Pramāṇa · Search · About · API

Viyahapannatti 927

Viyāhapannatti: ṭīkānusārī vivecana 927

Language
Gujarati

927

વિવેચન :–૬૧૫, ૬૧૬
કિમાહાર - શું આહાર કરે છે, તે. કિં પરિણામ - શું આહારેલું પરિણમાવે છે? કિં જોણીય - તેઓનું ઉત્પત્તિ સ્થાન શું છે? એ પ્રમાણે સ્થિતિ, સ્થિતિ એટલે અવસ્થાન હેતુ, પુગ્ગલજોણીય - શીતાદિ સ્પર્શવાળી યોનિ જેમને છે તે રૂપ પુદ્ગલો. નારકો શીતયોનિક અને ઉષ્ણયોનિક. પોગ્ગલટ્ઠિઈય - આયુષ્ક કર્મ પુદ્ગલ સ્થિતિ જેમની છે તે નારકો. હવે તેઓ પુદ્ગલસ્થિતિક કઈ રીતે થાય છે, તે કહે છે –
કમ્મોવગ. કર્મ - જ્ઞાનાવરણાદિ પુદ્ગલ રૂપ, બંધ દ્વારથી ઉપાર્જન કરે તે કર્મોપગ, કમ્મનિયાણ - નારકત્વ નિમિત્ત કે કર્મબંધ નિમિત્ત જેમાં છે તે કર્મ નિદાન. કમ્મટ્ઠિઈ - કર્મ પુદ્ગલ હોવાથી જેમની સ્થિતિ છે તે. કમ્મુણામેવ - કર્મના હેતુભૂત થઈ બીજા પર્યાયને પામે તે.
આહારને આશ્રીને કહે છે – વીચિ - વિવક્ષિત દ્રવ્યો અને તેના અવયવોનો પરસ્પર પૃથક્‌ભાવ, તેમાં વીચિ પ્રધાન દ્રવ્યો તે વીચિ દ્રવ્યો અર્થાત્‌ એકાદિપ્રદેશ ન્યૂન, તેના નિષેધથી અવીચિદ્રવ્ય. અર્થાત્‌ જેટલા દ્રવ્ય સમુદાયથી આહાર પૂર્ણ થાય, તે એકાદિ પ્રદેશ ન્યૂન વીચિદ્રવ્ય કહેવાય છે અને પરિપૂર્ણ હોય તો અવીચિદ્રવ્ય કહેવાય એમ ટીકાકાર કહે છે.
ચૂર્ણિકાર - આહાર દ્રવ્ય વર્ગણાને આશ્રીને આ વ્યાખ્યા કરે છે. તેમાં જે સર્વોત્કૃષ્ટ આહાર દ્રવ્ય વર્ગણા, તે અવીચિ દ્રવ્યો, જે તેમાંથી એકાદ પ્રદેશ હીન છે, તે વીચી દ્રવ્યો. - X - આ દંડકના અંતે વૈમાનિકોનો આહાર-ભોગ કહ્યો, હવે વૈમાનિક વિશેષના કામભોગોને દર્શાવે છે.

Linked texts (1)