Viyahapannatti 929
Viyāhapannatti: ṭīkānusārī vivecana 929
- Language
- Gujarati
929
વિવેચન :–૬૧૭
ભોગ - ભોગવાય તે, સ્પર્શાદિ. ભોગને યોગ્ય ભોગ તે ભોગભોગ, મનોજ્ઞ સ્પર્શાદિ તેમાં કઈ રીતે પ્રવર્તે? જોયણ આદિ એટલે ૩,૧૬,૨૨૭ યોજન સાધિક ૩ કોશ, ૨૮ ધનુષ્, ૧૩ll અંગુલ. - બહુસમરમણિજ્જ - અત્યંત સમ અને રમ્ય. જાવ મણીણં - ભૂમિ ભાગનું વર્ણન મણીના સ્પર્શ વર્ણન સુધી કહેવું. સે જહાનામએ૦ - આલિંગપુષ્કર - મુરજ કે મર્દલના મુખપુટની સમાન તથા છાયા સાથે, પ્રભા સાથે, કિરણો સાથે, ઉદ્યોત સાથે, વિવિધ પ્રકારના પંચવર્ણી મણીથી શોભે છે. - X - ઈત્યાદિ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વર્ણક મણી કહેવા.
અભ્યુદ્ગત-ઉચ્છ્રિતાદિ પ્રાસાદ વર્ણન કહેવું. તે પૂર્વવત્ છે. ઉલ્લોક કે ઉલ્લોચ-ઉપરિતલ. પદ્મોની લતા તે પદ્મલતા, તે રૂપ ભક્તિ વડે ચિત્રિત, યાવત્ કરણથી આમ કહેવું – પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ. અહીં મણિપીઠિકાનું વર્ણન કહેવું. તે લંબાઈ-પહોળાઈથી આઠ યોજનની છે, તે જેમ વૈમાનિકની છે તે કહેવી, વ્યંતરાદિની અન્યથા સ્વરૂપ છે, તે ન કહેવી. - - વળી તેના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મણિપીઠિકા વિકુર્વે છે. તે મણિપીઠિકા આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
શયનીય વર્ણન કહેવું. તે આ રીતે – તે દેવશયનીયનો આવા પ્રકારનો વર્ણવાસ છે - વિવિધ મણિમય, પ્રતિપાદ સુવર્ણના પાયા, વિવિધ મણિમય ઈત્યાદિ. અનીક - સૈન્ય. નૃત્ય, તેને કરનાર સૈન્ય અર્થાત્ જનસમૂહ તે નાટ્યાનીક, એ પ્રમાણે ગંધર્વાનીક - ગીત ગાતો સમૂહ. યાવત્ શબ્દથી - ‘મહા આહત, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન મૃદંગાદિનો નાદ.’ - ગ્રહણ કરવું. સુધર્મસભારૂપ ભોગ સ્થાનનો સદ્ભાવ છતાં ભોગને માટે નેમિ પ્રતિરૂપકાદિની વિકુર્વણા કહી, તે જિનેશ્વરના અસ્થિની આશાતનાના પરિહાર માટે કહી, કેમકે સુધર્માસભામાં માણવક સ્તંભમાં સમુદ્ગકમાં જિન અસ્થિ હોય છે. તે હોવા છતાં જો ભોગ ભોગવે તો તેનું અબહુમાન કર્યુ કહેવાય, તે આશાતના છે.
સનત્કુમારેન્દ્ર સિંહાસન વિકુર્વે છે, શક્ર-ઈશાન માફક દેવ શયનીય નહીં, તેને સ્પર્શ માત્રથી પરિચારકત્વ હોવાથી શય્યાની જરૂર નથી. સપરિવાર - સ્વકીય પરિવાર યોગ્ય આસન પરિકરિત. ‘જે-જેનો પરિવાર હોય તે તેને કહેવો.’ – એટલે - માહેન્દ્રને ૭૦,૦૦૦ સામાનિકો અને ૨,૮૦,૦૦૦ આત્મરક્ષકો, બ્રહ્મણેન્દ્રને ૬૦,૦૦૦ સામાનિક, લાંતકેન્દ્રને ૫૦,૦૦૦ શુક્રેન્દ્રને ૪૦,૦૦૦, સહસ્રારેન્દ્રને ૩૦,૦૦૦, પ્રાણતેન્દ્રને ૨૦,૦૦૦, અચ્યુતેન્દ્રને ૧૦,૦૦૦, બધામાં ચારગણાં આત્મરક્ષક દેવો.
સનત્કુમારેન્દ્ર અને માહેન્દ્રને ૬૦૦ યોજન ઊંચો પ્રાસાદ, બ્રહ્મ-લાંતકેન્દ્રને ૭૦૦, શુક્ર-સહસ્રારેન્દ્રને ૮૦૦, પ્રાણત-અચ્યુતેન્દ્રને ૯૦૦ યોજન ઊંચો પ્રાસાદ જાણવો. અહીં સનત્કુમારાદિ સામાનિકાદિ પરિવાર સહિત, તે નેમિ પ્રતિરૂપકમાં જાય છે, કેમકે ત્યાં સ્પર્શાદિ પ્રતિચારણામાં વિરોધ નથી, શક્ર-ઈશાનમાં પરિવાર સહિત ન જાય કેમકે સામાનિક પરિવાર સમક્ષ કાય પ્રતિચારણા લજ્જા યુક્ત છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit