Pramāṇa · Search · About · API

Viyahapannatti 92

Viyāhapannatti: ṭīkānusārī vivecana 92

Language
Gujarati

92

‘ભગવતી’ સૂત્ર-૬૧, ૬૨ :– [૧/૫/૬૧, ૬૨]
[૬૧] પૃથ્વી આદિમાં – સ્થિતિ, અવગાહના, શરીર, સંઘયણ, સંસ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ એ દશ સ્થાનો છે.
[૬૨] ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસમાં નૈરયિકોના કેટલાં સ્થિતિ સ્થાન છે? ગૌતમ! અસંખ્ય સ્થિતિ સ્થાનો છે. તે આ - જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે, તે એક સમયાધિક, બે સમયાધિક યાવત્‌ અસંખ્યેય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે.
ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નરકવાસમાં વસનાર જઘન્યસ્થિતિક નૈરયિક શું ક્રોધ ઉપયુક્ત છે? કે માન-માયા-લોભ ઉપયુક્ત છે? ગૌતમ! (૧) તે બધાં ક્રોધોપયુક્ત છે, અથવા (૨) ઘણાં ક્રોધી અને એક માની, અથવા (૩) ઘણાં ક્રોધી અને માની છે, અથવા (૪) ઘણાં ક્રોધી અને એક માયી છે, અથવા (૬) ઘણાં ક્રોધી અને એક લોભી છે, અથવા (૭) ઘણાં ક્રોધી અને લોભી છે,
અથવા (૧) ઘણાં ક્રોધી, એક માની, એક માયી છે. અથવા (૨) ઘણાં ક્રોધી, એક માની, ઘણાં માયી છે. અથવા (૩) ઘણાં ક્રોધી, ઘણાં માની, એક માયી છે. અથવા (૪) ઘણાં ક્રોધી, ઘણાં માની, ઘણાં માયી છે. - આ પ્રમાણે ક્રોધ-માન-લોભ વડે ચાર ભેદ, -આ પ્રમાણે ક્રોધ-માયા-લોભ વડે ચાર ભેદ. પછી માન, માયા, લોભ સાથે ક્રોધ વડે ભંગ કરવા તે ચતુષ્ક સંયોગી આઠ ભંગ થશે. આ રીતે ક્રોધ મૂક્યા સિવાય ૨૭-ભંગ કહેવા.
ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસોમાં એક સમયાધિક જઘન્ય-સ્થિતિ વર્તીત નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? કે માન-માયા-લોભોપયુક્ત છે? ગૌતમ! એકાદ ક્રોધી, માની, માયી, લોભી હોય છે અથવા ઘણાં ક્રોધી, માની, માયી, લોભી હોય છે અથવા કોઈ એક ક્રોધી અને માની હોય અથવા કોઈ એક ક્રોધી અને ઘણાં માની હોય એ રીતે ૮૦ ભેદ થયા.
એ પ્રમાણે યાવત્‌ સંખ્યેય સમયાધિક સ્થિતિવાળા નૈરયિક માટે જાણવું. અસંખ્યેય સમયાધિક સ્થિતિને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨૭-ભાંગા કહેવા.

Linked texts (1)