Pramāṇa · Search · About · API

Viyahapannatti 889

Viyāhapannatti: ṭīkānusārī vivecana 889

Language
Gujarati

889

વિવેચન :–૫૯૫
છદ્મસ્થ - અકેવલી. સમુદ્ઘાત - હનન તે ઘાત, સમ્‌ - એકીભાવથી, ઉત્‌ - પ્રાબલ્યથી, તેથી એકીભાવ અને પ્રાબલ્યથી ઘાત, તે સમુદ્ઘાત - X - જ્યારે આત્મા વેદનાદિ સમુદ્ઘાતને પામે, ત્યારે વેદનાદિ અનુભવ જ્ઞાન પરિણત જ થાય છે, તેથી વેદનાદિ અનુભવજ્ઞાન સાથે એકીભાવ, વેદનાદિ સમુદ્ઘાત પરિણત ઘણાં વેદનીય આદિ કર્મ પ્રદેશોને કાલાંતર અનુભવન યોગ્ય અનુદીરણા કરણથી આકર્ષીને ઉદયમાં નાંખીને, અનુભવીને આત્મપ્રદેશથી ખેરવે છે.
પ્રજ્ઞાપનાના ૩૬-માં પદમાં આ વર્ણન છે. વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, મારણાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત, તૈજસ સમુદ્ઘાત, આહારક સમુદ્ઘાત. તેમાં વેદના સમુદ્ઘાત, અસત્‌ વેદ્ય કર્મોને આશ્રીને છે. કષાય સમુદ્ઘાત, કષાય ચારિત્ર મોહનીયને આશ્રીને છે. મારણાંતિક, અંતર્મુહૂર્ત્તશેષાયુ કર્માશ્રયી છે. વૈક્રિય-તૈજસ-આહાર સમુદ્ઘાત શરીરનામ કર્માશ્રયી છે.
વેદના સમુદ્ઘાત કરતો આત્મા વેદનીય કર્મ પુદ્ગલને ખેરવે છે, કષાય૦વાળો કષાય પુદ્ગલને, મારણાંતિક૦વાળો આયુષ્યકર્મ પુદ્ગલને, વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત જીવ પ્રદેશોને શરીર થકી બહાર કાઢીને - X - X - પૂર્વબદ્ધ વૈક્રિયશરીર નામકર્મ પુદ્ગલને ખેરવે છે, સૂક્ષ્મને ગ્રહણ કરે છે. - X - એ રીતે તૈજસાદિ કહેવા.

Linked texts (1)