Pramāṇa · Search · About · API

Viyahapannatti 899

Viyāhapannatti: ṭīkānusārī vivecana 899

Language
Gujarati

899

વિવેચન :–૬૦૦, ૬૦૧
ઉન્માદ - ઉન્મત્તતા, વિવક્ત ચેતના ભ્રંશ. યક્ષ - દેવ, તેનો આવેશ, પ્રાણીનું અધિષ્ઠાન. મોહનીય - મિથ્યાત્વ મોહનીય, તેના ઉદયથી ઉન્માદ થાય છે. તેના ઉદયવર્તી પ્રાણી અતત્ત્વને તત્ત્વ માને છે અને તત્ત્વને અતત્ત્વ માને છે. અથવા ચારિત્ર મોહનીયના ઉદયથી જાણવા છતાં વિષયાદીના સ્વરૂપથી અજાણ હોય તેમ વર્તે છે અથવા ચારિત્ર મોહનીયના વિશેષ ‘વેદ’ નામે મોહનીયના ઉદયે ઉન્મત્ત થાય.
કહ્યું છે કે – ચિંતવે છે, જોવાને ઈચ્છે છે, દીર્ઘ નિઃસાસા નાંખે છે, જ્વર, દાહ, ભોજનમાં અરૂચીપણું, મૂર્ચ્છા, ઉન્માદ, અજ્ઞાન, મરણ. આ બધાં ઉન્માદત્વના સમાન હોવા છતાં વિશેષ દર્શાવવાને કહે છે – તેમની મધ્યે અતિશય સુખથી - મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ અક્લેશથી વેદન-અનુભવન, તે સુખવેદનતરક. અતિશય સુખથી વિમોચન-વિયોજન જેનાથી થાય તે સુખ વિમોચનતર.
મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખ વેદનતર થાય છે. કેમકે તે અનંત સંસારના કારણત્વ છે, અને સંસારનો દુઃખવેદન સ્વભાવત્વ છે. બીજો ઉન્માદ સુખવેદનતર છે, કેમકે તે એક ભવિકત્વ છે તથા મોહજન્ય ઉન્માદ, બીજાની અપેક્ષાએ દુઃખવિમોચનતર હોય છે. કેમકે વિદ્યા-મંત્ર-તંત્ર-દેવાનુગ્રહવાળાને પણ તે અસાધ્ય છે, જ્યારે યક્ષાવેશ ઉન્માદ સુખેથી છોડાવી શકાય છે, કેમકે યંત્ર માત્રથી પણ તેનો નિગ્રહ કરવો શક્ય છે. કહ્યું છે કે – સર્વજ્ઞમંત્રવાદી પણ જેનો નિગ્રહ કરવા સમર્થ નથી. તે મિથ્યામોહોન્માદ. કોની સાથે તુલ્ય કહી શકાય?
આ બંને ચોવીશે દંડકમાં યોજવા સૂત્રકારે સૂત્રમાં નોંધ કરી છે. - X - X - મોહોન્માદ આલાપક બધાં સૂત્રોમાં સમાન છે.
વૈમાનિક દેવોના મોહનીયોન્માદ લક્ષણ ક્રિયા વિશેષ કહી, હવે વૃષ્ટિકાયકરણ રૂપ, તે જ દેવેન્દ્રાદિ દેવોને દર્શાવે છે. પજ્જન્ન - પર્જન્ય, કાળે - વર્ષા વરસે છે, એવો જેનો સ્વભાવ છે, તે કાલવર્ષી. વૃષ્ટિકાય - પ્રવર્ષણથી જળ સમૂહને કરે છે - વરસાવે છે. શક્રેન્દ્ર પણ તે કરે છે, તેની વિધિ સૂત્રકારે દર્શાવી છે. - X - અથવા પર્જન્ય, ઈન્દ્રને જ કહે છે. તે કાળવર્ષી - કાળે એટલે જિન્મજન્માદિ મહોત્સવમાં વરસાવે છે. - X - X - દેવક્રિયા અધિકારથી આ બીજું કહે છે –

Linked texts (1)