Pramāṇa · Search · About · API

Viyahapannatti 903

Viyāhapannatti: ṭīkānusārī vivecana 903

Language
Gujarati

903

‘ભગવતી’ સૂત્ર-૬૦૩ :– [૧૪/૩/૬૦૩]
ભગવન્‌ ! મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય? ગૌતમ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! દેવો બે ભેદે છે - માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, તેમને કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ માનીને યાવત્‌ પર્યુપાસતા નથી. તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચ્ચથી નીકળી જાય, પરંતુ તેમાં જે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વાંદે, નમે યાવત્‌ પર્યુપાસે છે, તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચ્ચથી નીકળે નહીં, તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્‌ ન જાય.
ભગવન્‌! મહાકાય, મહાશરીર અસુરકુમાર દેવ? પૂર્વવત્‌ જાણવું. એમ દેવદંડકને વૈમાનિક સુધી કહેવો.

Linked texts (1)