Pramāṇa · Search · About · API

Viyahapannatti 886

Viyāhapannatti: ṭīkānusārī vivecana 886

Language
Gujarati

886

વિવેચન :–૫૯૪
કેયાઘડિય - દોરડા વડે બાંધેલ ઘડી. - X - વેહાસ - આકાશમાં - X - હિરન્નપેડ - સોનાની પેટી, વિયલકિલં - વાંસને ચીરીને બનાવેલ સાદડી. સુંબકિડ્ડ - ઘાસની સાદડી, ચમ્મકિડુ - ચામડાની ખાટ, કંબલકિડ્ડ - ઉનનું કંબલ, વગ્ગુલી - ચર્મ પક્ષી, - X - X - X - જલોય - જલૌકા, દ્વીન્દ્રિય જલજ જીવવિશેષ.
ઉવ્વિહિય - ઉત્પ્રેરીને.-X-સમતુરંગેમાણે - ઘોડાની જેમ એક સરખાં ઉઠાવીને. વિરાલએ - પક્ષી વિશેષ. ડેવેમાણે - અતિક્રમણ કરતાં, વીઈઓવીઈં - એક કલ્લોલથી બીજા કલ્લોલે. ‘વેરુલિય’ અહીં યાવત્‌ કરણથી આમ જાણવું - લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રત્ન, જાત્યરૂપ, અંજનપુલાક, સ્ફટીક, ‘કુમુદ’ પછી યાવત્‌ શબ્દથી નલિન, સુભગ, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિકાદિ લેવા.
બિસ - કમલનાલ, અવદાલિય - વિદારીને, મુણાલિય - નલિની, ઉમ્મજ્જિય - ડૂબકી લગાવતી, કિણ્હ - કૃષ્ણવર્ણ-અંજનવત્‌ સ્વરૂપથી, કિણ્હોભાસ - કાળો જ લાગતો. અહીં યાવત્‌ શબ્દથી આમ લેવું. નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધા-વભાસ, તીવ્ર-તીવ્રાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિત-હરિતચ્છાય, શીત-શીતચ્છાય ઈત્યાદિ. - X -
નીલ-મોરની ડોક માફક, હરિત-પોપટના પીંછા માફક, શીત-સ્પર્શની અપેક્ષાએ, વલ્યાદિથી આક્રાંતત્વથી, સ્નિગ્ધ-રૂક્ષત્વવર્જિત, તીવ્ર-વર્ણાદિ ગુણપ્રકર્ષવાળા, કૃષ્ણછાય - છાયા એટલે સૂર્યને આવરક વસ્તુ વિશેષ. ઘણકડિયકડિચ્છાએ - અન્યોન્ય શાખાના અનુપ્રવેશથી બહુલ નિરંતર છાયા. - X - X - X - પક્ષી ગણના યુગલ વડે વિરચિત ઉન્નત શબ્દ અને મધુર સ્વર. - X –

Linked texts (1)