Viyahapannatti 920
Viyāhapannatti: ṭīkānusārī vivecana 920
- Language
- Gujarati
920
વિવેચન :–૬૧૨
અહીં ક્વચિત્ ઉદ્દેશક અર્થ સંગ્રહ ગાથા દેખાય છે. તે આ – નૈરયિક અગ્નિ મધ્યે, દશ સ્થાન તિર્છા પુદ્ગલ, દેવ પર્વતભિત્તી ઉલ્લંઘન -પ્રલંઘન, તેના અર્થ ઉદ્દેશકાર્થથી જાણવો.
વિગ્રહગતિ સમાપન્નક કાર્મણ શરીરત્વથી સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મપણાથી તેને અગ્ન્યાદિ શસ્ત્ર લાગે નહીં. અવિગ્રહગતિ સમાપન્ન ઉત્પત્તિ ક્ષેત્ર ઉપપન્નક કહેવાય, ઋજુગતિ સમાપપન્ન ન કહેવાય, કેમકે તેનો આ પ્રકરણમાં અધિકાર નથી. નારક ક્ષેત્રમાં બાદર અગ્નિકાયનો અભાવ હોવાથી, તે અગ્નિકાયની મધ્યેથી જઈ ન શકે - X - X
અસુરકુમાર સૂત્રમાં વિગ્રહગતિકને નારકવત્ જાણવા. અવિગ્રહગતિકમાં જે કોઈ અગ્નિ મધ્યેથી નીકળે, તે મનુષ્ય લોકમાં આવે છે, જે તેમાં નથી આવતા, તે નીકળી ન શકે. નીકળતા પણ તે દાઝતા નથી, તેને સૂક્ષ્મત્વથી અને વૈક્રિય શરીરના શીઘ્રત્વથી શસ્ત્ર ન ચાલે.
એકેન્દ્રિયો, નૈરયિકવત્ કઈ રીતે? વિગ્રહમાં તે પણ અગ્નિ મધ્યથી નીકળે છે અને સૂક્ષ્મત્વને કારણે દાઝતા નથી. અવિગ્રહગતિ સમાપન્નક, સ્થાવરપણાથી અગ્નિમધ્યેથી નીકળતા નથી. તેજો અને વાયુ ગતિ ત્રસપણાથી અગ્નિ મધ્યેથી જતાં જે દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, એમ સંભવે છે. સ્થાવરત્વ માત્રની વિવક્ષા છે. - X - X - તથા જે વાયુ આદિ પરતંત્રતાથી પૃથ્વી આદિ અગ્નિ મધ્યેથી નીકળતા દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, સ્વાતંત્ર્યની જ વિવક્ષા છે.
ચૂર્ણિકાર વળી એમ કહે છે – એકેન્દ્રિયોને ગતિ નથી, તેથી તેઓ જતા નથી. એક વાયુકાય બીજાની પ્રેરણાથી જાય છે. પંચેન્દ્રિયતિર્યંચ સૂત્રમાં ઋદ્ધિ પ્રાપ્ત - તે વૈક્રિયલબ્ધિસંપન્ન. કોઈ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જે મનુષ્યલોકવર્તી હોય, તે અગ્નિકાય મધ્યેથી નીકળી શકે. જે મનુષ્ય ક્ષેત્રથી બહાર છે, તે અગ્નિ મધ્યેથી નીકળતા નથી, કેમકે ત્યાં અગ્નિનો અભાવ છે અથવા તથાવિધ સામગ્રીનો અભાવ છે.
હવે દશ સ્થાનરૂપ દ્વારને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit