Pramāṇa · Search · About · API

Viyahapannatti 898

Viyāhapannatti: ṭīkānusārī vivecana 898

Language
Gujarati

898

‘ભગવતી’ સૂત્ર-૬૦૦, ૬૦૧ :– [૧૪/૨/૬૦૦, ૬૦૧]
[૬૦૦] ભગવન્‌! ઉન્માદ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે-યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે, તે સુખે વેદાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુઃખથી છોડાવાય છે.
ભગવન્‌ ! નારક જીવોમાં કેટલા ભેદે ઉન્માદ છે? ગૌતમ! બે ભેદે - યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. ભગવન્‌! એમ કેમ કહો છો કે નૈરયિકને બે પ્રકારનો ઉન્માદ છે - X -?
ગૌતમ! કોઈ દેવ (નૈરયિકો ઉપર) અશુભ પુદ્ગલ પ્રક્ષેપે, તે અશુભ પુદ્ગલોના પ્રક્ષેપથી તે નૈરયિક યક્ષાવિષ્ટ ઉન્માદને પામે, મોહનીય કર્મના ઉદયથી મોહનીય ઉન્માદને પામે છે, તેથી પૂર્વવત્‌ કહ્યું કે યાવત્‌ ઉન્માદ પામે.
ભગવન્‌! અસુરકુમારને કેટલા ભેદે ઉન્માદ છે? એ પ્રમાણે નૈરયિકવત્‌ જાણવું. વિશેષ એ કે – મહર્દ્ધિક દેવ અશુભ પુદ્ગલ પ્રક્ષેપે છે, તે અશુભ પુદ્ગલોના પ્રક્ષેપથી યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે. તથા મોહનીય કર્મના ઉદયથી મોહનીય કર્મજન્ય ઉન્માદને પામે છે. તેથી પૂર્વવત્‌ કહ્યું. એ પ્રમાણે સ્તનીતકુમાર સુધી જાણવું,
પૃથ્વીકાયિક યાવત્‌ મનુષ્યો સુધી નૈરયિકો સમાન કહેવું. વ્યંતરાદિ દેવ, અસુરકુમારવત્‌ જાણવું.
[૬૦૧] ભગવન્‌! કાલવર્ષી મેઘ વૃષ્ટિકાય વરસાવે છે? હા, વરસાવે છે.
ભગવન્‌! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિકાય કરવા ઈચ્છે છે, ત્યારે તે કઈ રીતે વૃષ્ટિ કરે છે? ગૌતમ! ત્યારે શક્રેન્દ્ર અભ્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવેલ તે અભ્યંતર પર્ષદાના દેવ, મધ્યમ પર્ષદાના દેવોને બોલાવે છે. બોલાવાયેલ મધ્યમ પર્ષદાના દેવ, બાહ્ય પર્ષદાના દેવોને બોલાવે છે, તે બાહ્ય પર્ષદાના બોલાવાયેલ દેવ બાહ્ય-બાહ્યના દેવોને બોલાવે છે, પછી તે બાહ્ય-બાહ્ય દેવ આભિયોગિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવાયેલ આભિયોગિક દેવ વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, ત્યારે તે બોલાવાયેલ વૃષ્ટિકાયિક દેવ વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરે છે.
ભગવન્‌! શું અસુરકુમાર દેવ પણ વૃષ્ટિ કરે છે? હા, કરે છે. ભગવન્‌! અસુરકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે? ગૌતમ ! જે આ અરહંત ભગવંતો છે, તેમના જન્મ મહોત્સવ, નિષ્ક્રમણ મહોત્સવ, જ્ઞાનોત્પાદ મહોત્સવ, પરિનિર્વાણ મહોત્સવમાં હે ગૌતમ! નિશ્ચે અસુરકુમાર દેવો વૃષ્ટિકાય કરે છે.
એ રીતે નાગકુમારો યાવત્‌ સ્તનીતકુમારો સુધી કહેવા.
વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક દેવોમાં પણ આમ જ કહેવું.

Linked texts (1)