Pramāṇa · Search · About · API

Viyahapannatti 91

Viyāhapannatti: ṭīkānusārī vivecana 91

Language
Gujarati

91

વિવેચન :–૫૨ થી ૬૦
રત્નપ્રભા એટલે પ્રાયઃ નરક વર્જીને પહેલા કાંડમાં ઈન્દ્રનીલ આદિ ઘણાં રત્નો હોય છે. જ્યાં રત્નોની પ્રભા છે, તે રત્નપ્રભા. અહીં યાવત્‌ શબ્દથી શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા લેવું, શબ્દાર્થ રત્નપ્રભાવત્‌ લેવો. તમસ્તમ પ્રભાવાળી તે સાતમી પૃથ્વી.
આ સાતેમાં નરકાવાસો હોય છે. તે આવાસ અધિકારથી બાકીના જીવોના આવાસને પરિણામથી દર્શાવતા કહે છે –
પૂછનારને પ્રત્યક્ષીભૂત આ પૃથ્વીમાં, જીવો જેમાં રહે તે આવાસ. નારકોનો આવાસ તે નરકાવાસ. તેવા લાખો નરકાવાસ. બાકીના પૃથ્વી સૂત્રો ગાથાનુસાર જાણવા. જે ૩૦, ૨૫ ઈત્યાદિ છે. સૂત્ર અભિલાપ આ રીતે - શર્કરાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરક-આવાસો કહ્યા છે? ગૌતમ! ૨૫ લાખ નરકાવાસ કહ્યા છે. ઈત્યાદિ.
છ યુગલ - અસુરાદિ નિકાય દક્ષિણ અને ઉત્તર બે ભેદે છે, માટે યુગલ કહ્યું. તેમાં છ યુગલોના પ્રત્યેકના ૭૬-લાખ ૭૬-લાખ ભવનો છે. અસુરાદિ નિકાયના યુગલોના દક્ષિણ-ઉત્તરના વિભાગ આ પ્રમાણે છે – ૩૪, ૪૪, ૩૮, ૫૦, ૪૦ લાખ ભવનો દક્ષિણ દિશામાં છે. દ્વીપકુમારાદિ પ્રત્યેકને ૪૦ લાખ-૪૦ લાખ ભવનો છે. તથા ૩૦, ૪૦, ૩૪, ૪૬, ૩૬ લાખ ભવનો ઉત્તરના અને દ્વીપાદિ કુમારને ૩૬-૩૬ લાખ.
હવે ચાલુ ઉદ્દેશકના અર્થ સંગ્રહને માટેની ગાથા કહે છે –

Linked texts (1)