Viyahapannatti 900
Viyāhapannatti: ṭīkānusārī vivecana 900
- Language
- Gujarati
900
‘ભગવતી’ સૂત્ર-૬૦૨ :– [૧૪/૨/૬૦૨]
ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાયને કરવા ઈચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે? ગૌતમ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન આભ્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આભ્યંતર પર્ષદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ યાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો તમસ્કાયને કરે છે. હે ગૌતમ! આ રીતે ઈશાનેન્દ્ર તમસ્કાયને કરે છે.
ભગવન્! અસુરકુમાર દેવો પણ તમસ્કાયને કરે છે? હા, કરે છે.
ભગવન્! કયા હેતુથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે છે? ગૌતમ! ક્રીડા અને રતિ નિમિત્તે, શત્રુને વિમોહિત કરવાને માટે, ગોપનીય ધનાદિની સુરક્ષા માટે, પોતાની કાયાને છૂપાવવાને, હે ગૌતમ! આવા કારણોથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે, એ રીતે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! તે એમ જ છે (૨). કહી યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit