Viyahapannatti 919
Viyāhapannatti: ṭīkānusārī vivecana 919
- Language
- Gujarati
919
‘ભગવતી’ સૂત્ર-૬૧૨ :– [૧૪/૫/૬૧૨]
ભગવન્! નૈરયિક, અગ્નિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે? ગૌતમ! કેટલાંક જાય, કેટલાંક ન જાય.
ભગવન્! એમ કેમ કહો છો - X -? ગૌતમ! નૈરયિકો બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી નીકળી જાય, - શું તેમાં તે બળી જાય? ના, તે અર્થ સમર્થ નથી. (કેમકે) તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. - - તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાય વચ્ચોવચ્ચથી ન નીકળે. તેથી એમ કહ્યું છે કે યાવત્ ન જઈ શકે.
ભગવન્! અસુરકુમાર, અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ! કોઈક નીકળે, કોઈક ન નીકળે.
ભગવન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! અસુરકુમાર બે ભેદે – વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક અસુરકુમાર છે, તે નૈરયિકવત્ નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે અસુરકુમારમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળી જાય, કોઈ ન નીકળે. - - જે નીકળે તે શું ત્યાં બળી જાય? ના, તે અર્થ સમર્થ નથી. તેને શસ્ત્ર પ્રહાર ન કરી શકે. તેથી એમ કહ્યું. સ્તનિતકુમાર સુધી આમ કહેવું.
એકેન્દ્રિયો, નૈરયિકવત્ કહેવા. ભગવન્! બેઈન્દ્રિયો અગ્નિકાય મધ્યેથી જઈ શકે? અસુરકુમારવત્ કહેવા. વિશેષ એ કે જે તેમાંથી નીકળે, તે બળી જાય? હા, બળે છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી છે.
ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિષયક પ્રશ્ન – ગૌતમ! કેટલાંક નીકળે, કેટલાંક ન નીકળે. એમ કેમ કહ્યું? ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે – વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહગતિ સમાપન્નક, નૈરયિકવત્ કહેવા યાવત્ તેને શસ્ત્રાક્રમણ થતું નથી.
અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે – ઋદ્ધિપ્રાપ્ત અને અનૃદ્ધિપ્રાપ્ત. તેમાં જે ઋદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળે, કોઈ ન નીકળે. -જે નીકળે, તે ત્યાં દાઝે? ના, તે અર્થ યોગ્ય નથી. તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અનૃદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કેટલાંક અગ્નિકાય વચ્ચોવચ્ચથી નીકળી જાય, કેટલાંક ન નીકળે. જે નીકળી જાય, તે શું તેમાં દાઝે? હા, દાઝે. તેથી કહ્યું કે યાવત્ ન નીકળે. એ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit