Viyahapannatti 926
Viyāhapannatti: ṭīkānusārī vivecana 926
- Language
- Gujarati
926
‘ભગવતી’ સૂત્ર-૬૧૫, ૬૧૬ :– [૧૪/૬/૬૧૫, ૬૧૬]
[૬૧૫] રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! નૈરયિકો શું આહારે છે?, શું પરિણામે છે? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે? ગૌતમ! નૈરયિક પુદ્ગલાહારી, પુદ્ગલ પરિણામી, પુદ્ગલ યોનિક, પુદ્ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
[૬૧૬] ભગવન્! નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અવીચી દ્રવ્યોને? ગૌતમ! નૈરયિકો તે બંનેને આહારે છે. ભગવન્! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે? ગૌતમ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે છે, તે નૈરયિક વીચી દ્રવ્યોને આહારે છે, જે નૈરયિકો પ્રતીપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ અવીચિદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ! પૂર્વવત્ કહ્યું, એ પ્રમાણે યાવત્ વૈમાનિક આહાર કરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit