃક્ષથી બીજા વૃક્ષે કૂદતા કૂદતા જાય, તે પ્રમાણે અણગાર૦ બાકી પૂર્વવત્.
જેમ કોઈ જીવંજીવક પક્ષી, પોતાના બંને પગ ઘોડાની માફક ઉઠાવી-ઉઠાવી ચાલે, એ પ્રમાણે અણગાર૦ બાકી પૂર્વવત્.
જેમ કોઈ હંસ એકથી બીજા કિનારે ક્રીડા કરતો-કરતો ચાલ્યો જાય છે, એ પ્રમાણે અણગાર હંસવત્ વિકુર્વણા આદિ પૂર્વવત્.
જેમ કોઈ સમુદ્રી કાગડો એકથી બીજી લહેરને અતિક્રમતો ચાલ્યો જાય, એ પ્રમાણે પૂર્વવત્. - જેમ કોઈ પુરુષ ચક્રને લઈને ચાલે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર આદિ ઘડી માફક કહેવું. એ પ્રમાણે છત્ર, ચામરના વિષયમાં કથન કરવું.
જેમ કોઈ પુરુષ રત્નને લઈને ચાલે. એ રીતે વજ્ર, વૈડૂર્ય યાવત્ રિષ્ટ. એ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ હાથમાં લઈને, એ પ્રમાણે યાવત્ કોઈ પુરુષ સહસ્રપત્ર લઈને ચાલે, એ રીતે પૂર્વવત્.
જેમ કોઈ પુરુષ કમળની ડાંડીને તોડતો-તોડતો ચાલે એ પ્રમાણે અણગાર પણ સ્વયં આવું રૂપ વિકુર્વી આદિ પૂર્વવત્.
જેમ કોઈ મૃણાલિકા હોય, પોતાની કાયાને પાણીમાં ડૂબાડી રાખીને રહે, એ પ્રમાણે૦ બાકીનું વલ્ગુલીવત્ કહેવું.
જેમ કોઈ વનખંડ હોય, જે કાળું, કાળા પ્રકાશવાળું યાવત્ મહામેઘ સમાન પ્રાસાદીય હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર વનખંડ સમાન વિકુર્વણા કરીને આકાશમાં ઉડે? આદિ પૂર્વવત્.
જેમ કોઈ પુષ્કરણી હોય, ચતુષ્કોણ અને સમતીર હોય અનુક્રમે સુજાત યાવત્ વિવિધ પક્ષીના મધુર સ્વરાદિથી યુક્ત અને પ્રાસાદીયાદિ હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર પણ પુષ્કરણી સમાન વિકુર્વણા કરીને પોતાને ઉંચે આકાશમાં ઉડાડે? હા, ઉડાડે.
ભગવન્ ! ભાવિતાત્મા અણગાર પુષ્કરણી સમાન કેટલા રૂપો વિકુર્વી શકે? બાકી બધું પૂર્વવત્. યાવત્ તે વિકુર્વશે નહીં.
ભગવન્ ! પૂર્વોક્ત રૂપ શું માયી વિકુર્વે કે અમાયી? ગૌતમ! માયી વિકુર્વે, અમાયી નહીં. માયી તે સ્થાનની આલોચના કર્યા વિના૦ એ રીતે જેમ ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ તેને આરાધના છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit